· 24 ખેલાડીઓ શહેરનાં વિવિધ રેડિયો સ્ટેશન રેડિયો સિટી, ફિવર એફએમ, મિર્ચી અને માય એફએમનું પ્રતિનિધિત્ત્વ કરતા સ્પર્ધામાં સામેલ થયા હતા · મિર્ચીના આરજે હર્ષ અને તેના જોડીદાર આદિત્ય ભટ્ટ ટૂર્નામેન્ટમાં વિજેતા બન્યા હતા. તેમના સાથી પ્રણવ પુજારા અને હેત શાહે બીજું સ્થાન મેળવ્યું · આ ફ્રેન્ડલી ટૂર્નામેન્ટ અદાણી સ્પોર્ટ્સલાઈન એકેડમી, પાલડી ખાતે યોજાઈ હતી અમદાવાદ અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા હાલમાં રેડિયો પ્રોફેશનલ્સ માટે સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક, પાલડી ખાતે શહેરનાં રેડિયો પ્રોફેશનલ્સ માટે પિકલબોલ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. “અમદાવાદ રેડિયો પિકલબોલ સ્મેશ” નામની આ સ્પર્ધાએ શહેરના તમામ રેડિયો સ્ટેશન જેમકે- રેડિયો સિટી, ફિવર એફએમ,મિર્ચી અને માયએફએમ ને સ્પર્ધાત્મક ઉપરાંત મૈત્રીપૂર્ણ વાતાવરણમાં એકજૂટ કરવામાં સફળ રહી હતી. આ ટૂર્નામેન્ટ ડબલ્સ ફોર્મેટમાં રમાઈ હતી અને તેમાં 24 ખેલાડીઓએ પરિવારજનો સાથે ભાગ લીધો હતો. તમામ લોકો રમતની મજા માણે તે માટે ખેલાડીઓ અને તેમના પરિવારજનોને પિકલબોલની રમતના નિયમોની માહિતી આપતા સેશનનું આયોજન કરાયું હતું. આ ટૂર્નામેન્ટમાં 3 ગ્રૂપમાં યોજાઈ હતી, જે દરેકમાં 4 ટીમો સામેલ હતી. આરજે હર્ષ (મિર્ચી), આરજે હર્ષિલ અને આરજે સૌરભ (રેડિયો સિટી) તથા રેડિયો સિટીના વાઈસ પ્રેસિડન્ટ રાજીવ પટેલ તથા માયએફએમનાં આરજે તુષાર સહિતના જાણીતા સ્પર્ધકો એ તેમાં ભાગ લીધો હતો. મિર્ચી ટીમે સ્પર્ધામાં બાજી મારતા ટોચના 2 સ્થાન પર કબ્જો કર્યો હતો. આરજે હર્ષ અને તેના સાથી આદિત્ય ભટ્ટ વિજેતા બન્યા હતા, જ્યારે પ્રણવ પુજારા અને હેત શાહ બીજા ક્રમે રહ્યાં હતા. અદાણી સ્પોર્ટ્સલાઈનના ચીફ બિઝનેસ ઓફિસર સંજય અદેસરાએ કહ્યું કે,”આ ઈવેન્ટ એ માત્ર પિકલબોલની વાત નથી. આ ઈવેન્ટ એ મીડિયા પ્રોફેશનલ્સ સાથે સંબંધો મજબૂત કરવા સ્વાસ્થ્ય માટે જાગૃકતા અને એકબીજા સાથે જોડાણ માટેનો ભાગ હતો. “