~આશરે 80+ વધુ મહેમાનો અને તેમના પરિવારોએ અસંખ્ય રમતો
અને મહેમાનોના પર્ફોમન્સનો સમાવેશ કરતી ઘટનામાં હાજરી આપી હતી ~
વાઘોડીયા
કીડની સંભાળ ક્ષેત્રે નિષ્ણાત અગ્રણી નેફ્રોપ્લસએ વિશ્વ કીડની દિવસ નિમિત્તે એક યાદગાર ઉજવણીની ઘોષણા કરતા આનંદ અનુભવે છે. આ ઇવેન્ટ વાઘોડીયા ક્લિનીકમાં યોજાઇ હતી જેમાં પ્રેરણા, જાગૃત્તિ અને મનોરંજનથી ભરપૂર ઇવેન્ટનું આયોજન કર્યુ હતું, જેમાં 80થી વધુ મહેમાનોએ હાજરી આપી હતી.
ઇવેન્ટના અનેક મુખ્ય આકર્ષણોમાંથી એક આકર્ષણ એ હતું કે 21 વર્ષીય અસહ્ય સ્થિતિ ધરાવનાર યુવતી દ્વારા નોંધપાત્ર સંબોધન કરવામાં આવ્યુ હતું. આ યુવતી ડાયાલિસીસ લેતી હોવા છતાં આશાવાદ અને મક્કમતા દર્શાવી છે. તેણીની ખુમારીવાળી યાત્રા અને ઉદાહરણરૂપ વર્તણૂંકે તમામ મહેમાનોને પ્રેરણા આપી હતી, તેમજ કીડની સંબંધિત અંતરાયોની સ્થિતિમાં પણ મક્કમ મનોબળ રાખી શકાય છે તેવું દર્શાવ્યું હતુ.
આ ઉજવણીનો હેતુ સમુદાય અને મજબૂતાઇની સમજ ઊભી કરવાનો તેમજ જાગૃત્તિ ઊભી કરવાનો હતો. આ આ ઈવેન્ટમાં મહેમાનોને વિવિધ પ્રકારના પર્ફોમન્સ દર્શાવવામાં આવ્યા હતા. તેમાં ઊંડી લાગણી દર્શાવતુ ગાયન, વ્યસ્ત રાખતી પ્રવૃત્તિઓ અને એવી વ્યક્તિઓની સ્પર્શતી વાર્તાઓ જેમણે ડાયાલિસીસની શરૂઆતથી આજના દિવસ સુધી પોતાનો માર્ગ પસંદ કર્યો છે વગેરેનો સમાવેશ થાય છે. આ વ્યક્તિગત અનુભવોએ કીડની હેલ્થ કોમ્યુનિટીની શક્તિ અને સ્થિતિસ્થાપકતા પર ભાર મુક્યો હતો.
આ ઇવેન્ટમાં માનવંતા મહેમાનોના પ્રેરણા આપતા સંબોધનો તેમજ અમારા વરિષ્ઠ નેફ્રોલોજીસ્ટ દ્વારા વિગતવાર સતર્કતા ચર્ચાને પણ આવરી લેવામાં આવી હતી. તેમણે દરેક માટે કીડનીના સ્વાસ્થયની અગત્યતા પર ભાર મુક્યો હતો. આ કાર્યક્રમમાં મહેમાનોને જાણકારી સાથે તેમની કીડનીના સ્વાસ્થ્યને રક્ષવા માટેના સક્રિય માર્ગોને પ્રોત્સાહન આપવાનો પણ હેતુ સેવવામાં આવ્યો હતો.
આ ઇવેન્ટને આકાર આપવા બદલ નેફ્રોપ્લસના સહસ્થાપક કમલ ડી શાહનું મુખ્ય મહેમાન તરીકે સન્માન કરવામાં આવ્યુ હતું, તેમણે જણાવ્યું હતુ કે “નેફ્રોપ્લસ કીડની સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે અને કીડની સંબંધિત પડકારોનો સામનો કરતી વ્યક્તિઓને વ્યાપક સંભાળ પૂરી પાડે છે. અમે તમામ ભાગ લેનારાઓ, સ્પોન્સર્સ અને સમર્થકો કે જેમણે આ વિશ્વ કીડની દિનની ઉજવણીને સુંદર સફળતા અપાવી છે તેમના માટે આભાર વ્યક્ત કરીએ છીએ’’