હવે રામલલા ટેન્ટમાં નહીં દિવ્ય મંદિરમાં રહેશેઃ નરેન્દ્ર મોદી

Spread the love

22 જાન્યુઆરી એક તારીખ નથી, આ એક નવા કાળચક્રની શરૂઆત છે, મોદીએ તપસ્યામાં કંઈક ખામી રહી ગઈ હોવાનું કહી ભગવાન રામની માફી માગી


અયોધ્યા
ઉત્તરપ્રદેશના અયોધ્યામાં બનેલા દિવ્ય અને ભવ્ય રામ મંદિરમાં પ્રભુ શ્રી રામના બાળ સ્વરુપ રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને આરએસએસના વડા મોહન ભાગવતની ઉપસ્થિતિમાં અનુષ્ઠાન પૂર્ણ થયું. આ તમામ યજમાનોએ રામલલાની આરતી ઉતારી હતી. તો બીજી તરફ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જે મહેમાનોને આમંત્રણ મોકલાયું છે તેમાંના અનેક રાજકીય નેતાઓ, ફિલ્મ જગતના સિતારા અને રમતગમત જગતની અનેક હસ્તીઓ અયોધ્યામાં હજાર છે. અહીં કાર્યક્રમમાં દિગ્ગજો નિવેદન આપી રહ્યા છે.
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું છે. તેમણે પોતાના સંબોધનની શરૂઆત સીયાવર રામચંદ્ર કી જય..ના નારા સાથે શરૂ કરી. તેમણે કહ્યું કે, ‘અહીં ઉપસ્થિતિ, વિશ્વના ખૂણે ખૂણેથી જોડાયેલા રામભક્તોને પ્રણામ અને રામ રામ. ‘આજ હમારે રામ આ ગયે હે’. સદીઓની પ્રતિક્ષા બાદ આપણા રામ આવી ગયા છે. સદીઓનું અભૂતપૂર્વ ધૈર્ય અને બલિદાન અને ત્યાગ-તપસ્યા બાદ આપણા રામ આવી ગયા છે. આ શુભ ઘડીની સમગ્ર દેશવાસીઓને ખુબ ખુબ શુભેચ્છા. આપણા રામલલા હવે ટેન્ટમાં નહીં રહે. આપણા રામલલા હવે દિવ્ય મંદિરમાં રહેશે. 22 જાન્યુઆરી એક તારીખ નથી, આ એક નવા કાળચક્રની શરૂઆત છે’
હું આજે પ્રભુ રામ પાસે ક્ષમા માંગું છું. આપણી તપસ્યામાં કંઈક તો ખામી રહી ગઈ હશે કે આપણે આટલા વર્ષો સુધી આ કાર્ય કરી ન શક્યા. મને વિશ્વાસ છે પ્રભુ રામ આપણને ક્ષમા કરશે.
પ્રાણ પ્રતિષ્ઠા બાદ સંબોધન કરતા મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, ભારતના તમામ શહેર, તમામ ગામ અયોધ્યા ધામ છે. તમામ માર્ગ શ્રીરામ જન્મભૂમિ તરફ આવી રહ્યા છે. તમામ જીભ રામ-રામ જપી રહી છે. આખુ રાષ્ટ્ર રામમય છે. એવું લાગે છે, આપણે ત્રેતા યુગમાં આવી ગયા છીએ. રામ મંદિર બનાવવા માટે સંતો, સન્યાસીઓ, પૂજારીઓ, નાગાઓ, નિહંગો, બુદ્ધિજીવીઓ, રાજનેતાઓ તમામ સમાજના લોકોએ ખુદને સમર્પિત કર્યા. મંદિર વહીં બના હે, જહાં કા સંકલ્પ લિયા થા.
અયોધ્યામાં બનેલા દિવ્ય અને ભવ્ય રામ મંદિરમાં પ્રભુ શ્રી રામના બાળ સ્વરુપ રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે. રામ મંદિરના ગર્ભગૃહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાણ પ્રતિષ્ઠા વિધિમાં ભાગ લીધો હતો. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાણ પ્રતિષ્ઠા માટે પૂજા-અર્ચના કરી હતી. તેમની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહ્યા.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *