ઇન્ડિયન ઓઇલે શ્રીલંકામાં પ્રીમિયમ ઇંધણ XP100ની નિકાસ કરી

Spread the love

 અમદાવાદ,

ઊર્જા ક્ષેત્રની ભારતની અગ્રણી કંપની ઇન્ડિયન ઓઇલે આજે જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ (જેએનપીટી), નવા શેવા, નવી મુંબઈ ખાતેથી શ્રેષ્ઠ 100 ઓક્ટેન પ્રીમિયમ ઇંધણ, એક્સપી 100ના સૌપ્રથમ જથ્થાંની નિકાસ કરી હતી. પ્રીમિયમ હાઇ-એન્ડ વાહનો માટે તૈયાર કરવામાં આવેલું એક્સપી 100 શ્રીલંકામાં તેના ગ્રાહકોને શ્રેષ્ઠ પરફોર્મન્સ આપવા સજ્જ છે.

વિશાળ કામગીરી, ઉત્પાદનોની ગુણવત્તા તથા સાતત્યપૂર્ણ ભવિષ્ય પૂરું પાડવા વૈશ્વિકસ્તરે આગવી પ્રતિષ્ઠા ધરાવતી ઈન્ડિયન ઓઈલ દ્વારા શ્રીલંકાને એક્સપી 100ની નિકાસનું આ સીમાચિહ્ન ભારતીય ઓઇલની વૈશ્વિક ઊર્જા કંપની બનવાની મહત્ત્વાકાંક્ષાનું પ્રતીક છે.

પ્રથમ શિપમેન્ટને લીલી ઝંડી આપતા ઇન્ડિયન ઓઇલના ડિરેક્ટર (માર્કેટિંગ) શ્રી વી. સતીશ કુમારે જણાવ્યું હતું કે, “શ્રીલંકામાં નવા બજારોને હાંસલ કરવા માટે અમારી અન્ય એક પ્રોડક્ટ આગળ વધી રહી છે ત્યારે આજનો દિવસઅમારાં માટે ઘણો મહત્ત્વનો છે. આ ત્રીજી વખત છે જ્યારે અમે કોઈ પ્રોડક્ટને વિદેશમાં લઈ જઈ રહ્યા છીએ, જે ભારતમાંથી વિશ્વમાં ગુણવત્તાયુક્ત ઉત્પાદનો મોકલવાની અમારી ક્ષમતાને પ્રદર્શિત કરે છે. “

શ્રી સુજોય ચૌધરી, ડિરેક્ટર (પ્લાનિંગ એન્ડ બિઝનેસ ડેવલપમેન્ટ) તથા લંકા આઈઓસીના ચેરમેને જણાવ્યું હતું કે, “આ એક ઐતિહાસિક દિવસ છે કારણ કે અમે અમારી પ્રીમિયમ પ્રોડક્ટ એક્સપી 100ને શ્રીલંકા માટે લીલી ઝંડી આપીએ છીએ. આ ઉત્પાદન બહોળા પ્રમાણમાં લોકપ્રિય બને અને તેને સ્વીકાર્યતા મળે તે સુનિશ્ચિત કરવા માટે અમે વ્યાપક પ્રમોશનલ યોજનાઓ તૈયાર કરી છે.”

ભારતનુંસૌપ્રથમ 100 ઓક્ટેન પેટ્રોલ એક્સપી100 સ્થાનિક સ્તરે વિકસાવવામાં આવ્યું છે, જે ઇન્ડિયન ઓઇલની સ્વદેશી ઓક્ટામેક્સ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. હાઇ-એન્ડ વાહનો માટે વિકસાવાયેલ, એક્સપી100ને તેના અપવાદરૂપ એન્ટિ-નોક ગુણધર્મો દ્વારા અલગ તારવવામાં આવે છે, જે એન્જિનની કાર્યક્ષમતા, ઝડપી પ્રવેગ, સરળ ડ્રાઇવિંગ ક્ષમતા અને સુધારેલ ઇંધણ અર્થતંત્રને વધારવા માટે બનાવવામાં આવે છે. તેનું અદ્યતન ફોર્મ્યુલેશન, ઊંચા કમ્પ્રેશન રેશિયોવાળા એન્જિનમાં એકઠાં થતા બાહ્ય પદાર્થો અને ઉત્સર્જનને ઘટાડે છે, વાહનની કાર્યક્ષમતાને અનુકૂળ બનાવે છે અને સાથે સાથે જાળવણીની ચિંતા ઘટાડે છે. આઇએસ-2796 સ્પેસિફિકેશન્સથી વધુ એક્સપી100 ટેલપાઇપ ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડા સાથે પર્યાવરણને અનુકૂળ ઇંધણ પણ છે.

આ કાર્યક્રમમાં શ્રી ગિરીશ થોમસ, જીએમ (ટ્રાફિક), જેએનપીએ, લંકા આઇઓસીની ટીમ, ઇન્ડિયન ઓઇલના કર્મચારીઓ અને બંદર સત્તાવાળાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *