બ્લાસ્ટ કેસમાં આતંકી અબ્દુલ કરીમ ટૂંડા નિર્દોષ, અન્ય બેને આજીવન કેદ

Spread the love

30 વર્ષ બાદ સીબીઆઈ કોર્ટ દ્વારા કરાયેલા આરોપોને કોર્ટે સ્વીકાર્યા નથી અને આરોપીને નિર્દોષ જાહેર કર્યો

અજમેર

અજમેરની ટાડા કોર્ટે 1993ના શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આતંકવાદી અબ્દુલ કરીમ ટુંડાને નિર્દોષ જાહેર કર્યો છે. આ ઉપરાંત આ કેસમાં અન્ય બે આરોપી ઈરફાન અને હમીદુદ્દીન ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. હાલ ટુંડા અજમેરની જેલમાં બંધ છે.

અયોધ્યામાં બાબરી મસ્જિદના ધ્વંસ પછી, 1993માં કોટા, લખનઉ, કાનપુર, હૈદરાબાદ, સુરત અને મુંબઈની ટ્રેનોમાં શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ થયા હતા અને ટુંડા આ કેસોમાં આરોપી હતો. કોર્ટે શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં લગભગ 30 વર્ષ બાદ પોતાનો ચુકાદો આપ્યો છે. અજમેરની ટાડા કોર્ટના ન્યાયાધીશ મહાવીર પ્રસાદ ગુપ્તાએ અનેક સાક્ષીઓ, પુરાવાઓ અને વર્ષોની ચર્ચા પછી પોતાનો ચુકાદો આપતાં આતંકવાદી અબ્દુલ કરીમ ટુંડાને નિર્દોષ જાહેર કર્યો હતો. અબ્દુલ કરીમ ટુંડાના વકીલ શફકત સુલતાનીએ જણાવ્યું હતું કે સીબીઆઈ કોર્ટ દ્વારા કરાયેલા આરોપોને કોર્ટે સ્વીકાર્યા નથી અને આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે. આ ઉપરાંત આ કેસમાં અન્ય બે આરોપી ઈરફાન અને હમીમુદ્દીનને કોર્ટે દોષિત ઠેરવ્યા છે અને તેમને આજીવન કેદની સજા ફટકારી છે.

આ કેસમાં ટાડા કોર્ટે 2004ની 28 ફેબ્રુઆરીએ 16 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે ચાર આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા અને બાકીના આરોપીઓની સજા યથાવત રાખી હતી, જેઓ જયપુર જેલમાં બંધ છે. ટાડા કોર્ટના ન્યાયાધીશ મહાવીર પ્રસાદ ગુપ્તાએ અબ્દુલ કરીમ ટુંડા, હમીદુદ્દીન અને ઈરફાન અહેમદ વિરુદ્ધ પોતાનો ચુકાદો આપ્યો હતો. જેમાં અબ્દુલ કરીમ ટુંડાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. હમીદુદ્દીન અને ઈરફાન પર આંધ્રપ્રદેશ, યુપી, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના શહેરોમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનો આરોપ હતો, જ્યારે અબ્દુલ કરીમ ટુંડા પર માસ્ટરમાઈન્ડ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *