અમદાવાદમાં મ્યુઝિક સ્કેવર, સિમ્ફની સ્ટોરી સ્ટોરનો પ્રારંભ

અમદાવાદ
ભારતમાં સંગીતના સાધનો અંગે જાગૃતી માટે જાપાનની ઓટોમોબાલ અને મ્યુઝિક કંપની પ્રતિબધ્ધ છે અને તેના માટે તે ભારતમાં તેના 25 મ્યુઝિક સ્કવેર સ્ટોર્સ અને 100થી વધુ સર્વિસ સેન્ટર્સ દ્વારા લોકોમાં સંગીતના સાધનોને લઈને ઊભી થતી મુંઝવણનો દૂર કરવાનું અને આવા સાધનોનો પ્રસાર-પ્રચાર કરવાનું અભિયાન હાથ ધર્યું છે જેના ભાગ રૂપે કંપની દ્વારા ગુજરાતમાં અમદાવાદ ખાતે તેનું પ્રથમ મ્યુઝિક સ્ક્વેર, સીમ્ફનીઝ સ્ટોરીના નામથી શરૂ કર્યું છે. મ્યુઝીક સ્કેવર, સીમ્ફનીઝ સ્ટોરીની રજૂઆત થકી યામાહાનો ઉદ્દેશ રાજ્યના તમામ સંગીતના જાણકારો માટે સ્ટુડિયો સુવિધા અને સાધનો ઉપલબ્ધ કરાવવાનો છે. આ પહેલ દ્વારા રાજ્યના કેટલાક સુપ્રસિદ્ધ સંગીત પ્રશિક્ષકોના માર્ગદર્શન હેઠળ દેશના યુવાનોને શ્રેષ્ઠ ગુણવત્તાસભર સંગીતની તાલિમ સુલભ્ય બનાવવાનો છે.
હાલમાં, યામાહાના ભારતભરમાં 24 સ્ટોર છે ગુજરાતના અમદાવાદ ખાતેના મ્યુઝીક સ્ક્વેર, સીમ્ફનીઝ સ્ટોરી સ્ટોર સાથે કુલ સ્ટોરની સંખ્યા 25 થશે જે તેમના વિસ્તરણને વેગ આપશે.કંપની ભવિષ્યમાં સુરત, ઉદયપુર અને રાજકોટમાં પણ વિસ્તરણનું આયોજન કરી રહી છે. આનું અલગ ફિચર જ સ્ટુડિયોને અન્ય મ્યુઝીક સંસ્થાઓથી અલગ કરે છે, તે છે સંગીત ઉત્સાહીઓ માટે, દરેક સંગીત સાધનોના લાઈવ ડેમોનો પણ વિકલ્પ.
ભારતમાં આપણી પાસે રહેલી પ્રતિભાને આગળ વધારવાની મર્યાદા છે, તો આવી જ પ્રતિભાને ઓળખીને યામાહા આ પહેલને વિસ્તારવાનું વચન આપે છે. કંપનીનો ઉદ્દેશ વ્યૂહાત્મક રીતે ધ્યાન કેન્દ્રિત કરવાનો અને વધુ માળખાકિય સુવિધાઓ અને પ્રોજેક્ટ્સ સ્થાપવાનો છે, જેથી કરીને તે લોકોને કાર્યક્ષમ રીતે સુવિધા પૂરી પાડી શકે અને રાજ્યમાં આ ક્ષેત્રનો વિકાસ કરી શકે.
રેહાન સિદ્દકી સાન (ડેપ્યુટી જનરલ મેનેજર), યામાહા આ બાબતે કહ્યું કે, “આ વિકાસનો ઉદ્દેશ ભારતની યુવા પ્રતિભાને અપગ્રેડ કરવાનો અને પ્રાંતમાં શ્રેષ્ઠ ગુણવત્તા ધરાવતા ઇન્સ્ટ્રુમેન્ટ્સ પૂરા પાડવાનો છે. યામાહા ખાતે, અમે ટેકનોલોજી અને ગુણવત્તા પ્રત્યે શ્રેષ્ઠતા આપવા માટે પ્રતિબદ્ધ છે, આ પહેલ એ સંગીતના વિદ્યાર્થોને એક પ્લેટફોર્મ પુરું પાડશે, જેનાથી તેમના કૌશલ્યમાં સુધારો થશે અને તેઓ ઓડિયોની દુનિયામાં વૈશ્વિક સ્તરની તાલિમ મેળવી શકશે. સંગીતના સાધનોનો ભારતમાં ટર્નઓવર અંગે જણાવાયું હતું કે ભારતમાં જ નહીં વિશ્વમાં સંગીતના સાધનોનો વ્યવસાય ખૂબજ ઓછો છે તેથી તેનું ચોક્કસ ટર્નઓવર કહેવું મુશ્કેલ છે.
સિમ્ફનીસ સ્ટોરી દ્વારા પ્રથમ 30 દિવસ સુધી એક લકી ડ્રો પણ યોજવામાં આવશે, જ્યાં એક નસીબદાર વિજેતાને એક કરાઓકે સિસ્ટમ ફ્રીમાં મળશે.