ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગ્સના 218ની સામે ભારતના એક વિકેટે 135 રન

Spread the love

કુલદીપ યાદવની પાંચ વિકેટ, અશ્વિનની ચાર વિકેટ, યશસ્વી અને રોહિતની અડધી સદી

ધર્મશાલા

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની અંતિમ મેચ ધર્મશાલામાં રમાઈ રહી છે. પ્રવાસી ટીમની પ્રથમ ઈનિંગ્સ 218 રમાં સમેટ્યા બાદ યજમાન ભારતે પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં એક વિકેટના ભોગે 135 રન બનાવી લીધા હતા. દિવસના અંતે રોહિત શર્મા 52 અને શુભમન ગિલ 26 રને રમતમાં હતા. આ મેચના પ્રથમ દિવસે ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલે કમાલ કરી હતી. જયસ્વાલે ભારતની પ્રથમ ઇનિંગ દરમિયાન 58 બોલમાં 57 રન બનાવ્યા હતા. તેણે આ ઇનિંગમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન યશસ્વીએ કેટલાંક મોટા રેકોર્ડ બનાવ્યા હતા. યશસ્વી ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટર બની ગયો છે. યશસ્વીએ વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. વિરાટે વર્ષ 2016ની સીરિઝમાં 655 રન બનાવ્યા હતા.

યશસ્વી જયસ્વાલે ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 1000 રન પણ પૂરા કર્યા છે. યશસ્વી સૌથી ઝડપી 1000 ટેસ્ટ રન પૂરા કરનાર ભારતીય ઓપનર બની ગયો છે. યશસ્વીએ તેની 16મી ટેસ્ટ ઇનિંગ્સમાં તેના 1000 રન પૂરા કર્યા છે. યશસ્વી એકંદરે સૌથી ઝડપી 1000 ટેસ્ટ રન બનાવનાર બીજો ભારતીય છે. વિનોદ કાંબલીએ 14 ઇનિંગ્સમાં હજાર ટેસ્ટ રન પૂરા કર્યા હતા.

ભારત તરફથી સૌથી ઝડપી 1000 ટેસ્ટ રન બનાવનાર બેટર (ઈનિંગ્સ મુજબ)

14- વિનોદ કાંબલી

16- યશસ્વી જયસ્વાલ

18- ચેતેશ્વર પુજારા

19- મયંક અગ્રવાલ

21- સુનીલ ગાવસ્કર

ભારત માટે 1000 ટેસ્ટ રન બનાવવા સુધી સર્વોચ્ચ બેટિંગ એવરેજ

83.33 – વિનોદ કાંબલી

71.43- ચેતેશ્વર પુજારા

71.43- યશસ્વી જયસ્વાલ

62.5- સુનીલ ગાવસ્કર

55.56- મયંક અગ્રવાલ

ટેસ્ટમાં સૌથી ઓછી ઉમરે 1000 રન બનાવનાર ભારતીય બેટર

19 વર્ષ, 217 દિવસ- સચિન તેંડુલકર

21 વર્ષ, 27 દિવસ- કપિલ દેવ

21 વર્ષ, 197 દિવસ- રવિ શાસ્ત્રી

22 વર્ષ 70 દિવસ- યશસ્વી જયસ્વાલ

22 વર્ષ, 293 દિવસ- દિલીપ વેંગસરકર

સૌથી ઓછા દિવસમાં 1000 ટેસ્ટ રન

166- માઈકલ હસી

185- એડન માર્કરમ

207- એડમ વોગ્સ

227-એન્ડ્ર્યુ સ્ટ્રોસ 

239- યશસ્વી જયસ્વાલ

244- હર્બર્ટ સટક્લિફ

સૌથી ઓછી મેચોમાં 1000 ટેસ્ટ રન

7- ડોન બ્રેડમેન

9- એવર્ટન વીક્સ

9- હર્બર્ટ સટક્લિફ

9- જ્યોર્જ હેડલી

9- યશસ્વી જયસ્વાલ

કોઈપણ એક ટીમ સામે ટેસ્ટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ભારતીય બેટર 

યશસ્વી જસવાલ – 26 – ઈંગ્લેન્ડ

સચિન તેંડુલકર – 25 – ઓસ્ટ્રેલિયા

રોહિત શર્મા – 22 – સાઉથ આફ્રિકા

ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ રન

ગ્રેહામ ગૂચ (1990) – 3 મેચ, 752 રન, 3 સદી

જો રૂટ (2021-22) – 5 મેચ, 737 રન, 4 સદી

યશસ્વી જયસ્વાલ (2024) – 5* મેચ, 712* રન, 2 સદી

વિરાટ કોહલી (2016) – 5 મેચ, 655 રન, 2 સદી

માઈકલ વોન (2002) – 4 મેચ, 615 રન, 3 સદી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *