રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા વિક્રમી 90 લાખ લોકોએ યુટ્યુબ પર લાઈવ જોઈ

Spread the love

નરેન્દ્ર મોદી ચેનલ પરના આ લાઈવ પ્રસારણને અત્યાર સુધીમાં 1 કરોડ વ્યુઝ મળ્યા, આ પહેલા લાઇવ પ્રસારણ સૌથી વધુ જોવાનો રેકોર્ડ ચંદ્રયાન-3 લોન્ચનો હતો


નવી દિલ્હી
અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહે અનેક રેકોર્ડ તોડ્યા છે. આ લિસ્ટમાં હવે પીએમ નરેન્દ્ર મોદીની ઓફીશિયલ યુટ્યુબ ચેનલનો પણ એક રેકોર્ડ સામેલ છે. નરેન્દ્ર મોદી ચેનલે લાઈવ પ્રસારણ દરમિયાન વિશ્વમાં સૌથી વધુ જોવામાં આવતી યુટ્યુબ ચેનલ બનીને રેકોર્ડ તોડ્યો છે. રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનું આ ચેનલ પર લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેને 9 મિલિયન એટલે કે 90 લાખથી વધુ લોકોએ લાઈવ નિહાળ્યું હતું. કોઈપણ યુટ્યુબ ચેનલ પર લાઇવ પ્રસારણ જોવાનો આ સૌથી મોટો રેકોર્ડ છે.
નરેન્દ્ર મોદી ચેનલ પરના આ લાઈવ પ્રસારણને અત્યાર સુધીમાં 1 કરોડ વ્યુઝ મળ્યા છે. આ પહેલા લાઇવ પ્રસારણ સૌથી વધુ જોવાનો રેકોર્ડ ચંદ્રયાન-3 લોન્ચનો હતો. આ લોન્ચના પ્રસારણને 80 લાખથી વધુ લોકોએ લાઇવ નિહાળ્યો હતો. જેનો રેકોર્ડ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહે તોડીને પ્રથમ સ્થાન લીધું છે. જયારે ત્રીજા નંબર પર ફિફા વર્લ્ડ કપ 2023 મેચ છે અને ચોથા નંબર પર એપલ લોન્ચ ઇવેન્ટ છે.
નરેન્દ્ર મોદીની યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઈબર્સની સંખ્યા 2.1 કરોડ છે. તેમની ચેનલ પર કુલ 23,750 વીડિયો અપલોડ કરવામાં આવ્યા છે જેની કુલ વ્યૂઝ 472 કરોડ છે. યુટ્યુબ પર સૌથી વધુ સબસ્ક્રાઇબર્સ મેળવનાર નરેન્દ્ર મોદી વિશ્વના પ્રથમ નેતા છે.
વિશ્વમાં સૌથી વધુ જોવાયેલા 10 લાઇવ પ્રસારણ
ચેનલ અને લાઇવ ઇવેન્ટનું નામ લાઇવ પ્રસારણ વ્યુઝ પ્રસારણ તારીખ
નરેન્દ્ર મોદી- રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 90 લાખ 22.01.2024
ઈસરો-ચંદ્રયાન 3 મિશનનું સોફ્ટ લેન્ડિંગ 80 લાખ 23.08.2023
કેઝ ટીવી – વર્લ્ડ કપ 2022 ક્યુએફ બ્રાઝિલ વિ. ક્રોએશિયા 60 લાખ 09.12.2022
કેઝ ટીવી – બ્રાઝિલ વિ. સાઉથ કોરિયા 2022 વર્લ્ડ કપ 52 લાખ 06.12.2022
કેઝ ટીવી – વાસ્કો વિ. ફ્લેમિંગો 47 લાખ 19.03.2023
સ્પેશ એક્સ-ક્રૂ ડેમો-2 40 લાખ 28.05.2022
હિબ લેબલ્સ- બીટીએસથી બટર 37 લાખ 21.05.2022
એપલ- એપલ ઇવેન્ટ 36 લાખ 7-09.2022
લો એન્ડ ક્રાઈમ નેટવર્ક- ડેપ vs. હર્ડ ટ્રાયલ 35 લાખ 01.06.2022
ફ્લુમિનેન્સ ફૂટબોલ ક્લબ: રિયો કપ ફાઇનલ 35 લાખ 09.07.2020

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *