બસમાં મધ્યપ્રદેશના શિવપુરીના મુસાફરો સવાર હોવાનો દાવો
વારાણસી
વારાણસીથી અયોધ્યા ધામ જઇ રહેલી દર્શનાર્થીઓથી ભરેલી એક બસ ત્રિલોચન મહાદેવ નજીક ભવનાથપુર ગામ નજીક બેકાબૂ થઈ જતાં ખાડામાં પલટી ગઇ હતી. આ દુર્ઘટના રવિવારે રાતે લગભગ એક વાગ્યે સર્જાઈ હતી.
માહિતી અનુસાર આ બસ વારાણસીથી ઉપડી હતી અને તેમાં 66 મુસાફરો સવાર હતા. જેમાંથી 32 લોકો ઘવાયા હતા. બસમાં મધ્યપ્રદેશના શિવપુરીના મુસાફરો સવાર હોવાનો દાવો કરાયો છે. દુર્ઘટનામાં પાંચ લોકોની હાલત ગંભીર જણાવાઇ રહી છે જેમને બીએચયુ ટ્રોમા સેન્ટર ખાતે રિફર કરાયા હતા. બાકી અન્ય ઘાયલોને જોનપુરની જિલ્લા હોસ્પિટલમાં ખસેડાયા હતા.