ગ્રીસના દરિયામાં બોટ પલટી જતાં 79 લોકોનં મોત

Spread the love

દુર્ઘટના બાદ ગ્રીસના કોસ્ટ ગાર્ડે બચાવ કામગીરી હાથ ધરીને 104 લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા


એથેન્સ
ગ્રીસના દરિયાકાંઠે સેંકડો પરપ્રાંતીયોને લઈ જતી એક બોટ પલટી જતાં ઓછામાં ઓછા 79 લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. આ દુર્ઘટના બાદ ગ્રીસના કોસ્ટ ગાર્ડે બચાવ કામગીરી હાથ ધરીને 104 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. સ્થાનિક મીડિયાના રિપોર્ટ્સ અનુસાર આ ઘટના ગઈકાલે બની હતી. બચાવાયેલા લોકોને કલામાતા શહેરમાં લઈ જવામાં આવ્યા છે.
હજૂ બે દિવસ પહેલા જ નાઈજીરિયામાં એક બોટ પલટી ગઈ હતી જેમા 100 લોકોના મોત થયા હતા ત્યારે આજે આવી જ એક ઘટના ગ્રીસમાં બની છે જેમા પ્રરપ્રાંતીયોને લઈને જઈ રહેલી એક બોટ મોડી રાત્રે દક્ષિણ પેલોપોનીસ પ્રદેશના લગભગ 75 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં ડૂબી જતા લગભગ 79 લોકોના મોત થયાના સમાચાર છે, જ્યારે ઘણા લોકો લાપતા થયા છે. દુર્ઘટનાની માહિતી મળતાં જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રેસ્ક્યુ ઓપરેશનમાં કોસ્ટ ગાર્ડના છ જહાજો, નેવીનું એક જહાજ, એક આર્મી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને એરફોર્સના એક હેલિકોપ્ટર સહિત ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે. કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે અંધારાને કારણે બચાવ કામગીરી અટકાવવી પડી હતી પરંતુ આજે વહેલી સવારે બચાવ કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી.
આ ઘટનામાં બચાવાયેલા પરપ્રાંતિયોને એમ્બ્યુલન્સ સેવા દ્વારા સારવાર માટે કેમ્પમાં મોકલવામાં આવ્યા છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં કુલ 104 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જેમાં 30 ઈજિપ્તના, 10 પાકિસ્તાનના, 35 સીરિયાના અને બે પેલેસ્ટાઈનનો સમાવેશ થાય છે. ગ્રીક કોસ્ટ ગાર્ડે કહ્યું કે હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ શકી નથી કે બોટમાં કેટલા મુસાફરો સવાર હતા અને કેટલા લોકો ગુમ છે. એવું માનવામાં આવે છે કે ઇટાલી જતી આ બોટ પૂર્વી લિબિયાના ટોબ્રુક વિસ્તારમાંથી નીકળી હતી.
ગ્રીસના મેયરે જણાવ્યું કે તમામ લોકોની ઉંમર 16-41 વર્ષની વચ્ચે છે. બોટમાં મહિલાઓ અને બાળકો પણ સવાર હતા. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે બોટ ડૂબવાની ઘટનાને ભયાનક ગણાવી છે. UNએ ટ્વીટ કર્યું છે કે પ્રારંભિક માહિતી અનુસાર બોટમાં અંદાજે 400 લોકો સવાર હતા.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *