
ગુજરાત સમાચારના પત્રકાર અને કટાર લેખક ભવેન કચ્છીને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ વેલ્ફેર અને નોર્થ અમેરિકન ઈન્ડિયનના ઉપક્રમે સમાજના જુદા જુદા ક્ષેત્રોમાં ઉદાહરણિય પ્રદાન આપનારી વ્યક્તિ વિશેષ તરીકે ગુજરાત ગૌરવ રચ્ન પુરસ્કાર એનાયત કરાયો હતો. અમદાવાદના મેયર પ્તિભા જૈન, શિવાનંદ આશ્રમના વડા સ્વામી પરમાત્મનંદ, ભૂતપૂર્વ ઈન્ફોર્મેશન કમિશનર ઉદય માહુરકરએ આ પ્તિષ્ઠિત એવોર્ડ એનાયત કર્યો હતો. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી મેનેજમેન્ટ ગુરૂ ડૉ. શૈલેષ ઠાકર છે. સંસ્થાના ઉપક્રમે જુદા જુદા ક્ષેત્રોમાં ઉદાહરણીય પ્રદાન આપનાર ૨૦ જેટલા વ્યક્તિવિશેષને “ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડ”થી સન્માનવામાં આવ્યા હતા. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશનના જે.બી.ઓડિટોરિયમમાં કાર્યક્રમ શહેરના બૌધ્ધિકો અને મોટી સંખ્યામાં પ્રતિષ્ઠિત લોકોની હાજરીમાં યોજાયો હતો. આ પ્રસંગે પદ્મશ્રી જોરાવર સિંઘ જાધવ , હાઈ કોર્ટ જજ કારીયા સાહેબ ,વાડીલાલ આઈસ્ક્રીમના સહમાલિક રાજેશ ગાંધી સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.