મોદીએ પાકિસ્તાનના વડાપ્રધા શાહબાઝ શરીફને શુભેચ્છા પાઠવી

Spread the love

વડા પ્રધાન મોદીએ ફરી એકવાર ભારત વતી પાકિસ્તાન સમક્ષ મિત્રતાનો હાથ લંબાવ્યો

ઇસ્લામાબાદ

પાકિસ્તાનમાં ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ શરીફ(પીએમએલ-એન) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના ગઠબંધન અંગે સહમતી બની હતી, જે બાદ શાહબાઝ શરીફ પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા છે. એવામાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શાહબાઝ શરીફને પાકિસ્તાનના વડા પ્રધાન બનવા બદલ શુભેચ્છા પાઠવી છે.
વડા પ્રધાન મોદીએ ફરી એકવાર ભારત વતી પાકિસ્તાન સમક્ષ મિત્રતાનો હાથ લંબાવ્યો છે, વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શાહબાઝને અભિનંદન પાઠવ્યા છે.

વડા પ્રધાન મોદીએ એક્સ પર લખ્યું કે, શાહબાઝ શરીફને પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શપથ લેવા બદલ અભિનંદન.
નોંધનીય છે કે, 72 વર્ષીય શાહબાઝ શરીફે સોમવારે પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેઓ વર્ષ 2022 પછી બીજી વખત દેશની કમાન સંભાળશે. નોંધનીય છે કે પાકિસ્તાન હાલ ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે, એવામાં શહેબાઝ શરીફ સામે મોટા પડકારો હશે. રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ રાષ્ટ્રપતિ ભવન આયવાન-એ-સદરખાતે આયોજિત સમારોહમાં શહેબાઝને પદના શપથ લેવડાવ્યા હતા.
અગાઉ સંસદ ભંગ થયા પહેલા શાહબાઝ શરીફે એપ્રિલ 2022 થી ઓગસ્ટ 2023 સુધી ગઠબંધન સરકારના વડા પ્રધાન તરીકે સેવા આપી હતી. હવે તાજેતરની ચૂંટણી પછી, પીએમએલ-એન અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) એ ગઠબંધન કર્યું. આ ગઠબંધન તરફથી શાહબાઝ શરીફનું નામ વડા પ્રધાન તરીકે નક્કી કરવામાં આવ્યું હતું.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *