લાંચ માગનારા પાલનપુરના આરટીઓ ઈન્સ્પેક્ટર સહિત બે જબ્બે

Spread the love

વચેટિયાને નાણાં ચુકવ્યા પછી જ કામ થશે એમ કહી આર.ટી.ઓ ઇન્સ્પેક્ટરે ૧૧૭૦૦ની લાંચ માગી હતી

પાલનપુર

આરટીઓમાં વાહનોના નામ ફેરબદલી સહિતના કામ માટે લાંચ માગવાના કેસમાં એસીબીએ અંકિત કુમાર નરેન્દ્ર ભાઇ પંચાલ , આર.ટી.ઓ ઇન્સ્પેક્ટર , વર્ગ -૨ ,  આર.ટી.ઓ કચેરી , પાલનપુર અને એક વચેટિયા ભરત જીવાભાઇ પટેલને ૧૧૭૦૦/ રંગે હાથ ઝડપી લીધા છે.

બનાવની વિગત મુજબ આ કામ ના ફરીયાદી ઓટો એડવાઇઝર ની ઓફીસ માં કામ કરે છે , તેમના ક્લાયન્ટ વાહનો નાં નામ ફેરબદલી , તથા બોજા નાંખવા નાં કામે આર.ટી.ઓ કચેરી માં અવાર નવાર જતા હોય છે , આરોપી આર.ટી.ઓ ઇન્સ્પેક્ટર તેમને પોતાના વચેટીયાને ને ૧૧,૭૦૦/- કોઇ બીલ પેટે આપી દેવાનું કહેલ પરંતુ ફરીયાદી બીલ નાં નાણાં ચુકવતા ના હોઇ છેલ્લા ત્રણ દીવસ થી ફરીયાદીનું કામ અટકાવી રાખીખ્યું હતું , અને ફરીયાદી ૧૧૭૦૦/- વચેટીયા ને આપે પછી જ કામ કરશે તેમ જણાવેલ હતું . 

ફરીયાદી લાંચ નાં નાંણાં આપવા માંગતા ના હોઇ એસીબી નો સંપર્ક કરી ફરીયાદ આપતા , આજરોજ લાંચનું છટકું ગોઠવવા માં આવેલ અને છટકા દરમ્યાન આરોપી ભરતે ફરીયાદી સાથે હેતુલક્ષી વાત ચીત કરી લાંચ નાં નાણાં માંગી સ્વીકારી , આરોપી નરેન્દ્ર પંચાલની સાથે મોબાઇલ પર વાત કરી લાંચનાં નાણાં મળી ગયેલ હોવા અંગે જાણ કરી તેમની સંમતિ / સ્વીકૃતિ મેળીવી , જે દરમિયાન ટ્રેપીંગ ઓફીસર એસ.એન.બારોટ, પો.ઇન્સ. એ.સી.બી.

ફિલ્ડ ૩ ( ઇન્ટે.) અમદાવાદે ડી.બી.મહેતા , પો.ઇન્સ. એ.સી.બી. ફિલ્ડ ૩ ( ઇન્ટે.) અમદાવાદની મદદથી  અને સુપરવિઝન ઓફીસર એ. વી. પટેલ, મદદનીશ નિયામક, એ.સી.બી. ફિલ્ડ ૩ ( ઇન્ટે.) અમદાવાદે બન્ને આરોપી ઓ રંગેહાથ ઝડપી પાડ્યા હતા. 

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *