અમદાવાદ
અમદાવાદ એરોઝને છ વિકેટે હરાવીને હેરિટેજ સિટી ટાઈટન્સે ક્રિકેટ પ્રિમિયર લીગનું પ્રથમ ટાઈટલ જીતી લીધું હતું. એરોઝના 16.3 ઓવરમાં 126 રનના જવાબમાં હેરિટેજ સિટીએ ચાર વિકેટના ભોગે 130 રન બનાવીને એસજીવીપીના મેદાન પર રમાયેલી પ્રથમ સીપીએલના ટાઈટલ પર કબજો જમાવ્યો હતો. 19 મે, 2024ના રોજ શરૂ થયેલી પ્રથમ ક્રિકેટ પ્રીમિયર લીગ (CPL)ની 18 મેચોમાં, 5708 રન બન્યા હતા, જેમાં 235 વિકેટ, 541 ચોગ્ગા અને 222 છગ્ગાનો સમાવેશ થયા છે. આ ટુર્નામેન્ટમાં 30 અડધી સદી, 2 સદી, 124 કેચ નોંધાઈ હતી. સ્પર્ધાનો સમાપન સમારોહ બે હજારથી વધુ દર્શકોની હાજરીમાં અત્યંત ભવ્ય માહોલમાં યોજાયો હતો જેમાં લેસર શૉએ આકર્ષણ જમાવ્યું હતું.
મેચ બાદના ઈનામ વિતરણ સમારોહમાં BCCIના માનદ સચિવ જય અમિતભાઈ શાહે હેરિટેજ સિટી ટાઇટન્સના કેપ્ટન ઉર્વિલ પટેલ અને ટીમના માલિક મલ્હાર શાહને CPL ચેમ્પિયન્સ ટ્રોફી અને રૂ. 5 લાખનો ચેક અર્પણ કર્યો. તેમણે અમદાવાદ એરોઝના કેપ્ટન આર્ય દેસાઈ અને ટીમના માલિક ધ્રુવ ત્રિવેદીને રનર્સ અપ ટ્રોફી અને રૂ. 2.5 લાખ.નો ચેક પણ એનાયત કર્યો હતો.
સદગુરુપૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી, ઉપપ્રમુખ SGVP એ CPL ફાઈનલના સમાપન સમારોહમાં હાજરી આપી હતી. રોનક ચિરીપાલ, ગોરવ જૈન અને વંશ ચિરીપાલ દ્વારા ગુજરાતના ઉભરતા ક્રિકેટરોને તેમની પ્રતિભા દર્શાવવા માટે એક ભવ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા આ સ્પર્ધાનું આયોજન કરાયું હતું.
સ્પર્ધામાં વિવિધ પુરસ્કાર વિજેતાઃ
• સ્મિત પટેલને 304 રન બનાવવા બદલ ઓરેન્જ કેપ અને રૂ.25,000નો ચેક નરહરિ અમીન, સંસદ સભ્ય, રાજસભા દ્વારા અપાયો..
• ધ્રુષાંત સોનીને 14 વિકેટ લેવા બદલ પર્પલ કેપ અને રૂ. 25,000નો ચેક અપાયો.
• ઉર્વીલ પટેલને ગ્રીન કેપ અને 25,000નો ચેક અપાયો.
સમાપન સમારોહમાં ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના સભ્ય અને સૌરાષ્ટ્ર રણજી ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટે કલ્પ વિકાસ જૈનને મેન ઓફ ધ મેચ અને ઉર્વીલ પટેલને મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ અર્પણ કર્યો હતો.
આ સમારોહમાં સંસદ સભ્ય (રાજ્યસભા) મયંક નાઈક હાજર રહ્યા હતા જેમનું ચિરીપાલ ગ્રુપના ડિરેક્ટર જ્યોતિપ્રસાદ ચિરીપાલ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. જય શાહનું ચિરીપાલ ગ્રુપના ચેરમેન વેદપ્રકાશ ચિરીપાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
ટૂંકો સ્કોર
અમદાવાદ એરોઝ: 126/10 (16.3 ઓવર) સ્મિત જે પટેલઃ 27 બોલમાં 33 રન, આર્ય રાઠોડઃ 25 બોલમાં 44 રન, જયવીરસિંહ પરમારઃ 27 રનમાં 2 વિકેટ.
હેરિટેજ સિટી ટાઇટન્સ: 130/4 (15.3 ઓવર) ઋષિ પટેલઃ 27 બોલમાં 50 રન, પ્રાંશુ બધેકાઃ 27 બોલમાં 40 રન, કલ્પ વિકાસ જૈનઃ 41 રનમાં 4 વિકેટ, ધ્રુષાંત સોનીઃ 16 રનમાં 4 વિકેટ.
• મેન ઓફ ધ મેચ: કલ્પ વિકાસ જૈન.
આ રોમાંચક ટુર્નામેન્ટ ચિરીપાલ ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવી હતી, જે આર. કુમાર દ્વારા સંચાલિત, ફ્રેસીનેટ ઈન્ડિયાના સહયોગથી અને સ્ટાઈલ પાર્ટનર જેડ બ્લુ, સૂર્યશ્રી બ્લોક્સ, ગ્રુ અને મારુતિ ડેનિમન સહકાર પ્રાપ્ત થયો હતો. સ્પર્ધાના ભાગીદારોમાં શેલ્બી હોસ્પિટલ્સ, ડબલટ્રી બાય હિલ્ટન, લેન્ડમાર્ક કાર્સ, શાંતિ એશિયાટિક સ્કૂલ, સિટીઝન સ્પોર્ટ્સ મેનેજમેન્ટ, ક્રિક હીરોઝ, ક્રિશ કોમ્યુનિકેશન્સ એન્ડ મીડિયા બઝ અને આવા મિનરલ વોટરનો સમાવેશ થાય છે.