ભારતના સુકાનીએ શૂન્ય રને આઉટ થવાનો પણ રેકોર્ડ બનાવ્યો
મોહાલી
ભારત અને અફ્ઘાનિસ્તાન વચ્ચે ગરુવારે ત્રણ મેચની સીરિઝનો પ્રથમ ટી20 મેચ મોહાલીમાં રમાયો હતો જેમાં ભારતનો છ વિકેટથી વિજય થયો હતો. આ મેચમાં 14 મહિના બાદ ભારતીય ટી20 ટીમમાં વાપસી કરનાર કેપ્ટન રોહિત શર્મા ખાતું પણ ખોલાવી શક્યો ન હતો અને તે ઈનિંગની બીજા જ બોલ પર રન આઉટ થયો હતો. આ સાથે રોહિતે એક દુર્લભ રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો હતો.
મોહાલી રામાયેલી સીરિઝની પ્રથમ ટી20 મેચમાં રેહિત શૂન્ય રન પર આઉટ થયો હતો, જે આંતરરાષ્ટ્રીય ટી20માં 11મી વખ્ત બન્યું છે જ્યારે હિટમેન ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થયો હોય. આ ફોર્મેટમાં કોઈપણ ભારતીય દ્વારા સૌથી વધુ શૂન્ય પર આઉટ થવાનો રોહિતે આ ન ગમતો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે આ અનિચ્છિનીય રેકોર્ડ 141 ઈનિંગમાં બનાવ્યો છે. આ યાદિમાં કે.એલ રાહુલ છે જે 68 ઈનિંગમાં પાંચ વખત શૂન્ય પર આઉટ થયો છે.
રોહિત પ્રથમ ટી20 મેચમાં ભલે શૂન્ય રન પર આઉટ થયો હતો પણ તેણે એક પ્લેયર તરીકે જીતની સદી ફટકારી છે. રોહિત શર્મા મેન્સ ટી20 ક્રિકેટમાં 100 જીતેલી મેચનો હિસ્સો રહેનાર ઈતિહાસનો સૌપ્રથમ ખેલાડી બની ગયો છે. આ તેની 149મી મેચ હતી. આ યાદિમાં બીજા સ્થાન પર પાકિસ્તાનનો શોએબ મલિક છે જેણે 86 મેચ જીતી છે. રોહિતની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ 46 મેચ હારી છે, જ્યારે એક મેચ ટાઈ રહી હતી અને બે મેચનું કોઈ પરિણામ આવ્યું ન હતું. હિટમેને ટી20માં 3853 રન બનાવ્યા છે અને તેણે ચાર સદી પણ ફટકારી છે.