અમદાવા
, 24 જાન્યુઆરી, 2024: કોટક સિક્યુરિટીઝે તેના કોટક નીઓ અને કોટક સ્ટોક ટ્રેડર પ્લેટફૉર્મ પર ટ્રેડરો માટે ટ્રેડ ફ્રી પ્રો પ્લાન લૉન્ચ કર્યો છે. અનેક વિશેષતાઓથી ભરપૂર આ સબસ્ક્રિપ્શન-આધારિત પ્લાન વાર્ષિક 9.75%એ માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી (એમટીએફ) તરીકે પણ ઓળખાતી પે લેટરની સુવિધા પૂરી પાડે છે. યુઝરો 1000+ સ્ટોક્સને ટ્રેડ કરી શકે છે અને તેમની ખરીદશક્તિને 4 ગણી વધારી શકે છે.
પે લેટર સુવિધાની અન્ય વિશેષતાઓમાં અમર્યાદિત હોલ્ડિંગ પીરિયડ, પોઝિશન્સની રચના કરવા માટે રોકડને બદલે કોલેટરલ તરીકે વ્યક્તિના શૅર્સ અને ઇટીએફનો ઉપયોગ કરવાની ક્ષમતા અને એમટીએફ રીસર્ચની ભલામણો મેળવવાનો સમાવેશ થાય છે.
કોટક સિક્યુરિટીઝના એમડી અને સીઇઓ શ્રી જયદીપ હંસરાજે જણાવ્યું હતું કે, ‘અમારા ક્લાયેન્ટ્સની જરૂરિયાતો પર ધ્યાન આપવું એ અમારી વિકાસયાત્રાનું એક ખૂબ જ મહત્વનું પાસું રહ્યું છે. પે લેટર ની સુવિધાની સતત વધતી જઈ રહેલી માંગને સમજવાથી અમને ટ્રે ફ્રી પ્રો પ્લાન લૉન્ચ કરવાનું પ્રોત્સાહન મળ્યું હતું. અમે વાર્ષિક 9.75% ના પરવડે તેવા વ્યાજદરોએ આ પ્લાન રજૂ કરીને ખૂબ જ રોમાંચિત છીએ, જે ટ્રેડર્સને તેઓ જે ઇચ્છતાઓ હોય તે આપવાની અમારી કટિબદ્ધતાને અનુરૂપ છે. અમે ભારતમાં રોકાણકારો અને ટ્રેડરો માટેની ગો-ટુ બ્રાન્ડ તરીકેનો અમારો દરજ્જો જળવાઈ રહે તેની ખાતરી કરવા માટે અમારી સેવાઓને સતત સુધારતા રહેવા કટિબદ્ધ છીએ.’
કોટક સિક્યુરિટીઝના ડિજિટલ બિઝનેસના પ્રેસિડેન્ટ અને હેડ શ્રી આશિષ નંદાએ જણાવ્યું હતું કે, ‘કોટક સિક્યુરિટીઝમાં અમારા ક્લાયેન્ટ્સની જરૂરિયાતો એ અમારા માટે સર્વોપરી છે. ઇન્ડસ્ટ્રીમાં માર્જિન ટ્રેડિંગ સુવિધા લોકપ્રિય થઈ રહી હોવાથી અમે ટ્રેડ ફ્રી પ્લો પ્લાનને લૉન્ચ કરવા માટે પ્રેરિત થયાં છીએ. વાર્ષિક 9.75% ના નીચા દરે આ પ્લાન લૉન્ચ થવાથી અમે અમારા ક્લાયેન્ટ્સની ટ્રેડિંગની મહત્વકાંક્ષાઓને સંતોષવાની અમારી કટિબદ્ધતા પૂરી કરી રહ્યાં છીએ.’
કોટક સિક્યુરિટીઝ તેના ગ્રાહકોની વિશિષ્ટ પ્રકારની ટ્રેડિંગની જરૂરિયાતોને પૂરી કરવા માટે વિશિષ્ટ પ્રકારના પ્લાન રજૂ કરવા માટે નવીનીકરણ કરતી રહે છે. કંપની એ વાતને સમજે છે કે કોઈ એક પ્લાનથી દરેક યુઝરને લાભ થઈ શકે નહીં અને આથી જ તે કોટક નીયો પ્લેટફૉર્મ પર ટ્રેડિંગ કરી રહેલા તેના ગ્રાહકો માટે ટ્રેડ ફ્રી પ્લાન, ટ્રેડ ફ્રી યૂથ પ્લાન અને ટ્રેડ ફ્રી પ્રો પ્લાન જેવા વિવિધ પ્રકારના પ્લાન પૂરાં પાડે છે. ટ્રેડ ફ્રી પ્લાનને તમામ ઇન્ટ્રાડે ટ્રેડ્સ પર ઝીરો બ્રોકરેજની મહત્વની વિશેષતાની સાથે લૉન્ચ કરવામાં આવ્યો હતો, ટ્રેડ ફ્રી યૂથ પ્લાન 30 વર્ષથી નાની વયના લોકો માટે છે, જે તમામ સેગમેન્ટ્સમાં ઝીરો બ્રોકરેજની સુવિધા આપે છે અને હવે ટ્રેડ ફ્રી પ્રો પ્લાન ખાસ કરીને એમટીએફ યુઝર્સ માટે રજૂ કરવામાં આવ્યો છે, જેમને ખૂબ જ સ્પર્ધાત્મક દરે પ્રાપ્ત થતાં ફન્ડિંગનો લાભ મળશે, જે ઇન્ડસ્ટ્રીમાં સૌથી નીચા વ્યાજદરોમાંથી એક છે. ₹10,000 ના ફન્ડિંગ માટે યુઝરે પ્રતિ દિન ₹3 (વાર્ષિક 9.75%) થી પણ ઓછું વ્યાજ ચૂકવવાનું રહે છે.
રોકાણકારો અને ટ્રેડરોને ટ્રેડ એપીઆઈ, NEST ટર્મિનલ, ઇક્વિટી સ્ક્રીનર્સ, પેઑફ એનેલાઇઝર, ડેઇલી શોર્ટ-ટર્મ અને લોન્ગ-ટર્મ રીસર્ચની ભલામણો વગેરે જેવી અનેકવિધ સેવાઓ અને વિશેષતાઓને ફ્રીમાં ઍક્સેસ કરવાનો લાભ મળશે.
ટ્રેડ ફ્રી પ્રોની રચના ડિસ્કાઉન્ટ બ્રોકિંગ પ્રાઇસિંગના વધારાના ફાયદાની સાથે તેના સ્પર્ધાત્મક પે-લેટર વ્યાજદરો અને વિશેષતાઓની મદદથી રોકાણકારો અને ટ્રેડરોનું સશક્તિકરણ કરવા માટે કરવામાં આવી છે. વ્યક્તિએ ફક્ત https://www.kotaksecurities.com/pricing/trade-free-pro/ પર જઇને કોટક સિક્યુરિટીઝમાં ટ્રેડ ફ્રી પ્રો એકાઉન્ટ ખોલવાનું રહે છે.