ગાંધીધામ
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન (આરડીટીટીએ)ના ઉપક્રમે પાંચથી આઠમી જૂન દરમિયાન રાજકોટની એસએનકે સ્કૂલ ખાતે યોજાનારી બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024માં મેન્સ ક્રમાંકમાં ત્રીજા ક્રમનો જયનિલ મહેતા ઘરઆંગણાનો લાભ લેવા સજ્જ છે.
આ ટુર્નામેન્ટને વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘનો સહકાર સાંપડેલો છે અને તેમાં 650 ખેલાડીની એન્ટ્રી મળેલી છે. કેડેટ બોયઝ કેટેગરીમાં રાજકોટનો દેવ ભટ્ટ પાસેથી આ વખતે ઘણી અપેક્ષા રખાય છે.
આરડીટીટીએના જોઇન્ટ સેક્રેટરી હિરેન મહેતાએ આ ટુર્નામેન્ટ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે “જયનિલ અને દેવ ઉપરાંત પ્રથમ સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટના મેન્સ કેટેગરીના વિજેતા ચિત્રાક્ષ ભટ્ટ, રાધાપ્રિયા ગોયેલ, રાઘાપ્રિયા ગોએલ, ઓઇશિકી જોઆરદાર અને ફ્રેનાઝ છિપીયા ભાગ લેનારા છે.”