પાક.નો અરશદ નદીમ આઠ વર્ષથી એક જ ભાલાનો ઉપયોગ કરે છે

Spread the love

નદીમની વાત સાંભળીને નિરજ ચોપરા નિરાશ, નદીમની પ્રતિષ્ઠા જોતાં, આ કોઈ મોટો મુદ્દો ન હોવો જોઈએ એવો ચેમ્પિન ખેલાડીનો અભિપ્રાય

નવી દિલ્હી

ભારતના નીરજ ચોપરા અને પાકિસ્તાનના અરશદ નદીમ જેવલીન સુપરસ્ટાર છે. બંને એથ્લેટ આગામી આઉટડોર સીઝન માટે તૈયારી કરી રહ્યા છે. નીરજ ચોપરા હાલમાં તુર્કીમાં ટ્રેનિંગ લઈ રહ્યો છે, જ્યારે 27 વર્ષીય નદીમ એક મોટા પડકારનો સામનો કરી રહ્યો છે. નદીમે તાજેતરમાં કહ્યું હતું કે તે ઘણા વર્ષોથી ઇન્ટરનેશનલ લેવલના ભાલા મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. તેણે જણાવ્યું કે તે છેલ્લા 7-8 વર્ષથી એક જ જેવેલીનનો ઉપયોગ કરી રહ્યો છે. વિશ્વ અને વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા આ સાંભળીને ખૂબ જ નિરાશ છે.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એસએઆઈ)ના નિવેદન અનુસાર ગયા વર્ષે બુડાપેસ્ટમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં નીરજ ચોપરાએ નદીમ સાથે ભાગ લીધો હતો. જેમાં તે નીરજ ચોપરા બાદ બીજા સ્થાને રહ્યો હતો. જયારે હાલ નદીમને ભાલા માટે સંઘર્ષ કરતો જોઇને નીરજ ચોપરાએ કહ્યું, ‘આ માનવું મુશ્કેલ છે કે તે નવું જેવલીન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. તેમની પ્રતિષ્ઠા જોતાં, આ કોઈ મોટો મુદ્દો ન હોવો જોઈએ.”

અરશદ નદીમ વિશે ઘણા રિપોર્ટ સામે આવ્યા છે. તેણે મીડિયાને કહ્યું, “હાલ એવી સ્થિતિ છે કે મારું જેવલીન તૂટી ગયું છે. મેં નેશનલ ફેડરેશન અને મારા કોચને પેરિસ ઓલિમ્પિક પહેલા તેના વિશે કંઈક કરવા કહ્યું છે.

આ બાબતે નીરજ ચોપરાએ કહ્યું હતું કે, “મેં વર્ષ 2015માં આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરુ કર્યું ત્યારે મને આ જેવલીન મળ્યું હતું… ઓલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતવાનું લક્ષ્ય રાખતા આંતરરાષ્ટ્રીય એથ્લેટ માટે યોગ્ય સાધનો અને તાલીમ સુવિધાઓ જરૂરી છે.

નીરજ ચોપરાની સમગ્ર તાલીમ અને આંતરરાષ્ટ્રીય પ્રવાસોને ભારતીય રમત મંત્રાલયની ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ (ટીઓપીએસ) દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. તેનું માનવું છે કે નદીમ પાકિસ્તાનનું ગૌરવ છે અને તેને સમર્થન મળવું જોઈએ. 90.18 મીટરના થ્રો સાથે, અરશદ નદીમે બર્મિંગહામમાં 2022 કોમનવેલ્થ ગેમ્સમાં પોડિયમના ટોપ પર રહેતાની આ સાથે જ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ માટે પાકિસ્તાનની 60 વર્ષની રાહનો અંત આવ્યો.

નીરજ ચોપરાએ કહ્યું, ‘એવું ન હોઈ શકે કે અરશદ પાસે જેવેલીન ખરીદવાનું સાધન ન હોય. તે ચેમ્પિયન છે અને કેટલીક બ્રાન્ડ્સ તેને સપોર્ટ કરતી હશે. મને લાગે છે કે તેણે થોડા પૈસા પણ કમાવ્યા છે, પરંતુ તેમની સરકાર તેમની જરૂરિયાતો વિષે સમજીને તેમને ટેકો આપી શકે છે, જેમ કે મારી સરકાર મને ટેકો આપી રહી છે. જો બધું બરાબર રહ્યું તો આગામી પેરિસ ઓલિમ્પિકમાં ભાલાની સ્પર્ધામાં મજબૂત એશિયન સ્પર્ધા જોવા મળી શકે છે. ભારત તરફથી નીરજ ચોપરા અને કિશોર જેના ભાગ લઈ રહ્યા છે, જ્યારે પાકિસ્તાનને નદીમ પાસેથી આશા છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *