અમેરિકાના હવામાન વિભાગે આ વિસ્તારમાં વાવાઝોડુ ફૂંકાશે તેવી આગાહી કરી હતી પણ તેના આકાર અને હવાની ગતિ પર કોઈ જાણકારી આપી નહોતી, 50000 ઘરોમાં વીજળી ગુલ
વોશિંગ્ટન
અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં પણ ભારતના બિપારજોય જેવુ તોફાની વાવાઝુડ તબાહી મચાવી ગયુ છે.
ગુરુવારે આવેલા આ તોફાનમાં ત્રણ લોકોના મોત થયા છે અને બીજા સેંકડો લોકો ઘાયલ થયા છે. અમેરિકાના હવામાન વિભાગે આ વિસ્તારમાં વાવાઝોડુ ફૂંકાશે તેવી આગાહી કરી હતી પણ તેના આકાર અને હવાની ગતિ પર કોઈ જાણકારી આપી નહોતી.
આ તોફાનમાં ત્રણ લોકોના મોત થયા છે. જેમાં એક વ્યક્તિનુ મોબાઈલ હોમ પાર્કમાં તોફાનના ટકરાવાથી મોત થયુ હતુ. ટેક્સાસ રાજ્યમાં આ વાવાઝોડાના કારણે 50000 ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. અમેરિકામાં સતત બીજા દિવસે તોફાન આવ્યુ હતુ. આ પહેલા બુધવારે સૂસવાટા મારતા પવનોના કારણે ઘણા મકાનોને નુકસાન થયુ હતુ અને સેંકડો વૃક્ષો પડી ગયા હતા.
તોફાન બાદ ફાયર બ્રિગેડની સેકંડો ટીમો રાહત કામગીરીમાં જોડાઈ હતી. કાટમાળમાં લોકો દબાયેલા છે કે નહીં તેની જાણકારી મેળવવાનુ ચાલુ છે અને આ તોફાનમાં ઈજાગ્રસ્તોનો આંકડો વધે તેવી શક્યતા છે.
હવાની ગતિ એટલી તેજ હતી કે, પાર્ક થયેલી કેટલીક કારો પણ દુર સુધી ફેંકાઈ ગઈ હતી.
અમેરિકાના વિવિધ રાજ્યોમાં ઉનાળાની સિઝન દરમિયાન આ પ્રકારના વાવાઝોડા આવતા હોય છે અને ભારે તબાહી મચાવતા હોય છે.