વડોદરા વોરિયર્સને પેનલ્ટી શૂટ આઉટમાં 5-4થી હરાવીને ગુજરાત સુપર લીગમાં કર્ણાવતી નાઇટ્સ ચેમ્પિયન

Spread the love

અમદાવાદ 

ગુજરાત સુપર લીગ, રાજ્યની પ્રથમ ફ્રેન્ચાઇઝી આધારીત સ્પોર્ટિંગ ટુર્નામેન્ટ કર્ણાવતી નાઇટ્સ ટીમની શાનદાર જીત સાથે ટ્રોફી પર કબજો જમાવ્યો હતો.

અમદાવાદના EKA એરેના ખાતે રવિવારે સાંજે રમાયેલી ફાઇનલ મેચમાં કર્ણાવતી નાઇટ્સ અને  વડોદરા વોરિયર્સ એ ૧-૧ ના સ્કોરલાઇન સાથે સારું પ્રદર્શન કર્યું હતું. જે પેનલ્ટી રાઉન્ડમાં પરિણમી હતી. જેમાં ૫-૪ સ્કોરની સાથે કર્ણાવતી નાઇટ્સ વિજેતા રહી હતી.

ગુજરાત સુપર લીગની રોમાંચક ફાઇનલ મેચમાં મિઝોરમના મંત્રી લાલનહિંગ્લોવા હમાર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા છ ટીમો વચ્ચે ગુજરાત સુપર લીગ યોજવામાં આવી હતી. લીગની અન્ય ટીમોમાં અમદાવાદ એવેન્જર્સ, સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ, ગાંધીનગર જાયન્ટ્સ અને સુરત સ્ટ્રાઇકર્સ શામેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *