
અમદાવાદ
69મી અખિલ ભારતીય શાળાકીય રમતોની અન્ડર-14,17,19 પશ્ચિમ દસક્રોઈ તાલુકાની ભાઈઓ/બહેનોની ખો-ખો સ્પર્ધાનું આયોજન હીરામણિ શાળામાં કરવામાં આવ્યું હતું. આ ખો-ખો સ્પર્ધામાં 28 ટીમોએ ભાગ લીધો હતો. આ ખો-ખો સ્પર્ધામાં હીરામણિ સ્કૂલ (ગુજરાતી માધ્યમ) અન્ડર-17 અને અન્ડર-19ની ભાઈઓની ખો-ખોની ટીમ ચેમ્પિયન બની હીરામણિ શાળાનું ગૌરવ વધારેલ છે. આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.વરુણ અમીન, સી.ઈ.ઓ. ભગવત અમીન અનેઆચાર્યા ભારતીબેન મિશ્રાએ ખેલાડીઓ અને કોચને અભિનંદન આપ્યા હતાં.
