આ ફેરફાર એક ચિંતાનો વિષય છે કારણ કે તેનાથી બે અબજ સમુદાયોને અણધારી અને વિનાશક આફતોનો સામનો કરવો પડશે
નવી દિલ્હી
આબોહવા પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગની ખરાબ અસરોને કારણે, ધ્રુવો અને તેની આસપાસ બરફની ચાદર ઓગળવાને લઈને વિશ્વમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેના કારણે વિશ્વમાં મહાસાગરોના જળ સ્તરમાં વધારો થવાનો સંકટ વધવા લાગ્યો છે.
વિશ્વના બે અબજ લોકો માટે સ્વચ્છ પાણી પુરવઠાનો સ્ત્રોત છે. એક નવા અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, હિમાલયના ગ્લેશિયર પીગળવાનો દર છેલ્લા દસ વર્ષમાં ઘણો ઝડપી બન્યો છે.
આ ફેરફાર એક ચિંતાનો વિષય છે કારણ કે તેનાથી બે અબજ સમુદાયોને અણધારી અને વિનાશક આફતોનો સામનો કરવો પડશે. ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઈન્ટીગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટના અહેવાલ મુજબ, 2011 થી 2020 સુધીમાં ગ્લેશિયર્સ 65 ટકા ઝડપથી પીગળી રહ્યો છે.
રિપોર્ટ અનુસાર, હિંદુકુશ ક્ષેત્રના ગ્લેશિયર્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે પર્વતોમાં રહેતા લગભગ 240 મિલિયન લોકો અને નદીની કિનારા પાસે રહેતા 1.65 અબજ લોકો માટે પાણીનો મુખ્ય સ્ત્રોત છે.
નેપાળની આ આંતર-સરકારી સંસ્થા, આઈસીઆઈએમઓડીના અભ્યાસમાં કહેવામાં આવ્યું હતું કે, સદીના અંત સુધીમાં, ગ્લેશિયર્સ તેમના વર્તમાન વોલ્યુમના 80 ટકા જેટલો ગુમાવી શકે છે. આ ગ્લેશિયર્સ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, ચીન, ભારત, મ્યાનમાર અને પાકિસ્તાનના દેશો માટે મહત્વપૂર્ણ પાણીનો સ્ત્રોત છે.