વિશ્વ પર્યાવરણ દિવસે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે દેશવ્યાપી વૃક્ષારોપણ અભિયાન હાથ ધર્યું

Spread the love

જયપુર

ભારતની સૌથી મોટી સ્મોલ ફાઇનાન્સ બેંક એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે (એયુ એસએફબી) પર્યાવરણીય ટકાઉપણા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવતા આજે વિશ્વ પર્યાવરણ દિવસે વ્યાપક વૃક્ષારોપણ અભિયાન હાથ ધર્યું હતું. આ વૃક્ષારોપણ અભિયાન જયપુર, ચંદીગઢ, દિલ્હી, રાયપુર, અમદાવાદ, રોહતક, બેંગાલુરુ, ઇન્દોર, મુંબઈ, પૂણે અને કોલકાતા સહિતના ભારતના 11 સ્થળોએ હાથ ધરવામાં આવ્યું હતું.

5 જૂન વિશ્વભરમાં વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ જમીનને પુનઃજીવિત કરવા, રણને ફેલાતું અટકાવવા અને દુષ્કાળની સ્થિતિસ્થાપકતા છે અને સૂત્ર છે ‘આપણી જમીન અમારું ભવિષ્ય’. વૃક્ષારોપણ જમીનની પુનઃસ્થાપનામાં મદદ કરે છે, રણને આગળ વધતું અટકાવે છે અને ઇકોસિસ્ટમને દુષ્કાળને સ્થિતિસ્થાપક બનાવતી હોવાથી એયુ એસએફબીએ આ અભિયાનનું આયોજન કર્યું છે.

આ અભિયાનના મહત્વ પર પ્રકાશ પાડતા એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકના સ્થાપક, એમડી અને સીઇઓ શ્રી સંજય અગ્રવાલે કહ્યું, “આ વૃક્ષારોપણ અભિયાન પર્યાવરણ અને ટકાઉ પ્રથાઓ પ્રત્યેની અમારી અતૂટ પ્રતિબદ્ધતા સાથે સુસંગત છે. એયુ એસએફબી ‘પર્યાવરણ’ને એક મુખ્ય હિસ્સેદાર તરીકે ઓળખે છે અને તેથી અમે બોર્ડની સસ્ટેનેબિલિટી કમિટીના માર્ગદર્શન હેઠળ અમારા ટકાઉપણાના પ્રયાસોને વધુ તેજ બનાવ્યા છે. એક સંસ્થા તરીકે અમે ટકાઉ ભવિષ્ય માટે પ્રતિબદ્ધ છીએ.”

એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક પર્યાવરણીય, સામાજિક અને ગવર્નન્સ (ઈએસજી) પહેલમાં મોખરે છે, જે અગ્રણી ટકાઉપણા પ્લેટફોર્મ્સ પર તેના ઊંચા રેટિંગ્સ દ્વારા જોવા મળે છે. આ માન્યતા બેંકિંગ ઉદ્યોગમાં સ્થિરતા અને તેના અગ્રણી પ્રયાસો પ્રત્યે બેંકની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ઈએસજી પહેલ અને ગ્રાહક-કેન્દ્રિત ઉકેલો પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને આગળ વધારતા એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક એ એયુ ગ્રીન ફિક્સ્ડ ડિપોઝિટ પણ ઓફર કરે છે. આ ઇનોવેટીવ પ્રોડક્ટ દ્વારા એકત્ર કરવામાં આવેલ ફંડ ખાસ કરીને આવશ્યક ગ્રીન પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવે છે, જેમાં સોલાર પાવર અને ઇલેક્ટ્રિક મોબિલિટી સોલ્યુશન્સનો સમાવેશ થાય છે, જેનાથી ક્લાઇમેટ એક્શનને સમર્થન મળે છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *