ભાવનગરમાં 5થી 12 જાન્યુઆરી દરમિયાન 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ સ્પર્ધા યોજાશે

Spread the love

ગુજરાત સહિતની પુરુષોની 31 અને મહિલાઓની 28 ટીમો ટાઈટલ માટે લિગ કમ નોકઆઉટના આધારે સ્પર્ધા કરશે

કુલ 20 લાખની ઈનામી રકમવાળી સ્પર્ધાના વિજેતાને પાંચ, રનર્સઅપને ત્રણ લાખ રુપિયા મળશે

અમદાવાદ

ભાવનગર ખાતે 5થી 12 જાન્યુઆરી 2025 દરમિયાન ગુજરાત બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા 74મી સિનિયર નેસનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશીપમાં દેશભરમાંતી પુરુષોની 31 અને મહિલાઓની 28 ટીમો લિગ કમ નાઉટના આધારે ટાઈટલ માટેનો જંગ લડશે. સ્પર્ધા સ્પોટર્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સિદરસર, ભાવનગર ખાતેના સ્પોટર્સ કોમ્પલેક્સમાં એક ઈનડોર અને ત્રણ આઉટડોર બાસ્કેટબોલ કોર્ટસમાં યોજાશે. બોસ્કેટબોલની આ સૌથી મોટી સ્પર્ધા છે.

આ અંગે વિગતવાર માહિતી આપતા જીએસબીએના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ગત વર્ષના રેન્કિંગના અનુસાર ટોચની 10 ટીમોને બે ગ્રુપ એ અને બીમાં રાખવામાં આવી છે જ્યારે બાકીની ટીમોને સી,ડી, ઈ અને એફ ગ્રુપમાં રાખવામાં આવી છે. ગ્રુપ એ અને બીની ચાર-ચાર ટીમો નોકઆઉટ તબક્કા માટે ક્વોલિફાય થશે જ્યારે નીચલા ગ્રુપની ટોચની બે ટીમો નોકઆઉટમાં રમશે. કુલ દસ ટીમો નોકઆઉટમાં ટકરાશે. આઠ દિવસની સ્પર્ધામાં  કુલ 170 મેચો રમાશે.

કુલ 20 લાખની ઈનામી રકમ વાળી સ્પર્ધામાં વિજેતા ટીમને પાંચ-પાંચ, બીજા નંબરની ટીમને ત્રણ અને ત્રીજા ક્રમની ટીમને બે લાખના પુરસ્કાર ઉપરાંત પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટને કાર આપવામાં આવશે,, એમ જીએસબીએના માનદ સેક્રેટરી શફીક શેખે સ્પર્ધાની માહિતી આપતા જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગત વર્ષે પુરુષામાં તામિલનાડુ ચેમ્પિયન અને રેલવે રનર્સઅપ હતી જ્યારે મહિલા વિભાગમાં રેલવે ચેમ્પિયન અને કેરેલા રનર્સઅપ હતી. આ સ્પર્ધામાં ગુજરાતની પુરુષ ટીમ ઉપલા ગ્રુપમાં 10માં ક્રમે છે જ્યારે મહિલા ટીમ નીચલા ગ્રુપમાં 14માં ક્રમે છે. આ સ્પર્ધા ટીમો માટે પ્રતિષ્ઠાનો જંગ છે તો વળી ખેલાડીઓ માટે પણ રાષ્ટ્રીય ટીમમાં પસંદગી માટે મહત્વની છે. ગુજરાતને આ સ્પર્ધામાં ખુબજ સારા દેખાવની આશા છે. જોકે તેણે તેના ગ્રુપમાં કેટલાક મજબૂત પડકારનો સામનો કરવો પડી શકે છે.

સ્પર્ધામાં અર્જુન એવોર્ડ વિજેતા ખેલાડી વિશેશ ભ્રુગુવંશી, એમજ્યાતસિંહ, મોઈન બેગ, અરવિંદ, પ્રિન્સપાલસિંહ અને બીજી અનેક પ્રવર્તમાન આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ એક્શનમાં જોવા મળશે. ગુજરાતની પુરુષોની ટીમ ધ્યાનચંદ એવોર્ડ વિજેતા કોચ રામકુમાર ગેહલાવતના માર્ગદર્શનમાં સ્પર્ધામાં ઊતરશે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *