લાખ રૂપિયાનું લેપ ટોપ મંગાવ્યું અને બોક્સમાંથી જૂનું લેપટોપ નિકળ્યું

Spread the love

મામલો વધતા જોઇને ઓનલાઈન શોપિંગ એપએ તુરંત જવાબ આપતા કહ્યું કે, તમને થયેલા ખરાબ અનુભવને અમે સમજી શકીએ છીએ, તેમજ પર્સનલ મેસેજ દ્વારા વ્યક્તિનો સંપર્ક કરવા જણાવ્યું

નવી દિલ્હી
વર્તમાન સમયમાં લોકો ઓનલાઈન શોપિંગ કરવાનું વધુ પસંદ કરે છે. જેમાં ઘર બેઠા વસ્તુ પણ મળી જાય છે અને ખાસું ડિસ્કાઉન્ટ પણ. એવામાં સેલ દરમિયાન તો ભારે ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે. પરંતુ ક્યારેક ડિસ્કાઉન્ટ મેળવવાના ચક્કરમાં આ ઓનલાઈન શોપિંગ ભારે પણ પડતી હોય છે. ઘણી વાર એવું પણ સંભાળવા મળે છે કે એક વ્યક્તિએ મંગાવ્યો હતો આઈફોન અને બોકસમાંથી નીકળ્યો સાબુ!
ટ્વિટર પર હાલ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિએ જણાવ્યું હતું કે રિપબ્લિક ડે સેલમાં તેમની સાથે એક સ્કેમ થયો છે. આ સેલ દરમિયાન તેમણે એક લેપટોપ ઓર્ડર કર્યું હતું. પરંતુ પાર્સલ ખોલતી વખતે થયું એવું કે તેમના હોશ ઉડી ગયા. આ વ્યક્તિએ ઓનલાઈન 1.13 લાખનું લેપટોપ ઓર્ડર કર્યું હતું. પરંતુ જયારે બોકસ ખોલ્યું તો તેમાંથી જૂનું લેપટોપ નીકળ્યું હતું. આ ખરાબ અનુભવના આધારે તેમણે કહ્યું કે ઓનલાઈન પ્લેટફોર્મ પર ક્યારેય ભરોસો ન કરવો જોઈએ. આ મામલો વધતો જોઇને ઓનલાઈન શોપિંગ એપએ આ મામલા પર તુરંત જવાબ આપતા કહ્યું કે, ‘તમને થયેલા ખરાબ અનુભવને અમે સમજી શકીએ છીએ.’ તેમજ પર્સનલ મેસેજ દ્વારા વ્યક્તિનો સંપર્ક કરવા જણાવ્યું છે જેથી ઓર્ડર સંબંધિત તમામ માહિતી મેળવી કરી શકાય.
આવા સ્કેમને રોકવા માટે ઓનલાઈન શોપિંગ એપમાં ‘ઓપન બોક્સ ડિલીવરી’ નામનો ઓપ્શન આપે છે. વસ્તુ ખરીદતી વખતે આ ઓપ્શન લેવાથી જયારે વસ્તુની ડિલીવરી કરવામાં આવે છે, ત્યારે ડિલીવરી બોય જ તમારી સામે આ બોક્સ ખોલશે. એવામાં જો તમને કોઈ ખોટી વસ્તુ ડિલીવર થાય છે તો તે જ સમયે તમે તેને પરત કરી શકો છો. તેમજ જ્યાં સુધી તમને ઓર્ડર મુજબની પ્રોડક્ટ નથી મળતી ત્યાં સુધી તમારે કોઈપણ ઓટીપી શેર કરવો નહિ.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *