ઘટનાને પગલે લોકોના ટોળાઓ એક્ઠા થયા હતા અને રોડ પર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા
અમદાવાદ
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી અકસ્માતની ઘટના વધુ બની રહી છે ત્યારે આજે અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માતની ઘટનાના સમાચાર મળી રહ્યા છે જેમાં પીરાણા સર્કલ પાસે ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે.
રાજ્યમાં ડમ્પરચાલક દ્વારા અવારનવાર અકસ્માત સર્જવાની ઘટના પ્રકાશિત થાય છે ત્યારે આજે શહેરમાં વધુ એક ઘટનાથી એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. સૂત્રો પાસેથી મળતા સમાચાર મુજબ શહેરના પીરાણા સર્કલ પાસે પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે એક બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું છે. ઘટનાને પગલે લોકોના ટોળાઓ એક્ઠા થયા હતા અને રોડ પર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા છે. હાલ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.
થોડા દિવસો પહેલા જ ધોળકા-ખેડા હાઈવે પર પુલેન સર્કલ નજીક એક પાર્ક કરેલા ડમ્પર સાથે અચાનક જ બોલેરો કારની ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બોલેરોમાં સવાર એક મહિલા અને એક બાળક સહિત 7 શ્રમિકોના મોત થયા હતા, જે પોતાના કામ અર્થે ધાનપુર જઈ રહ્યા હતા.જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જેમને અસારવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.તમામ મૃતકો મધ્યપ્રદેશના હોવાની માહિતી મળી હતી.