ગ્રીન શિફ્ટઃ 77 ટકા ભારતીયો ટકાઉપણા માટે ઇવી પસંદ કરે છે, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો ઇવી ટ્રેન્ડ્સ રિપોર્ટ

Spread the love

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો નવો અભ્યાસ દર્શાવે છે કે કેવી રીતે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ભવિષ્યને બદલી નાખનારા મોટર ઇન્શ્યોરન્સને આગળ ધપાવે છે

મુંબઈ

વિશ્વ પર્યાવરણ દિવસના પ્રસંગે ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સે ‘Electric Vehicle Adoption and Its Impact on Motor Insurance’ ટાઇટલ હેઠળના ઇવી ટ્રેન્ડ્સ પરનો તેનો તાજેતરનો રિસર્ચ રિપોર્ટ બહાર પાડ્યો હતો. ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (ઇવી) અપનાવવાનો ઝોક વધી રહ્યો છે ત્યારે સમયસર રજૂ થયેલો આ અભ્યાસ દર્શાવે છે કે કેવી રીતે ઇવીનો ઉદય મોટર ઇન્શ્યોરન્સ સેક્ટરને પુનઃઆકાર આપી રહ્યો છે. ભારતના ધમધમતા મેટ્રો શહેરોમાં 500થી વધુ ઇવી માલિકો પાસેથી મળેલી ઇનસાઇટ સાથે આ રિપોર્ટ બદલાતા ગ્રાહક અભિગમ, ઊભરતા જોખમો અને નવા માર્કેટ ટ્રેન્ડ્સનું બૃહદ ચિત્ર રજૂ કરે છે.

ઓછા ઉત્સર્જનથી માંડીને ઓછા ઇંધણ ખર્ચ સુધી, ઇવી તરફ વળવા માટેની પ્રેરણા ખરેખર નોંધનીય છે. આ રિસર્ચ ન કેવળ ગ્રીન રિવોલ્યુશનને આગળ ધપાવવાના કારણો રજૂ કરે છે પરંતુ ઇન્શ્યોરન્સ સેક્ટરમાં તેના દ્વારા આવતા પડકારો અને તકોનું પણ વિશ્લેષણ કરે છે.

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના માર્કેટિંગ, કોર્પોરેટ કમ્યૂનિકેશન્સ અને સીએસઆર હેડ શીના કપૂરે જણાવ્યું હતું કે “વર્ષ 2070 સુધીમાં નેટ ઝીરો સ્ટેટસ હાંસલ કરવાના ભારતના લક્ષ્ય સાથે ઇવી મોબિલિટી નિશ્ચિત વધારો જોશે. અભ્યાસો દર્શાવે છે કે 2030 સુધીમાં તમામ વાહનો પૈકી 70 ટકા વાહનો ઇવી હશે. અમે ગ્રાહકવાદ તરફથી ન્યૂનતમવાદ તરફનું તથા પર્યાવરણના જતન માટેની વધી રહેલી જવાબદારીનું વલણ જોઈ રહ્યા છીએ. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ખાતે અમે ઇવી માલિકોની અનોખી જરૂરિયાતોને સંતોષવા માટે તૈયાર કરાયેલા નવીનતમ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સને વિકસાવીને આ ટ્રેન્ડ્સનું સક્રિયપણે સમાધાન લાવી રહ્યા છીએ અને બેટરી રિપ્લેસમેન્ટ તથા ચોવીસે કલાક રોડસાઇડ આસિસ્ટન્સ જેવા વિશેષ લાભો ઉપરાંત પરંપરાગત જોખમોને આવરી લેતા વ્યાપક સોલ્યુશન્સ પૂરા પાડી રહ્યા છીએ.”

અભ્યાસની મુખ્ય બાબતોમાં નીચેની બાબતો સમાવિષ્ટ છેઃ

1. વ્હીલ્સ પર આવેલી હરિત ક્રાંતિ

વધુને વધુ ટકાઉપણા દ્વારા સંચાલિત વિશ્વમાં આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો અભ્યાસ જણાવે છે કે 77 ટકા જેટલા નોંધપાત્ર ઇવી વપરાશકારો ઓછા ઉત્સર્જનના વચનના લીધે પ્રેરિત થાય છે. યુવા વયના ડ્રાઇવર્સમાં આ પર્યાવરણ પ્રત્યેની સભાનતા વધીને 81 ટકા જેટલી થઈ છે જે વધુ હરિયાળી પસંદગીઓ તરફના પેઢીગત ઝુકાવને દર્શાવે છે. જોકે વાત આટલેથી પૂરી થતી નથી, નાણાંકીય પરિબળો પણ એટલા જ પ્રોત્સાહજનક છે. 73 ટકા લોકોએ જણાવ્યું હતું કે ખાસ તો ઇંધણ પાછળના ઓછા ખર્ચના લીધે તેઓ ઇવી તરફ વળ્યા હતા.

2. નવા પડકારોનો સામનો કરવો

ઉત્સાહ હોવા છતાં મોટાપાયે ઇવી અપનાવવા સુધીની સફર હજુ ઘણા પડકારોથી ભરેલી છે. 61 ટકા ઇવી માલિકોના મતે બેટરી ચાર્જિંગનો ટાઇમ સૌથી મોટી ચિંતાનો વિષય છે. ત્યારબાદ મર્યાદિત ડ્રાઇવિંગ રેન્જ (54 ટકા) અને અપૂરતું ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (52 ટકા) પણ ચિંતાજનક છે. પહેલી વખત કાર ખરીદનારાઓ માટે શરૂઆતની ઊંચી કિંમત મોટો અવરોધ ઊભો કરે છે જે ઇવી સેક્ટરમાં સતત નવીનતા તથા સપોર્ટની જરૂરિયાત દર્શાવે છે.

3. ઇવી ઇન્શ્યોરન્સમાં સશક્ત પસંદગીઓ

ઇવી સંબંધિત મોટર ઇન્શ્યોરન્સ પોલિસીની જાગૃતતા નોંધપાત્ર રીતે ખૂબ જ ઊંચી છે અને 91 ટકા ગ્રાહકો તેનાથી પરિચિત છે. આ વધેલી જાગૃતતામાં કાર માલિકો અગ્રેસર છે જે દર્શાવે છે કે બજારમાં આની સમજ મજબૂત છે. ઇન્શ્યોરન્સ પસંદ કરવાની બાબતે પ્રિમિયમની કિંમત અને ક્લેઇમ સેટલમેન્ટ અનુભવ સર્વોચ્ચ મહત્વના છે. નોંધનીય છે કે ગ્રાહકો વ્યાપક કવરેજમાં રોકાણ કરવા માંગે છે જેમાં 24/7 રોડસાઇડ આસિસ્ટન્સ અને બેટરી રિપ્લેસમેન્ટ તેમની ઇચ્છાની યાદીમાં ટોચના સ્થાને છે.

4. ઉત્કૃષ્ટતાનું પ્રમાણ

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ઇવી ઇન્શ્યોરન્સમાં વિશ્વસનીય લીડર છે જેણે ટોચના ત્રણ ઇન્શ્યોરન્સ પ્રોવાઇડર્સમાં સતત સ્થાન જાળવી રાખ્યું છે. ગ્રાહક સંતોષ એ આ ઉત્કૃષ્ટતાનું પ્રમાણ છે અને 90 ટકા આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ઇવી ઇન્શ્યોરન્સ ધારકો સંતોષ વ્યક્ત કરે છે. 80 ટકાથી વધુ ક્લેઇમ ધારકોએ ક્લેઇમ સેટલમેન્ટ પ્રોસેસ અંગે ઊંચો સંતોષ વ્યક્ત કર્યો હતો અને 77 ટકાએ સર્વેયરોની નિપુણતાની પ્રશંસા કરી હતી.

ભાવિ કામગીરીની રૂપરેખા

સર્વેમાં ઇવી ઇન્શ્યોરન્સના લાભો તથા આંટીઘૂંટી અંગે ગ્રાહકોને વહેલી તકે શિક્ષિત કરવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે. આવશ્યક વીમા નિયમોની જાગૃતતા સાથે માલિકીનો સમયગાળો વધી રહ્યો છે જે લક્ષ્યાંકિત શૈક્ષણિક પહેલ માટે સુવર્ણ તક ઊભી કરે છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ગ્રાહક કેન્દ્રિત નવીનતાઓ તથા અદ્વિતીય સેવાઓ સાથે આગળ રહેવા માટે અગ્રેસર રહે છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *