(લાર્જ એન્ડ મીડ કેપ ફંડ – લાર્જ અને મીડ કેપ સ્ટોક્સ બંનેમાં રોકાણ કરતી ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ)
મહત્વની બાબતોઃ
● પીજીઆઈએમ ઈન્ડિયા લાર્જ એન્ડ મીડ કેપ ફંડ 24 જાન્યુઆરી, 2024ના રોજ સબ્સ્ક્રીપ્શન માટે ખૂલશે અને 07 ફેબ્રુઆરી, 2024ના રોજ બંધ થશે
● પીજીઆઈએમ ઈન્ડિયા લાર્જ એન્ડ મીડ કેપ ફંડ નિફ્ટી લાર્જમીડકેપ 250 ઈન્ડેક્સ ટીઆરઆઈ (ટોટલ રિટર્ન ઈન્ડેક્સ) સામે બેન્ચમાર્ક થશે
મુંબઈ
પીજીઆઈએમ ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે આજે તેની ઓપન એન્ડેડ પીજીઆઈએમ ઈન્ડિયા લાર્જ એન્ડ મીડ કેપ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી.
આ સ્કીમ એક્ટિવલી મેનેજ્ડ પોર્ટફોલિયોમાંથી ઈક્વિટી અને ઈક્વિટી સંબંધિત સિક્યોરિટીઝ, મુખ્યત્વે લાર્જ કેપ અને મીડ કેપ સ્ટોક્સ,માં રોકાણો દ્વારા લાંબા ગાળે મૂડી વૃદ્ધિ ઊભી કરશે.
પીજીઆઈએમ ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડના સીઆઈઓ વિનય પહરિયાએ જણાવ્યું હતું કે “ઊંચો વૃદ્ધિ દર ધરાવતી અને સારી ગુણવત્તાવાળી લાર્જ અને મીડ કેપ કંપનીઓમાં રોકાણ માટે સતત તકો આવી રહી છે જે ભારતની ગ્રોથ સ્ટોરી માટે ફાયદો કરી શકે છે. આવી કંપનીઓ લાંબા ગાળા માટે મૂડી-સક્ષમ રીતે ઝડપી ગતિથી મૂડીને ચક્રવૃદ્ધિ દરે વધારવાનું ચાલુ રાખી શકે છે.”
પીજીઆઈએમ ઈન્ડિયા લાર્જ એન્ડ મીડ કેપ ફંડ લાર્જ અને મીડ કેપ સ્ટોક્સમાં અનુક્રમે લઘુતમ 35 ટકાનું દરેકમાં રોકાણ કરશે. પોર્ટફોલિયો ટોપ-ડાઉન અને બોટમ-અપ પોર્ટફોલિયો કન્સ્ટ્રક્શન પ્રોસેસના મિશ્રણનો ઉપયોગ કરીને ઊભો કરવામાં આવશે જે ક્વોલિટી ઓફ મેનેજમેન્ટ સહિત દરેક સ્ટોકના ફંડામેન્ટલ્સ પર ફોકસ કરશે. ફંડ મેનેજર તમામ સેક્ટરમાં એક્સપોઝર સાથે ડાયવર્સિફાઇડ પોર્ટફોલિયો ઊભો કરવાનો ધ્યેય રાખશે.
“સારી ગુણવત્તા અને ઉચ્ચ વૃદ્ધિ ધરાવતી કંપનીઓના વર્ચસ્વ સાથેની સ્ટાઇલને અનુસરતા પોર્ટફોલિયોએ તાજેતરના સમયમાં પ્રમાણમાં ઓછો દેખાવ કર્યો છે. વર્તમાન સમયે આ શૈલીને અનુસરીને રોકાણકારોને લાર્જ અને મિડ કેપ ફંડમાં યુનિટ્સ ભેગા કરવાની આ આકર્ષક તક છે. આ ફંડ નવા રોકાણકારો તેમજ હાલના રોકાણકારો માટે યોગ્ય છે જેઓ તેમના વર્તમાન પોર્ટફોલિયોમાં કોઈ કોન્સન્ટ્રેશન રિસ્કને પુનઃસંતુલિત કરવા અને ઘટાડવા ઈચ્છે છે,” એમ પીજીઆઈએમ ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડના સીઈઓ અજીત મેનને જણાવ્યું હતું.
ફંડના ઇક્વિટી ભાગનું સંચાલન વિનય પહરિયા, આનંદા પદ્મનાભન અંજનેયા અને ઉત્સવ મહેતા દ્વારા કરવામાં આવશે જ્યારે ડેટના ભાગનું સંચાલન પુનીત પાલ દ્વારા કરવામાં આવશે. ઓજસ્વી ખીચા સ્કીમ માટે વિદેશી રોકાણોનું સંચાલન કરશે.
ન્યૂનતમ અરજી રકમ
● પ્રારંભિક ખરીદી/સ્વિચ-ઇન – ન્યૂનતમ રૂ. 5,000/- અને ત્યારબાદ રૂ. 1/-ના ગુણાંકમાં.
● વધારાની ખરીદી – ન્યૂનતમ રૂ. 1,000/- અને ત્યારબાદ રૂ 1/-ના ગુણાંકમાં.
● એસઆઈપી માટે: ન્યૂનતમ 5 હપ્તા અને હપ્તા દીઠ લઘુત્તમ રકમ – દરેક રૂ. 1,000/- અને ત્યાર બાદ રૂ. 1/-ના ગુણાંકમાં.
એક્ઝિટ લોડ
લમ્પસમ/સ્વિચ-ઇન/સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) દ્વારા યુનિટ્સની દરેક ખરીદી માટે અને સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન (એસટીપી) માટે એક્ઝિટ લોડ નીચે મુજબ હશે:
● યુનિટ્સની ફાળવણીની તારીખથી 90 દિવસની અંદર એક્ઝિટ થવા માટે : 0.50%.
● યુનિટ્સની ફાળવણીની તારીખથી 90 દિવસ પછી એક્ઝિટ થવા માટે : શૂન્ય
અલોટમેન્ટની તારીખથી કામકાજના 5 દિવસોની અંદર ફંડ સતત વેચાણ અને પુનઃખરીદી માટે ફરીથી ખુલે છે.