
અમદાવાદ
અમદાવાદની પ્રીમિયર ગોલ્ફિંગ ટૂર્નામેન્ટ ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર 2024 (GGOY)ના પ્રથમ રાઉન્ડમાં 70 ગોલ્ફર્સે સાથે મળી રોમાંચક શરૂઆત કરી હતી.
11 રાઉંડની ટુર્નામેન્ટ નો રાઉંડ 1 ગુલમોહર ગ્રીન્સ: ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે 26,27 અને 28 જાન્યુઆરીએ એમપી ફાઈનાન્સિયલ-ગો ગોલ્ફ 2024ના ભાગ રૂપે રમાયો હતો. 70 ગોલ્ફરોને તેમની વિકલાંગતા અને વયના આધારે ચાર કેટેગરીમાં વહેંચવામાં આવ્યા હતા.
0-14 હેન્ડિકેપ કેટેગરીમાં 78 ગ્રોસ અને 38 પોઈન્ટ સાથે મિહિર શેઠ વિજેતા રહ્યા હતા. જ્યારે 89 ગ્રોસ અને 36 પોઈન્ટ સાથે વિશાલ દેસાઈ રનરઅપ રહ્યા હતા.
15-23 હેન્ડિકેપ કેટેગરીમાં નમિત શર્મા 92 ગ્રોસ અને 39 પોઈન્ટ સાથે વિજેતા અને હૈદર અલી 88 ગ્રોસ અને 36 પોઈન્ટ સાથે રનરઅપ રહ્યા હતા.
24-36 હેન્ડિકેપ કેટેગરીમાં વિજેતા સચિન મેહતાએ 106 ગ્રોસ અને 36 પોઈન્ટ બનાવ્યા હતા. જ્યારે રનરઅપ રાહુલ રાજગોપાલના નામે 100 ગ્રોસ અને 35 પોઈન્ટ્સ થયા હતા.
આ ટૂર્નામેન્ટમાં ત્રણ વિજેતાને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે 3000 રિવોર્ડ પોઈન્ટ જ્યારે રનરઅપને 1800 પોઈન્ટથી બિરદાવવામાં આવ્યા હતા. આ સાથે ભાગ લેનારા કુલ 30 પ્રતિસ્પર્ધીઓને રિવોર્ડ પોઈન્ટ મેળવ્યા હતા.
જુનિયર કેટેગરીમાં 80 ગ્રોસ અને 36 પોઈન્ટ સાથે વિજેતા તેજસ દેસવાલે 1500 રિવોર્ડ પોઈન્ટ જીત્યા હતા. જ્યારે 102 ગ્રોસ અને 34 પોઈન્ટ સાથે રનરઅપ જુહી મવાણીએ 1200 રિવોર્ડ પોઈન્ટ હાંસિલ કર્યા હતા.
મેઈન ટૂર્નામેન્ટ સાથે ત્રણ સ્કીલ કોમ્પિટિશન (કૌશલ્ય સ્પર્ધા) પણ યોજાઈ હતી. જેમાં 260 યાર્ડના શોર્ટ સાથે સૌથી લાંબી હૉલ # 1 ડ્રાઈવ વરૂણ સુદે જીતી હતી. સુરેશ પનવર હૉલ # 3 ડ્રાઈવમાં હૉલથી 10 ફૂટ દૂર બોલ લેન્ડ કરાવી વિજેતા રહ્યા હતા. નીલ દવે હૉલ # 9 ડ્રાઈવમાં હૉલથી 2.6 ફૂટ નજીક બોલ લેન્ડ કરાવી હૉલની સૌથી નજીક શોટ મારનાર બીજા વિજેતા રહ્યા હતા.