આગ એટલી ભયાવહ હતી કે દૂર દૂરથી આગની જ્વાળાઓ અને ધૂમાડો દેખાઈ રહ્યો હતો
નવી દિલ્હી
દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં ભીષણ આગની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આગમાં આશરે 130 જેટલાં ઝુંપડા લપેટાઈ ગયા હતા. દિલ્હી ફાયરબ્રિગેડના જણાવ્યાનુસાર આ ઘટના રાતે આશરે 10 વાગ્યે બની હતી. ઘટના સામે આવ્યા બાદ ફાયરબ્રિગેડની ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આગ ભીષણ હોવાને લીધે 130 ઝુંપડા સળગી જતાં સેંકડો લોકો બેઘર થઇ ગયા હતા.
તાજેતરમાં અલીપુર માર્કેટમાં પણ એક પેઈન્ટ ફેક્ટરીમાં આ જ રીતે ભીષણ આગની ઘટના બની હતી જેમાં સાંકળા વિસ્તારને કારણે મજૂરોને જીવ બચાવવાનો મોકો પણ ન મળ્યો અને મૃતકોનો આંકડો 11ને આંબી ગયો હતો. આગ એટલી ભયાવહ હતી કે દૂર દૂરથી આગની જ્વાળાઓ અને ધૂમાડો દેખાઈ રહ્યો હતો.