એચ-1બી વીઝાના લાભાર્થીઓ માટે યુએસ લોટરી શરૂ કરાશે

Spread the love

એચ-1બી વીઝાની માંગ સૌથી વધુ હોઈ અમેરિકી એજન્સી લોટરી સિસ્ટમનો ઉપયોગ કરે છે, રજિસ્ટ્રેશન બંધ હતું

વોશિંગ્ટન

અમેરિકાની સરકાર ટૂંક સમયમાં એચ-1બી વીઝાના લાભાર્થીઓ માટે લોટરીનો પહેલો રાઉન્ડ શરૂ કરવા જઈ રહી છે. અમેરિકી નાગરિકતા અને ઇમિગ્રેશન સેવાઓ (યુએસસીઆઈએસ) એચ-1બી વીઝા માટે પહેલા જમા કરવામાં આવેલા ઈલેક્ટ્રોનિક અરજીમાંથી લોટરીની માધ્યમથી અરજીને પસંદ કરવામાં આવશે.

એચ-1બી વીઝાના રજિસ્ટ્રેશન તાજેતરમાં જ બંધ થઈ ગયા છે. નાણા વર્ષ 2025 માટે એચ-1બી વીઝાના શરૂઆતી રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ 22 માર્ચ હતી. જોકે બાદમાં આને વધારીને 25 માર્ચ કરી દેવામાં આવ્યા હતા. યુએસસીઆઈએસએ જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં લોટરીની તારીખનું એલાન કરવામાં આવશે. એચ-1બી વીઝાની માંગ સૌથી વધુ છે, તેથી અમેરિકી એજન્સી લોટરી સિસ્ટમનો ઉપયોગ કરે છે.

અમેરિકા દર વર્ષે 85 હજાર લોકોને એચ-1બી વીઝા જારી કરે છે. જેમાંથી 20 હજાર વીઝા તે લોકોને આપવામાં આવે છે, જે અમેરિકાની કોઈ યુનિવર્સિટીથી ડિગ્રી પ્રાપ્ત કરે છે. બાકીના 65 હજાર વીઝા લોટરી સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે.

યુએસસીઆઈએસ અનુસાર રજિસ્ટ્રેશન પૂરુ થયા બાદ જેનું સિલેક્શન થશે, તેમને 31 માર્ચ સુધી માયયુએસસીઆઈએસ ઓનલાઈન એકાઉન્ટ પર તેની જાણકારી આપવામાં આવશે. જે બાદ 1 એપ્રિલથી એચ-બી કેપ પિટીશન માટે ઓનલાઈન ફોર્મ જમા કરવામાં આવશે જ્યારે એચ-1બી નોન-કેપની પિટીશનની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. 

યુએસસીઆઈએસએ જણાવ્યુ કે બિન-પ્રવાસી વર્કર માટે એપ્લીકેશન ફોર્મ I-129 અને પ્રીમિયમ સેવા માટે એપ્લીકેશન ફોર્મ I-907 ઓનલાઈન ઉપલબ્ધ છે. 

પહેલી એપ્રિલથી નાણાકીય વર્ષ 2025 માટે વીઝા એપ્લીકેશન લેવામાં આવશે. વર્ષો બાદ અમેરિકી સરકારે વીઝા ફી માં વધારો પણ કરી દીધો છે. વીઝા ફી ને 10 ડોલરથી વધારીને 110 ડોલર કરી દેવાઈ છે. એચ-1બી વીઝા માટે પણ રજિસ્ટ્રેશન ફી 10 ડોલરથી વધારીને 215 ડોલર થઈ ગઈ છે.

એચ-1બી વીઝા બિન-ઇમિગ્રન્ટ વીઝા છે. આ અમેરિકી કંપનીઓને વિદેશી વર્કરોને નિમણૂક કરવાની મંજૂરી આપે છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ અમેરિકી કંપનીમાં નોકરી કરે છે તો તેને એચ-1બી વીઝા જારી કરવામાં આવે છે. શરૂઆતમાં આ 3 વર્ષ માટે વેલિડ હોય છે, જેને વધારીને 6 વર્ષ સુધી કરવામાં આવી શકે છે.

એચ-1બી વીઝાના સૌથી મોટા લાભાર્થી ભારતીય છે. આંકડા અનુસાર અમેરિકા દર વર્ષે જેટલા લોકોને એચ-1બી વીઝા જારી કરે છે. તેમાંથી 70 ટકાથી વધુ ભારતીયોને મળે છે. 

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *