2024માં કર્મચારીઓના પગારમાં 9.5 ટકાનો વધારો થવાની ધારણા

Spread the love

સર્વે મુજબ કર્મચારીઓને ફુગાવો બાદ કર્યા પછી 4.9 ટકા વધુ ઇન્ક્રીમેન્ટ મળશે, જે 2023ના 4.2 ટકા કરતાં ઘણું વધારે છે

નવી દિલ્હી

કર્મચારીઓને આ વર્ષે પગાર વધારા બાબતે નિરાશાનો સામનો કરવો પડી શકે છે. એયોન પીએલસીના એક રિપોર્ટ અનુસાર આ પગાર વધારો ગયા વર્ષ કરતા આ વર્ષે થોડો ઓછો મળશે. સર્વે મુજબ વર્ષ 2023માં 9.7 ટકાના વધારાની સરખામણીમાં આ વર્ષે  કર્મચારીઓના પગારમાં 9.5 ટકાનો વધારો થવાની ધારણા છે.

અન્ય કર્મચારીઓ કરતાં ટોચના કર્મચારીઓને 1.74 ગણું વધુ ઇન્ક્રીમેન્ટ મળવાનો દાવો કરવામાં આવ્યો છે. આ વર્ષે મોંઘવારી ઘટવાના કારણે તેમજ સરેરાશ પગાર વધારામાં ઘટાડો થયો હોવાથી કર્મચારીઓને વધુ પગાર મળવાની અપેક્ષાઓ છે. સર્વે મુજબ કર્મચારીઓને ફુગાવો બાદ કર્યા પછી 4.9 ટકા વધુ ઇન્ક્રીમેન્ટ મળશે. જે 2023ના 4.2 ટકા કરતાં ઘણું વધારે છે. તેમાં પણ કોવિડ બાદ ઇન્ક્રીમેન્ટના સંદર્ભમાં, નાણાકીય સંસ્થાઓ, એન્જિનિયરિંગ, ઓટોમોટિવ અને લાઈફ સાયન્સમાં સૌથી વધુ પગાર વધારો થવાની સંભાવના છે. જ્યારે રિટેલ, ટેક્નોલોજી, એડવાઇઝરી અને સર્વિસ સેક્ટરમાં સૌથી ઓછો પગાર વધારો અપેક્ષિત છે.

સર્વે અનુસાર, આ વર્ષે કર્મચારીઓને એનબીએફસીમાં સરેરાશ 11.1 ટકા, મેન્યુફેક્ચરિંગ કંપનીઓમાં 10.1 ટકા, લાઈફ સાયન્સ અને નાણાકીય સંસ્થાઓમાં 9.9 ટકા, ગ્લોબલ કેપિટલ સેન્ટર્સમાં 9.8 ટકા, ઈ-કોમર્સ અને 9.2 ટકાનો સરેરાશ પગાર વધારો મળી શકે છે. આઈટીસેવાઓ. 8.2 ટકા વધવાની શક્યતા છે. સર્વેમાં લગભગ 45 ઉદ્યોગોની 1414 કંપનીઓના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધારે પગાર વધારો ભારતમાં થઇ રહ્યો છે. 7.3 ટકા સાથે બાંગ્લાદેશમાં અને 6.5 ટકા સાથે ઈન્ડોનેશિયામાં પગાર વધારો થયો છે.

વૈશ્વિક મંદીની અસર કેટલાક ક્ષેત્રો પર પડી છે અને જેના કારણે કંપનીઓ છટણી કરી રહી છે. સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે એટ્રિશન રેટ 2022માં 21.4 ટકાથી ઘટીને 2023માં 18.7 ટકા થઈ ગયો છે. ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો નોકરીઓ અને પગાર વધારા પર પણ અસર આ સર્વેમાં સ્પષ્ટપણે જોવા મળશે. જેમાં નવી ટેક્નોલોજીના મામલે ભારત સૌથી આગળ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *