અમદાવાદ
એસ ટેનિસ એકેડમી ખાતે સ્પોટર્સ ઓથોરિટી ઓફ ગુજરાત (એસએજી) તથા ગુજરાત સ્ટેટ ટેનિસ એસોસિએશન (જીએસટીએ)ના સહયોગથી 15K આઈટીએફ વિમેન્સ ટેનિસ ટૂર્નામેન્ટનાં ક્વોલિફાઈંગ મુકાબલાઓની શરૂઆત થઈ છે. શેફાલી અરોરાએ વાઈલ્ડ કાર્ડ ખેલાડી દુર્ગાશી કુમાર સામે 4-6, 7-6 (5) (10-4)થી રોમાંચક વિજય મેળવ્યો હતો. દિવ્યા ભારદ્વાજે જીજ્ઞાસા નરસિયાનીને 6-3,6-4થી હરાવી હતી. વિધિ જાનીએ કાવ્યા ખીરવાર સામે 7-5, 5-7 (10-7)થી વિજય હાંસલ કર્યો હતો. કેનેડાની સેલિન અને ભારતીય ભૌમિકા ત્રિપાઠી સહિત કેટલાક ખેલાડઓને પ્રથમ રાઉન્ડમાં બાય મળ્યા હત. રિયા સચદેવા, અનુષ્કા ભોલા, સૌમ્યા સેન્ડે, મૃદુલા પલાનિવેલ સહિતની ખેલાડીઓએ પણ પ્રથમ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં વિજય હાંસલ કર્યો હતો.