સૌરવ ચૌહાણના શાનદાર 33 બોલમાં 89 રનના જોરે ગુજરાત પ્રિમિયર લીગમાં હેરિટેજ સિટી ટાઇટન્સ સામે નર્મદા નેવિગેટર્સનો વિજય

Spread the love

અમદાવાદ

ગુજરાત પ્રિમિયર લીગની એક મેચમાં હેરીટેજ સિટી ટાઇટ સામે નર્મદા નેવિગેટર્સનો નવ વિકેટે વિજય થયો હતો.  હેરિટેજ ટીમ માટે કેપ્ટન ઉર્વીલ પટેલના 27 બોલમાં 50 રન, અહાન પોદારના 27 બોલમાં 45 રન અને ધ્રુષાંત સોનીના 10 બોલમાં 23 રન બનાવ્યા હતા. હેરિટેજ સિટી ટાઇટન્સે 20 ઓવરમાં 8 વિકેટે 185 રન બનાવ્યા હતા.

નર્મદા નેવિગેટર્સ માટે સૌરવ ચૌહાણે ચાર બાઉન્ડ્રી અને 10 સિક્સરની મદદથી માત્ર 33 બોલમાં 89 રન બનાવ્યા.તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. હેત પટેલે સૌરવને સારો ટેકો આપતા 37 બોલમાં 71 રન બનાવ્યા હતા. કેપ્ટન ઉમંગ ટંડેલે 15 બોલમાં મહત્વપૂર્ણ 21 રન બનાવ્યા હતા. નર્મદા નેવિગેટર્સે 14.1 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 189 રન બનાવ્યા હતા.

નર્મદા નેવિગેટર્સના ટીમ માલિકો ભારત ભૂષણ અગ્રવાલ અને રિકિન અગ્રવાલે સૌરવ ચૌહાણને ટ્રોફી અને રૂ. 10,000નો ચેક આપ્યો હતો.

ટૂંકો સ્કોર

હેરિટેજ સિટી ટાઇટન્સ: 185/8 (20 ઓવર) ઉર્વીલ પટેલ: 27 બોલમાં 50 રન, અહાન પોદાર: 27 બોલમાં 45 રન, ધ્રુષાંત સોની: 10 બોલમાં 23 રન.

નર્મદા નેવિગેટર્સ:189/1 (14.1 ઓવર) સૌરવ ચૌહાણ: 33 બોલમાં 89 રન (મેન ઓફ ધ મેચ), હેત પટેલ: 37 બોલમાં 71 રન, ઉમંગ ટંડેલ: 15 બોલમાં 21 રન, વિકાસ મહાલા: 42 રનમાં 3 વિકેટ, યુવરાજસિંહ કોસામિયા 36 રનમાં 2 વિકેટ.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *