આજની દુનિયા આશા અને ચિંતા બંને આપી રહી છે. એક તરફ આપણે વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં ક્રાંતિકારી સફળતાઓની સાથે શ્રેષ્ઠ સમયમાં જીવી રહ્યા છીએ ─ ખાસ કરીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, કમ્પ્યુટિંગ, રોબોટિક્સ અને લાઇફ સાયન્સીસમાં.
બીજી બાજુ, વિવિધ ભૌગોલિક-રાજકીય સંઘર્ષો વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને રાષ્ટ્રોની અર્થવ્યવસ્થાને પણ જોખમમાં મૂકી રહ્યા છે. ગ્લોબલ સાઉથમાં બહેતર જીવનની વધતી અપેક્ષાઓ વચ્ચે વિકાસલક્ષી અસમાનતાને અવગણવી એ હવે શક્ય નથી અને સ્વીકાર્ય નથી.
આ અનિશ્ચિત સમયમાં એક સંપૂર્ણ નિશ્ચિતતા રહેલી છે. અને તે નિશ્ચિતતા એ નવા ભારતનો સતત ઉદય છે કારણ કે તે અમૃત કાળમાં વિકસિત ભારતના ધ્યેય તરફ વિશ્વાસપૂર્વક કૂચ કરી રહ્યો છે.
વૈશ્વિક સ્તરે તેના સાથી દેશોમાં ભારતમાં અજોડ વસ્તી વિષયક અને ઝડપી વિકાસ સાથે પ્રમાણમાં દેવાનો બોજ હળવો છે. આજે ભારત આર્થિક વિકાસની વૈશ્વિક ટ્રેનમાં માત્ર એક ડબ્બો નહીં, પણ સૌથી મોટા ગ્રોથ એન્જિનમાંનું એક છે: મુકેશ અંબાણી
હું અંગત રીતે માનું છું કે રિલાયન્સ એક સક્સેસ સ્ટોરી બની છે કારણ કે આપણે એક ઉદ્દેશ્ય સાથે વિકાસ કર્યો છે. અમે ટૂંકા ગાળાના નફા અને સંપત્તિનો સંગ્રહ કરવાના બિઝનેસમાં નથી.
અમે ભારત માટે સંપત્તિનું સર્જન કરવા અને દરેક ભારતીયના જીવનની ગુણવત્તામાં વધારો કરવાના બિઝનેસમાં છીએ.
અમે ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવાના બિઝનેસમાં છીએ જે ભારતીય ગ્રાહકો માટે કાર્યક્ષમતા, ઉત્પાદકતા અને સરળ જીવન જીવવામાં સુધારો કરે છે. અમે અમારા રાષ્ટ્રને ઊર્જા સુરક્ષા પૂરી પાડવાના મિશન પર છીએ. અમે અમારી ભાવિ પેઢીઓ માટે વિશ્વને સ્વચ્છ અને હરિયાળું બનાવવાના મોટા મિશન પર છીએ.
અમે આ બધું એટલા માટે કરીએ છીએ કારણ કે રિલાયન્સ અમારી ‘વી કેર’ ફિલસૂફીમાં નિશ્ચિતપણે રહેલા હેતુથી ચાલે છે: મુકેશ અંબાણી
અમારા સ્થાપક દૃઢપણે માનતા હતા કે તમે રિલાયન્સની કરોડરજ્જુ છો અને તમારી કંપની મજબૂતીથી આગળ વધતી હોવાથી તમે સમય સમય પર નોંધપાત્ર પુરસ્કારને પાત્ર છો. મને અમારા તમામ બિઝનેસના મજબૂત પ્રદર્શન અને ઉજ્જવળ ભાવિ વૃદ્ધિની સંભાવનાઓમાં સર્વોચ્ચ વિશ્વાસ છે.
આ આત્મવિશ્વાસના આધારે હું આજે તમારી સાથે કેટલાક સારા સમાચાર વહેંચવા માંગુ છું. આજે બપોરે 1.45 વાગ્યે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે સ્ટોક એક્સચેન્જોને નોટિસ મોકલી છે કે 5મી સપ્ટેમ્બરે 1:1ના રેશિયોમાં બોનસ શેર આપવા અંગે વિચારણા કરવા માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક મળશે.
જ્યારે રિલાયન્સનો વિકાસ થાય છે ત્યારે અમે અમારા શેરધારકોને મોટો પુરસ્કાર આપીએ છીએ. અને જ્યારે અમારા શેરધારકોને મોટો પુરસ્કાર આપવામાં આવે છે ત્યારે રિલાયન્સ ઝડપથી વૃદ્ધિ પામે છે અને વધુ મૂલ્યનું સર્જન કરે છે. આ સદ્દગુણયુક્ત ચક્ર તમારી કંપનીની શાશ્વત પ્રગતિની બાંયધરી આપનાર છેઃ મુકેશ અંબાણી
પ્રગતિશીલ ટેક્નોલોજીઓ અને નવીનતા એ હંમેશા રાષ્ટ્રો તેમજ કોર્પોરેટ માટે સૌથી વધુ સંપત્તિના સર્જકો બન્યા છે. અમારી વૃદ્ધિના દરેક તબક્કે રિલાયન્સે આ વિકાસ મંત્રને આત્મસાત કર્યો છે. તાજેતરના વર્ષોમાં આ મંત્ર રિલાયન્સને ત્રણ મુખ્ય રીતે એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓ સાથે ડીપ-ટેક કંપનીમાં પરિવર્તિત કરી રહ્યો છે.
સૌપ્રથમ, અમે અમારા ગ્રાહકો માટે હંમેશા વધુ મૂલ્ય સર્જન કરવા માટે દરેક બિઝનેસમાં નવીન ટેક્નોલોજીઓને જોડી રહ્યા છીએ.
બીજું, અમારા પ્રતિભાશાળી એન્જિનિયરો અને વિજ્ઞાનીઓ અમારી પ્રોડક્ટ અને સર્વિસને વિસ્તૃત બનાવવા માટે અનેક જટિલ ટેક્નોલોજિકલ ઇનોવેશન્સનો ઉપયોગ સામેલ કરી રહ્યા છે.
ત્રીજું, અમે રિલાયન્સના તમામ બિઝનેસીસ માટે એઆઇ-નેટિવ ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે, અને અમારા સોફ્ટવેર સ્ટેકનું નિર્માણ કર્યું છે, જેમાં એન્ડ-ટુ-એન્ડ વર્કફ્લો અને રિયલ-ટાઇમ ડેશબોર્ડ્સને એકીકૃત કર્યા છે.
રિલાયન્સે નાણાકીય વર્ષ 2024માં આર એન્ડ ડી માટે ₹3,643 કરોડ (અમેરિકી $437 મિલિયન) કરતાં વધુ ખર્ચ કર્યા છે, જે છેલ્લાં ચાર વર્ષમાં સંશોધન પરના અમારા ખર્ચને ₹11,000 કરોડ (અમેરિકી $1.5 બિલિયન) કરતાં વધારે સુધી લઈ જાય છે. અમારી પાસે 1,000થી વધુ વિજ્ઞાનીઓ અને સંશોધકો છે જે અમારા તમામ બિઝનેસમાં જટિલ સંશોધનના પ્રોજેક્ટ્સ પર કામ કરે છે.
હું તમને જણાવતા ગર્વ અનુભવું છું કે ગયા વર્ષે રિલાયન્સે 2,555થી વધુ પેટન્ટ ફાઈલ કરી.
આપણું ભવિષ્ય આપણા ભૂતકાળ કરતાં ઘણું ઉજ્જવળ છે. ઉદાહરણ તરીકે રિલાયન્સને વૈશ્વિક સ્તરે ટોચની 500 કંપનીઓમાં સ્થાન મેળવવામાં બે દાયકા જેટલો સમય લાગ્યો હતો. એ પછીના બે દાયકાઓમાં જ અમે વિશ્વની ટોચની 50 સૌથી મૂલ્યવાન કંપનીઓની યાદી આવી ગયા. ડીપ-ટેક અને એડવાન્સ મેન્યુફેક્ચરિંગને અપનાવવાની અમારી વ્યૂહરચનાથી હું સ્પષ્ટપણે જોઈ શકું છું કે રિલાયન્સ નજીકના ભવિષ્યમાં ટોપ-30 યાદીમાં સ્થાન મેળવશે.
રિલાયન્સે છેલ્લા ત્રણ વર્ષમાં ₹5.28 લાખ કરોડ (અમેરિકી $66.0 બિલિયન) કરતાં વધુનું રોકાણ કર્યું છે.
નાણાકીય વર્ષ 2023-24માં વિવિધ કર અને ડ્યૂટી દ્વારા ₹1,86,440 કરોડ (અમેરિકી $22.4 બિલિયન) નું યોગદાન આપીને રિલાયન્સ રાષ્ટ્રીય તિજોરીમાં સૌથી મોટો ફાળો આપનાર એકમાત્ર કંપની રહી છે. છેલ્લા ત્રણ વર્ષમાં રિલાયન્સનું દેશની તિજોરીમાં યોગદાન ₹5.5 લાખ કરોડ (અમેરિકી $68.7 બિલિયન)ને વટાવી ગયું છે, જે કોઈપણ ભારતીય કોર્પોરેટ દ્વારા અપાયેલા યોગદાનમાં સૌથી વધુ છે.
રિલાયન્સે તેના વાર્ષિક સી.એસ.આર. ખર્ચમાં 25% વૃદ્ધિ કરીને ₹1,592 રૂપિયા (અમેરિકી $191 મિલિયન) સાથે તેની સામાજિક અસર પણ વિસ્તારી છે. આ સાથે છેલ્લા ત્રણ વર્ષમાં રિલાયન્સનો કુલ સી.એસ.આર. ખર્ચ ₹4,000 કરોડ (અમેરિકી $ 502 મિલિયન)ને વટાવી ગયો, જે તમામ ભારતીય કોર્પોરેટ્સમાં સર્વોત્તમ છે.
રિલાયન્સને ઘણી બાહ્ય એજન્સીઓ દ્વારા ભારતના શ્રેષ્ઠ એમ્પ્લોયર તરીકેનો ક્રમ આપવામાં આવે છે. મને જણાવતા આનંદ થાય છે કે રિલાયન્સ ભારતમાં રોજગાર આપનાર સૌથી મોટી કંપનીઓમાં સ્થાન ધરાવે છે.
અમે ગયા વર્ષે 1.7 લાખથી વધુ નવી નોકરીઓ ઉમેરી છે. જો આપણે રોજગારના પરંપરાગત અને નવા એન્ગેજમેન્ટ મોડલ્સનો સમાવેશ કરીએ તો આજે આપણી રોજગારીની સંખ્યા લગભગ 6.5 લાખ છે. રિલાયન્સની અત્યાર સુધીની તમામ વિક્રમ સિદ્ધિઓમાં આ સિદ્ધિ હંમેશા મારા હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે.
જિયોનો ખૂબ ખૂબ આભાર કે ભારત આજે વિશ્વનું સૌથી મોટું ડેટા માર્કેટ બની ગયું છે.
આજે જિયોનું નેટવર્ક વૈશ્વિક મોબાઇલ ટ્રાફિકના લગભગ 8 ટકાનું વહન કરે છે, આ હિસ્સો વિકસિત બજારો સહિત મોટા વૈશ્વિક ઓપરેટરોને પણ પાછળ છોડી દે છે. અને અમે વૈશ્વિક મંચ પર નવા માપદંડો સ્થાપિત કરીને સર્વોચ્ચ સેવા ગુણવત્તા જાળવી રાખીને આ કામ કર્યું છે.
આઠ વર્ષમાં જિયો વિશ્વની સૌથી મોટી મોબાઈલ ડેટા કંપની બની ગઈ છે.
આજે જિયોએ 490 મિલિયનનું મજબૂત એક કુટુંબ છે, જે અમારા ગ્રાહકોના અપાર વિશ્વાસ અને વફાદારીને પ્રતિબિંબિત કરે છે. અને દરેક જિયો ગ્રાહક સરેરાશ મહિને 30 જી.બી.થી વધુ ડેટાનો ઉપયોગ છે, અને તે પાછલા વર્ષમાં અમારા ડેટા ટ્રાફિકમાં 33 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
અમે અમારી ડિજિટલ બ્રોડબેન્ડ સર્વિસીઝ અને ડિજિટલ ટીવી સર્વિસીઝમાં લગભગ 30 મિલિયન રહેઠાણોના ગ્રાહકો સાથે હોમ સર્વિસીઝમાં પણ નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ અમને વૈશ્વિક સ્તરે સૌથી મોટા ડિજિટલ હોમ સર્વિસ પ્રોવાઇડર્સમાંના એક બનાવે છે.
બિઝનેસ યુઝર્સમાં ભારતમાં એક મિલિયનથી વધુ નાના અને મધ્યમ બિઝનેસીસે જિયોને અપનાવ્યું છે. દેશના ટોચના 5000 મોટા સાહસોમાંથી 80 ટકાથી વધુ માટે વિશ્વસનીય ભાગીદાર હોવાનો અમને ગર્વ છે.
જિયોની સફરના સૌથી આનંદદાયક પાસાઓ પૈકીનું એક પાસું એ છે કે આપણે જે કંઈ હાંસલ કર્યું છે તે આપણી પોતાની ટેકનોલોજી દ્વારા સંચાલિત છે. શરૂઆતથી અમે જાણીએ છીએ કે ડિજિટલ ક્રાંતિની આગેવાની માટે ઇનોવેશનની જરૂર છે, માત્ર ઇન્ટીગ્રેશનની જરૂર નથી.
આજે જિયો એક સાચા ડીપ-ટેક ઈનોવેટર તરીકે ઊભું છે. અમારી સફળતાના મૂળમાં અમારું સંપૂર્ણ સ્વદેશી 5G સ્ટેક છે. અમારી ઓપરેશન્સ સપોર્ટ સિસ્ટમ્સ (OSS) અને બિઝનેસ સપોર્ટ સિસ્ટમ્સ (BSS)પણ સંપૂર્ણપણે સ્વદેશી છે.
જિયોનું ઇનોવેશન પર ધ્યાન બૌદ્ધિક સંપદાના અમારા વધતા પોર્ટફોલિયોમાં પણ પ્રતિબિંબિત થાય છે. જિયો ભારતના સૌથી મોટા પેટન્ટ ધારકો પૈકીનું એક છે, જેમાં એકલા 5G અને 6G ટેક્નોલોજીમાં 350થી વધુ પેટન્ટ છે. આ પેટન્ટ વૈશ્વિક ઇનોવેશનમાં મોખરે જિયોનું સ્થાન સુરક્ષિત કરવા માટે ચાવીરૂપ છે.
ચાલો હું 5Gથી શરૂઆત કરું. ગયા વર્ષે અમે જિયો ટ્રૂ 5Gનું સમગ્ર ભારતમાં રોલઆઉટ પૂર્ણ કર્યું, જે વિશ્વની સૌથી મોટી અને સૌથી ઝડપી 5G શરૂઆત છે. ભારતમાં કાર્યરત 5G રેડિયો સેલમાંથી 85 ટકાથી વધુ જિયોના છે. સૌથી વધુ વ્યાપક કવરેજ અને ઉચ્ચ ગુણવત્તા સાથે જિયો ટ્રૂ 5G હવે ભારતના દરેક ખૂણે પહોંચે છે.
જિયોએ વિશ્વના સૌથી અદ્યતન 5G નેટવર્કમાંનું એક નેટવર્ક તૈયાર કરીને ભારતને 5G-ડાર્કમાંથી 5G-બ્રાઈટમાં પરિવર્તિત કર્યું છે. અજોડ સ્પેક્ટ્રમ હોલ્ડિંગ્સ 5G સ્ટેન્ડઅલોન આર્કિટેક્ચર અને કેરિયર એગ્રિગેશન અને નેટવર્ક સ્લાઇસિંગ જેવી અદ્યતન ટેક્નોલોજીઓ થકી જિયો ભારતમાં એકમાત્ર અને વૈશ્વિક સ્તરે 5Gની ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ કરનાર એકમાત્ર ઓપરેટર છે.
જિયો ટ્રૂ 5Gએ વિશ્વની સૌથી ઝડપી 5G અપનાવવાની સિદ્ધિને પણ હાંસલ કરી છે. માત્ર બે વર્ષમાં 130 મિલિયનથી વધુ ગ્રાહકોએ જિયો ટ્રૂ 5G અપનાવ્યું.
અમે ગયા ઓક્ટોબરમાં અમારી 5G-આધારિત હોમ બ્રોડબેન્ડ સેવા જિયોએરફાઇબર શરૂ કરી હતી. જિયોએરફાઇબર સમગ્ર ભારતમાં હાઈ-સ્પીડ બ્રોડબેન્ડ ઓફર કરે છે, જે ઓપ્ટિકલ ફાઈબર સાથે ગ્રાહકોના ઓર્ડરને શક્ય કરતાં વધુ ઝડપથી પૂરા કરે છે. માત્ર છ મહિનામાં અમે અમારા પ્રથમ 10 લાખ એર ફાઈબર ગ્રાહકો મેળવ્યા હતા. આ સીમાચિન્હ નોંધપાત્ર છે અને વૈશ્વિક સ્તરે તેના પ્રકારનું સૌથી ઝડપી છે.
જોકે આ તો માત્ર શરૂઆત હતી. અમારી ડીપ-ટેક ક્ષમતાઓનો લાભ લઈને અને દરેક પ્રક્રિયાને સતત ઑપ્ટિમાઇઝ કરીને અમે માત્ર 100 દિવસમાં નવા એક મિલિયન એર ફાઇબર ગ્રાહકો પ્રાપ્ત કર્યા છે. અમે હજુ પણ અમારી કામગીરીને સુવ્યવસ્થિત કરી રહ્યા છીએ અને હજુ પણ વધુ વેગ મળવાની શક્યતા જોઈ રહ્યા છીએ.
અમે હવે અમને પોતાને દર 30 દિવસે 10 લાખ રહેઠાણો ઉમેરવાનો પડકાર આપી રહ્યા છીએ. આ ગતિ સાથે અમે રેકોર્ડ ઝડપે 100 મિલિયન હોમ બ્રોડબેન્ડ ગ્રાહકોના અમારા લક્ષ્ય સુધી પહોંચવાનો વિશ્વાસ ધરાવીએ છીએ. અમે 20 મિલિયનથી વધુ નાના અને મધ્યમ બિઝનેસીસને પણ ટાર્ગેટ કરી રહ્યા છીએ, આજના ડિજિટલ યુગમાં વિકાસ માટે જરૂરી કનેક્ટિવિટી તેમના માટે લાવી રહ્યા છીએ.
જોકે ભારતની 1.5 મિલિયન શાળાઓ અને કોલેજો, 70,000થી વધુ હોસ્પિટલો અને 1.2 મિલિયન ડોકટરોને જોડવાની ક્ષમતા આપણને સૌથી વધુ ઉત્સાહિત કરે છે.
એ.આઇ. અપનાવવાની પ્રક્રિયા સુવ્યવસ્થિત કરવા માટે જિયો ટૂલ્સ અને પ્લેટફોર્મ્સનો એક વ્યાપક સ્યૂટ વિકસાવી રહ્યું છે જે સમગ્ર એ.આઇ. લાઇફસાઇકલને વિસ્તારે છે. અમે આને જિયો બ્રેઈન કહીએ છીએ.
જિયો બ્રેઇન અમને સમગ્ર જિયોમાં એ.આઇ. અપનાવવા, ઝડપી નિર્ણયો કરવા, વધુ સચોટ અનુમાનો અને ગ્રાહકની જરૂરિયાતોને વધુ સારી રીતે સમજવા માટે સક્ષમ બનાવે છે. અમે રિલાયન્સની અન્ય ઓપરેટિંગ કંપનીઓમાં સમાન પરિવર્તન લાવવા અને તેમની એ.આઇ. સફરને પણ ઝડપી બનાવવા માટે જિયો બ્રેઈનનો ઉપયોગ કરવાનું શરૂ કરી રહ્યા છીએ.
જિયોની એઆઈ દરેક સ્થળે દરેકજણ માટે પરિકલ્પના સાથે, અમે એઆઈનું સાર્વત્રિકીકરણ કરવા કટિબદ્ધ છીએ, જેના થકી ભારતમાં દરેકજણને સૌથી વધુ પોષાય તેવા દરોએ શક્તિશાળી એઆઈ મોડેલ્સ અને સેવા ઉપલબ્ધ થશે.
આ હાંસલ કરવા અમે ખરા અર્થમાં રાષ્ટ્રીય એઆઈ માળખું જમીન પર બિછાવી રહ્યા છીએ. અમે જામનગરમાં ગીગાવોટ-સ્તરે એઆઈ-રેડી ડેટા સેન્ટર્સ સ્થાપિત કરવાની યોજના ધરાવીએ છીએ કે જે સંપૂર્ણપણે રિલાયન્સની ગ્રીન એનર્જીથી ચાલતું હોય, જે વધુ સાતત્યપૂર્ણ અને હરિત ભવિષ્ય પરત્વેની અમારી વચનબદ્ધતાને પરાવર્તિત કરે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નેટવર્કિંગ, ઓપરેશન્સ, સોફ્ટવેર અને ડેટામાં અમારી નિપૂણતાનો લાભ લઈને તેમજ અમારા ગ્લોબલ પાર્ટનર્સ સાથે સહયોગ સાધીને, અમારો ઉદ્દેશ અહીં ભારતમાં જ વિશ્વના સૌથી નીચો એઆઈ ઈન્ફેન્સિંગ ખર્ચ ધરાવતા નેટવર્કની સ્થાપના કરવાનો છે. આનાથી ભારતમાં એઆઈ કામગીરી બીજા કોઈ પણ સ્થળ કરતા વધુ પોષાય તેવા દરે ઉપલબ્ધ થશે, અને આ રીતે એઆઈ સુધી દરેકની પહોંચ શક્ય બનશે.
આજે, એઆઈ દરેક સ્થળે દરેકજણ માટેની અમારી પરિકલ્પનાના સમર્થનમાં કનેક્ટેડ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને, હું અત્યંત રોમાંચ સાથે જિયો એઆઈ-ક્લાઉડ વેલકમ ઓફરની ઘોષણા કરું છું.
આજે, હું જાહેરાત કરું છું કે જિયો યુઝર્સને 100 જીબી સુધીનો મફત ક્લાઉડ સ્ટોરેજ પ્રાપ્ત થશે, જેથી તેઓ તેમના બધા ફોટો, વિડિયો, દસ્તાવેજો, તથા અન્ય ડિજિટલ કન્ટેન્ટ તથા ડેટાને સુરક્ષિત રીતે સંગ્રહ કરીને તેના સુધી પહોંચ મેળવી શકે. અને અમારી પાસે વધુ સ્ટોરેજની જરૂરિયાત ધરાવનારા માટે પણ બજારમાં સૌથી વધુ કિફાયતી કિંમતો ઉપલબ્ધ છે.
અમે આ વર્ષે દિવાળીથી શરૂ થાય તે રીતે જિયો એઆઈ-ક્લાઉડ વેલકમ ઓફર લોંચ કરવા સજ્જ છીએ, જેના થકી એવું શક્તિશાળી અને પોષાય તેવું સોલ્યુશન પ્રાપ્ત થશે જેમાં દરેકજણને દરેક સ્થળે ક્લાઉડ ડેટા સ્ટોરેજ તથા ડેટા-પાવર્ડ એઆઈ સર્વિસીઝ ઉપલબ્ધ થશે.
ડીપ ટેક સંશોધનો તેમજ ગ્રાહક અને શેરધારક મૂલ્ય પર ધ્યાન આપીને, જિયો ભારતના ડિજિટલ ભવિષ્યમાં સીમાચિહ્નરૂપ બની શકે છે. કનેક્ટિવિટીમાં અમારી તીવ્રગતિ સાથે આગળ વધતા, અમે આગામી ત્રણથી ચાર વર્ષમાં અમારી આવકો અને EBITDAને બેવડાવવાનું લક્ષ્ય ધરાવીએ છીએ. અને તે પછી, એક ગ્રોથ એન્જિન તરીકે એઆઈની ક્ષમતા અદભુત છે, અને એઆઈમાં અમારી પ્રગતિ વિશે હું આપને અપડેટ આપતો રહીશ.
જિયોસિનેમા ડિજિટલ સ્પોર્ટ્સ અને એન્ટરટેઈન્મેન્ટમાં ક્રાંતિ આણી રહ્યું છે. ટૂંકાગાળામાં જ તેણે મહત્ત્વના સીમાચિહ્નો સર કર્યા છે. જિયોસિનેમા પર આઈપીએલની બીજી સિઝને ભવ્ય સફળતા હાંસલ કરી હતી. તે 62 કરોડ સુધી ભારતીયો સુધી પહોંચી હતી. અગાઉની સિઝનની તુલનામાં આ 38% વૃદ્ધિ છે. કુલ દર્શકગણમાં 50% વૃદ્ધિ જોવા મળી હતી. આના પગલે તે વિશ્વભરમાં સૌથી વધુ જોવાયેલી લાઈવસ્ટ્રીમ ઈવેન્ટ બની હતી. ઓલિમ્પિક્સ દરમિયાન પણ આ સફળતા જળવાઈ હતી.
જિયોસિનેમાનું નવું સબસ્ક્રીપ્શન પેક ગેમ-ચેન્જર છે. તે ઓટીટી ઓરિજનલ્સ, રિયાલિટી શો, બ્લોકબસ્ટર મૂવીઝ, અને એચબીઓ, પેરામાઉન્ટ, તથા એનબીસીયુનું ટોપ કન્ટેન્ટ પ્રસ્તુત કરે છે. માત્ર 100 દિવસમાં જ જિયોસિનેમાએ 15 મિલિયન પેઈંગ સબસ્ક્રાઈબર્સનો આંકડો પાર કરી દીધો છે. આ કેટેગરીમાં આ સૌથી તેજ ગતિએ નોંધાયેલી વૃદ્ધિ છે.
અમારો ન્યૂઝ બિઝનેસ નવા શિખરો સર કરી રહ્યો છે. ઉચ્ચ-ગુણવત્તાશીલ પત્રકારત્વ પર અમારું ધ્યાન કેન્દ્રિત થવાને લીધે આ શક્ય બન્યું છે. અમે બંને- સામાન્ય તથા બિઝનેસ ન્યૂઝમાં અગ્રેસર છીએ. વૈશ્વિક મહત્ત્વાકાંક્ષા ધરાવનારું ભારતનું એકમાત્ર નેટવર્ક અમે છીએ.
ન્યૂઝ18 ઈલેક્શન ન્યૂઝ માટે ભારતનું ટોચનું ટીવી નેટવર્ક હતું. સીએનબીસી ટીવી18 પાસે બજેટના દિવસે 82% જેટલો ઊંચો વ્યૂઅરશીપ હિસ્સો હતો. સીએનએન ન્યૂઝ 18 મોટાભાગે અન્ય બધી ચેનલોના સંયુક્ત પ્રદર્શનને પણ આંબી જાય છે. તે બે વર્ષથી નં. 1 રહી છે.
મનીકંટ્રોલ એ ભારતમાં અને વિદેશમાં યુઝર્સ માટે ડેટા અને એનાલિટિક્સના અદ્યતન ફિનટેક પ્રોવાઈડરમાં પરિવર્તિત થઈ રહી છે. ફર્સ્ટપોસ્ટ પણ વૈશ્વિક ન્યૂઝ પાવરહાઉસ બની રહી છે.
હું માનું છું કે હવે ભારતનો સમય આવી ગયો છે, કારણ કે દુનિયાના સૌથી વધુ વસતિ ધરાવતા દેશ તરીકે, પોતાના અવાજમાં ભાર મૂકવો અને પ્રભાવશાળી વૈશ્વિક મીડિયામાં પોતાનું યથાર્થ સ્થાન હાંસલ કરવું જરૂરી છે.
હવે ડિઝની સાથે અમારી ભાગીદારી વિશે જરા વાત કરીએ. આના પગલે ભારતના એન્ટરટેઈન્મેન્ટ ઉદ્યોગમાં નવા યુગની શરૂઆત થઈ રહી છે. અમે ડિજિટલ સ્ટ્રીમિંગ વડે કન્ટેન્ટ ક્રિએશનને મિક્સ કરી રહ્યા છીએ.
અમારો ડિજિટલ-ફર્સ્ટ અભિગમ પોષાય તેવા દરે અતુલ્ય કન્ટેન્ટ પૂરું પાડશે. અમે દરેક ઉપભોક્તાની પસંદગીને પરિપૂર્ણ કરીશું. અમે સમગ્ર ફલક પર વિશ્વ સ્તરનું ડિજિટલ એન્ટરટેઈન્મેન્ટ પૂરું પાડીશું. આ ભાગીદારી વિશે અમે રોમાંચિત છીએ. હું રિલાયન્સ પરિવારમાં ડિઝનીનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરું છું.
મને હવે રિલાયન્સ રિટેલ વિશે આટલું જણાવતા ખૂબ આનંદ થઈ રહ્યો છે:
સ્ટોર્સની સંખ્યામાં તે વિશ્વના ટોપ-5 રિટેલર્સમાં સ્થાન ધરાવે છે,
માર્કેટ કેપિટલાઈઝેશનના સંબંધમાં તે ટોપ-10 રિટેલર્સમાં સામેલ છે,
કર્મચારીઓની સંખ્યાની બાબતમાં તે ટોપ-20 રિટેલર્સમાં સામેલ છે, અને
આવકના સંબંધમાં ટોપ-30 રિટેલર્સમાં સામેલ છે.
અમારું અનોખું ઓપરેટિંગ મોડેલ જ અમને મળેલા સ્પર્ધાત્મક લાભ અને અમારા રિટેલ બિઝનેસમાં પ્રાપ્ત થયેલી લીડરશીપ પોઝિશનનો ખરો પાયો છે.
ભૌતિક તેમજ ઓનલાઈન ચેનલ્સ તથા કન્વિનિયન્સ પર ગ્રાહકોને સીમલેસ અનુભવ પૂરો પાડવા અમે અતુલ્ય ઓમ્ની-ચેનલ ધરાવીએ છીએ. અમારી પાસે વિવિધ ચેનલ્સમાં કોમન ઈન્વેન્ટરી છે કે જે અમારા વ્યાપક સ્ટોર નેટવર્કનો લાભ લઈને હાઈપરલોકલ ડિલિવરી પૂરી પાડે છે.
અમે 7,000+ શહેરોમાં આશરે 80 મિલિયન ચો. ફીટ ક્ષેત્રફળ ધરાવતા આશરે 19,000 જેટલા અમારી માલિકીના સ્ટોર્સ, 4 મિલિયન કરિયાણા ભાગીદારો અને દેશભરમાં ઉપભોક્તાઓ સુધી અમને પહોંચ પૂરી પાડનારા વ્યાપક ડિજિટલ પ્લેટફોર્મ્સના જથ્થા વડે મલ્ટિપલ ચેનલ્સનું નિર્માણ કર્યું છે જેથી ગ્રાહકોને સેવા પૂરી પાડી શકાય. અમે અમારી ભારત-ભરની કામગીરીને ટેકો મળી રહે તે માટે 32 મિલિયન ચોરસ ફીટથી પણ વધુ જગ્યા ધરાવતા ગોડાઉન નેટવર્કની સાથે સઘન અને કાર્યક્ષમ સપ્લાય ચેઈનનું નિર્માણ કર્યું છે.
આપને એ જણાવતા મને ખૂબ આનંદ થઈ રહ્યો છે કે અમારો રિટેલ વ્યાપાર પણ સંખ્યાબંધ મહત્ત્વપૂર્ણ વૈશ્વિક ધ્યેયોને પ્રોત્સાહિત કરી રહ્યો છે. અમે ભારતના ખેડૂતો અને એમએસએમઈ પાસેથી તેમના ગુણતવત્તાસભર ઉત્પાદનો પ્રાપ્ત કરીને તેમને સમૃદ્ધ બનાવી રહ્યા છીએ. અમે આદિવાસી વિસ્તારોમાંથી વધુ વસ્તુઓ મેળવી રહ્યા છીએ. અમે મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. આ બધાથી પણ વિશેષ, અમારો રિટેલ વ્યાપાર આજીવિકા માટેની વધુને વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ તકોનું નિર્માણ કરી રહ્યો છે.
ભારતમાં ડીપવોટર ડેવલપમેન્ટ અને પ્રોડક્શનમાં અગ્રણી હોવાને નાતે, અમે 6 ડીપવોટર ફિલ્ડ્સ સફળતાપૂર્વક ચાલુ કરીને ખુદને વિશ્વસ્તરીય ડીપવોટર ઓપરેટર તરીકે સ્થાપિત કર્યા છે. અગણિત પડકારોને સામનો કરવા છતાં, અમારી ટીમે MJ ફિલ્ડને સુરક્ષિત અને સમયબધ્ધ રીતે ચાલુ કર્યું, જે અમારી પ્રતિબધ્ધતા અને પ્રતિરોધકતા દર્શાવે છે. હાલમાં, KG D6 ફિલ્ડ્સમાંથી લગભગ 30 MMSCMD ગેસ અને દૈનિક 22,000 બેરલ કન્ડેન્સેટનું ઉત્પાદન થાય છે. અમારા ફિલ્ડ્સ હવે ભારતના ઘરેલુ ગેસ ઉત્પાદનમાં લગભગ 30%નું પ્રદાન કરે છે, જે ખાતર, વિજ, શહેરી ગેસ વિતરણ અને વિવિધ ઉદ્યોગો સહિતના વિવિધ ક્ષેત્રના વૈવિધ્યપૂર્ણ ગ્રાહકોને પૂરો પાડવામાં આવે છે.
આ વર્ષે, અમે મહત્વપૂર્ણ નાણાકિય સિમાચિહ્નની પણ ઉજવણી કરી જેમાં EBITDA રૂ. 20,000 કરોડ (US$ 2.4 billion) પાર કરવા સાથે અમારી આવકો રૂ. 25,000 કરોડ (US$ 3.0 billion)ના માનક સુધી પહોંચી.
અમે અમારી ઉત્પાદન ક્ષમતાને ટકાવી રાખવા અને વધારવા માટે અમે સુરક્ષિત અને સાતત્યપૂર્ણ ઓપરેશન્સ, સ્ત્રોતના વિસ્તરણ, અને વધારાના કૂવાના વિકાસમાં રોકાણ કરવા માટે પ્રતિબધ્ધ છીએ.
અમે અમારા તાજેતરના “You Deserve More” કેમ્પેઇનમાં દર્શાવ્યું છે તે પ્રમાણે bp સાથેનું અમારું ફ્યુઅલ રીટેલિંગ સંયુક્ત સાહસ, Jio-bp, ઉદ્યોગમાં નવાં માનાંકો પ્રસ્થાપિત કરી રહ્યું છે. દેશના 1,778 આઉટલેટ્સમાં કોઇપણ વધારાના ખર્ચ વિના 4.3% વધારે માઇલેજ આપતું હાઇ-પર્ફોર્મન્સ ડિઝલ આપવાનો અમને ગર્વ છે.
વધુમાં, અમે દેશનો એકમાત્ર ટ્રક ડ્રાઇવર લોયલ્ટી પ્રોગ્રામ લોન્ચ કર્યો છે અને હવે અમારા ફ્યુઅલ સ્ટેશન્સ પર 105 કન્વેનિયન્સ સ્ટોર્સનું સંચાલન કરીએ છીએ, જે અમારા ગ્રાહકોને અતિરિક્ત મૂલ્ય પૂરું પાડે છે.
ઈશા અંબાણી, નોન-એક્ઝિક્યુટીવ ડિરેક્ટર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું નિવેદન
મજબૂત નફાની વૃદ્ધિની અમારી ધરી પર આગળ વધતા, અમે YoY 28.4%ની વૃદ્ધિ સાથે ₹23,082 કરોડનો (US$2.8 બિલિયન) EBITDA અને YoY 21%ની વૃદ્ધિ સાથે ₹11,101 કરોડનો (US$ 1.3 બિલિયન) ચોખ્ખો નફો નોંધાવ્યો છે.EBITDA માર્જિન, 8.5% રહીને સુધારો દર્શાવવાનું ચાલુ રાખતા YoY 70 બીપીએસ વધ્યો છે.
અમારા સ્ટોર્સમાં એક બિલિયનથી વધુ ફૂટ ફોલ્સ જોવા મળ્યા છે, અને અમારી ચેનલ્સમાં 1.25 બિલિયનથી પણ વધુ ટ્રાન્ઝેક્શન્સ નોંધાયા છે.
રજિસ્ટર્ડ કસ્ટમર બેઝનો આંક 300 મિલિયન ગ્રાહકોના સીમાચિહ્નને સર કરી ગયો છે, જે લગભગ અમેરિકાની વસતિ જેટલો છે.
ગ્રોસરીમાં, અમેમાત્રસૌથીમોટાજનહીં પરંતુસૌથીઝડપીવિકાસપામનારરિટેલર્સપણછીએ, જેબાકીનાઆધુનિકવેપારની વૃધ્ધિનીતુલનામાં2.5 ગણીઝડપેવિસ્તરણ પામે છે.અમારી વૃદ્ધિનુંમુખ્યકારણએછેકેઅમેનાનાનગરોપરધ્યાનકેન્દ્રિતકરીરહ્યાછીએ, જ્યાંઅમારાબેતૃતિયાંશનવાસ્ટોર્સખુલી રહ્યાંછે.
મેટ્રો ઇન્ડિયા કેશ એન્ડ કેરીના હસ્તાંતરણ સાથે, અમે અમારા કિરાણા અને HoReCa સહયોગીઓને વિશાળ શ્રેણી પૂરી પાડીને અમારી ઓમ્ની ચેનલ ક્ષમતાને સુદૃઢ કરી છે. અમને ખુશી છે કે અમારા ન્યૂ કોમર્સ બિઝનેસમાં 4 મિલિયન કિરાણા સહયોગી નોંધાયેલા છે, જેમને 200 શહેરોમાં આવેલા 220 મેટ્રો સ્ટોર્સ સહયોગ આપે છે.
અમારા કન્ઝ્યુમર બ્રાન્ડ્સ વ્યવસાયમાં, સમગ્ર ભારતમાં વધારે વપરાશને પ્રોત્સાહન આપવા ઉચ્ચ-ગુણવત્તા ધરાવતા ઉત્પાદનોને કિફાયતી કિમતે તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. અમે ઘણી લોકપ્રિય બ્રાન્ડ્સ જેમ કે કેમ્પા, લોટસ ચોકોલેટ્સ અને સોસ્યો ફરીથી રજૂ કરી છે. આ તમામ બ્રાન્ડ્સને મળેલી શરૂઆતી સફળતા અમને વિશ્વાસ અપાવે છે કે અમે યોગ્ય રાહ પર છીએ.
ફેશન અને લાઇસ્ટાઇલમાં, અમારું ડિઝાઇનિંગ અને કપડાંની ખરીદીથી માંડીને લોજિસ્ટીક્સ અને વિતરણ સુધીનું વર્ટીકલ ઇન્ટીગ્રેટેડ ઓપરેશન ટ્રેન્ડ સેટ કરવામાં અને સમગ્ર દેશના અમારા ગ્રાહકોની વૈવિધ્યપૂર્ણ ફેશન જરૂરીયાતો પૂરી કરવામાં મદદ કરે છે. અમે ભારતમાં એકમાત્ર ફેશન પ્લેયર છીએ જેની માસ માર્કેટથી માંડીને પ્રિમિયમ અને લક્ઝરી સેગમેન્ટ્સ સુધીના આવકના પિરામીડના દરેક સેગમેન્ટમાં નોંધપાત્ર હાજરી છે.
કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સમાં, વ્યક્તિગતગ્રાહકઅનુભવોપ્રત્યેનીઅમારીપ્રતિબદ્ધતાઅનેઅનુરૂપઉકેલોઆપવાને કારણે અમેમાર્કેટલીડરરહીએછીએ. અમારામાટેમુખ્યતફાવતએછેકેઅમારીઇન-હાઉસસર્વિસકંપની, resQદ્વારાપ્રદાનકરવામાંઆવતીઉચ્ચગુણવત્તાયુક્તવેચાણઅનેવેચાણપછીનીસેવા.
અમેસમગ્રભારતમાંઇલેક્ટ્રોનિક્સમાટેનીઅમારીઑન-ડિમાન્ડસેવાઓનેઝડપથીવિસ્તારીછેઅનેનવીનતમમોબાઇલઅનેલેપટોપમાટેનવા, ઉત્પાદકતા-કેન્દ્રિતફોર્મેટનીસાથેઅમારાબિગ-બૉક્સરિલાયન્સડિજિટલફોર્મેટનુંવિસ્તારણ કર્યુંછે.
બ્યુટીમાં, અમે ટીરા, સેફોરા, કિકો મિલાનો અને બ્લશલેસ જેવા મલ્ટીપલ ફોર્મેટ્સમાં ઓમ્ની-ચેનલ સ્ટ્રેટેજી દ્વારા અમારી હાજરી મજબૂત બનાવી રહ્યા છીએ. અમે અમારા વર્તમાન ફોર્મેટ્સ – ગ્રોસરી, ફેશન, અને ફાર્મા – ઓનલાઇન અને ઓફલાઇન એમ બંનેમાં અમારા બ્યુટી અને પર્સનલ કેર ઓફરીંગ્સ વધારી રહ્યાં છીએ. ઇનસાઇટ કોસ્મેટીક્સમાં અમારું રોકાણ અમને અમારા પોતાના બ્રાન્ડ પોર્ટફોલિયોનું નિર્માણ કરવા સક્ષમ બનાવે છે.
આકાશ અંબાણી, નોન-એક્ઝિક્યુટીવ ડિરેક્ટર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને કિરણ થોમસ,પ્રેસિડેન્ટ, રિલાયન્સ જિયોનું નિવેદન
આજે, જિયો હોમના તદ્દન નવા ફીચર્સ જણાવતા અમે રોમાંચ અનુભવી રહ્યા છીએ, જેનાથી તમારું ઘર વધુ કનેક્ટેડ, સુગમ અને પહેલા કરતાં વધુ સ્માર્ટ બનશે. જિયોએ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ડિજિટલ હોમ સર્વિસની સિકલ બદલી નાંખી છે. હવે લાખો લોકો અલ્ટ્રાફાસ્ટ ઈન્ટરનેટ, સીમલેસ વીડિયો સ્ટ્રીમિંગ, અને ટોચની ઓટીટી એપ્લિકેશન્સનો આનંદ માણી રહ્યા છે, જે અમારા જિયો બ્રોડબેન્ડ ને જિયો સેટ ટોપ બોક્ષની તાકાતથી સજ્જ છે.-આકાશ અંબાણી
આજે અમે જિયો TvOSને પ્રસ્તુત કરતા રોમાંચિત છીએ, જે જિયો STBમાટે અમારી 100%હોમ-ગ્રોન ઓપરેટિંગ સિસ્ટમ છે. જિયો TvOSને તમારા વિશાળ ટીવી સ્ક્રીન માટે બનાવાયું છે, જે તમને ઝડપી, આરામદાયક અને વધુ પર્સનલાઈઝ અનુભૂતિ પ્રદાન કરશે. આ જાણે કસ્ટમ-મેડ એન્ટરટેઈન્મેન્ટ સિસ્ટમને ઘરે લઈ આવવા જેવી વાત છે. જિયો TvOSઅલ્ટ્રા એચડી 4કે વીડિયો, ડોલ્બી વિઝન અને ડોલ્બી એટોમ્સ જેવા અત્યાધુનિક હોમ એન્ટરટેઈન્મેન્ટ ફીચર્સને સપોર્ટ કરે છેઃ કિરણ થોમસ,પ્રેસિડેન્ટ, રિલાયન્સ જિયો
જિયો TvOSથી સંપૂર્ણ સજ્જ, જિયો હોમ IoTસોલ્યુશન્સ, તમારા ઘરને વધુ બુદ્ધિશાળી તેમજ તમારી જરૂરિયાતોને પ્રતિસાદ આપનારું બનાવશે. અમારા મેટર-કમ્પ્લાયન્ટ સોલ્યુશન્સ, કે જે લેટેસ્ટ ઈન્ડસ્ટ્રી માપદંડો મુજબના છે, તેના દ્વારા જિયો હોમ IoTસુનિશ્ચિત કરશે કે તમારા બધા સ્માર્ટ ડિવાઈસીસ એક સાથે મળીને સીમલેસ કામગીરી કરે અને એક જ યુનિફાઈડ પ્લેટફોર્મ દ્વારા તેને નિયંત્રિત કરાય: કિરણ થોમસ
ચાલો, તો આપણે હવે જિયોટીવી+અને ડિજિટલ એન્ટરટેઈન્મેન્ટના ભવિષ્ય માટે આપણી પરિકલ્પના વિશે વાત કરીએ. જિયોટીવી+તમારું સઘળું હોમ એન્ટરટેઈન્મેન્ટ લઈને આવે છે- જેમાં લાઈવ ટીવી, ઓન-ડિમાન્ડ શો, અને એપ્સ- બધું સાથે મળીને એક જ ઉપયોગ-માં-સરળ પ્લેટફોર્મ પર આવે છે. જિયોટીવી+સાથે, તમને 860 લાઈવ ટીવી ચેનલ્સ સુધી પહોંચ પ્રાપ્ત થશે,જેમાં અદભુત હાઈ ડેફિનિશનમાં તમામ અગ્રણી ચેનલ્સ, વત્તા એમેઝોન પ્રાઈમ વીડિયો,ડિઝની+, અને હોટસ્ટાર જેવી એપ્સનું શ્રેષ્ઠ કન્ટેન્ટ- આ બધું એક જ સ્થળે મળશેઃ આકાશ અંબાણી
આજે અમે જેને વિકસાવી રહ્યા છીએ તે નવી સેવા વિશે વાત કરવાનો અમને ખૂબ આનંદ છે, જે એઆઈનો ઉપયોગ કરવાનું કોઈ ફોન કોલ કરવા જેટલું સરળ બનાવી દે છે. અમે આ સર્વિસને જિયો ફોનકોલ એઆઈ કહીને બોલાવીએ છીએ, જેનાથી તમે દરેક ફોન કોલ સાથે એઆઈનો ઉપયોગ કરી શકશો. જિયો ફોનકોલ એઆઈ કોઈ પણ કોલને રેકોર્ડ કરીને તેને જિયો ક્લાઉડમાં સ્ટોર કરી શકે છે તેમજ આપમેળે તેને ટ્રાન્સક્રાઈબ કરી શકે છે, જેનો મતલબ એ થયો કે તે આ કોલને અવાજમાંથી લખાણ એટલે કે ટેક્સ્ટમાં રૂપાંતરિત કરી શકે છે. તે કોલની યાદી બનાવી શકે છે, અને તેનું અન્ય ભાષામાં ભાષાંતર પણ કરી શકે છેઃ આકાશ અંબાણી`
નીતા અંબાણી, ફાઉન્ડર-ચેરપર્સન, રિલાયન્સ ફાઉન્ડેશનનું નિવેદન
હું શરૂ કરું તે પહેલાં ચાલો આપણે પેરિસ ઓલિમ્પિક 2024માં આપણા દેશનું પ્રતિનિધિત્વ કરનારા ભારતીય એથ્લેટ્સને અભિનંદન આપીએ. રેકોર્ડ્સ અને મેડલ ઉપરાંત હું તેમના સંયમ, સમર્પણ અને સખત મહેનતની વાતોથી પ્રેરિત થયો છું.
તેઓ ભારતની અદમ્ય ભાવનાને મૂર્તિમંત કરે છે. એક ભાવના જે તમામ અવરોધો સામે ઊભી રહે છે અને પડતું મૂકવાનો ઇનકાર કરે છે. કોર્પોરેટ તરીકે, નાગરિકો તરીકે અને માતા-પિતા તરીકે – આપણે બધાએ ભારતની આ યુવા ભાવનાની સુરક્ષા, પ્રોત્સાહન પૂરું પાડવા અને તેના સશક્તિકરણમાં આપણી ભૂમિકા ભજવવી જોઈએ.
ભારતને ખરા અર્થમાં ગ્લોબલ સ્પોર્ટિંગ પાવરહાઉસ બનાવવાનું અમારું સ્પષ્ટ લક્ષ્ય છે. આ ધ્યેયની પ્રાપ્તિમાં અમારું ધ્યાન એક મજબૂત સ્પોર્ટિંગ ઇકોસિસ્ટમ તૈયાર કરવા પર છે જે અમારા રમતવીરોને તળિયાના સ્તરેથી લઈને ઉચ્ચ સ્તરે ગૌરવ પ્રાપ્ત કરવા માટે મદદ પૂરી પાડે છે. આપણે આપણા બાળકોને નાનપણથી જ તાલીમ આપવાનું શરૂ કરીએ તે જરૂરી છે. અમને એ સુનિશ્ચિત કરવા માટે એક અભિયાનની જરૂર જણાય છે કે આપણા દેશના દરેક બાળકને શિક્ષણના અધિકાર સાથે રમતગમતનો અધિકાર પણ મળે.
મારા પુત્ર આકાશની આગેવાની હેઠળ અમારો શિક્ષણ અને રમતગમતનો કાર્યક્રમ અત્યાર સુધીમાં સમગ્ર ભારતમાં વિવિધ રમતોમાં લગભગ 23મિલિયન યુવાનો સુધી પહોંચ્યો છે.
ગયા વર્ષે અમે ભારતમાં ઓલિમ્પિક્સ લાવવાના અમારા સહિયારા સ્વપ્નને સાકાર કરવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ કરી હતી. ઑક્ટોબર 2023માં અમે મુંબઈમાં 141મું આઇઓસી સેશન સફળતાપૂર્વક આયોજિત કર્યું હતું, અને તે 40વર્ષના સમયગાળા બાદ ભારતમાં ઑલિમ્પિક મૂમેન્ટને પાછી લાવવાની કવાયતને ઉજાગર કરે છે. આ ઐતિહાસિક સત્રમાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2030યુથ ઓલિમ્પિક અને 2036સમર ઓલિમ્પિક્સની યજમાની કરવાની ભારતની મહત્વાકાંક્ષા જાહેર કરી હતી.
આ ઉપરાંત આ સત્રમાં એક સીમાચિહ્નરૂપ નિર્ણયમાં ક્રિકેટનો લોસ એન્જલસમાં 2028 સમર ગેમ્સ માટે ઓલિમ્પિક રમત તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો. ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના સભ્ય તરીકે હું એ જણાવતા નમ્રતા અનુભવું છું કે અમે ભારતની ઓલિમ્પિક અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે અમારા તરફથી પ્રથમ પગલાં ભર્યા છે.
આ વર્ષે પેરિસ ઓલિમ્પિકમાં રિલાયન્સ ફાઉન્ડેશને ભારતીય ઓલિમ્પિક એસોસીએશન સાથે ભાગીદારીમાં ઓલિમ્પિકમાં પ્રથમવાર ઈન્ડિયા હાઉસનું આયોજન કર્યું હતું. ઈન્ડિયા હાઉસ એક એવી જગ્યા બની ગઈ જ્યાં અમે અમારા રમતવીરોનું સન્માન કર્યું, અમારી સંસ્કૃતિની ઉજવણી કરી અને વિશ્વનું ભારતમાં સ્વાગત કર્યું હતું. તે અમારા રમતવીરો અને આપણા ચાહકો માટે ઘરથી દૂર એક ઘર હતું, તેણે ભારતની કળા અને વારસો, પરંપરા અને ટેકનોલોજી, પ્રતિભા અને અપેક્ષાઓની રજૂઆત કરી હતી.
એ યાદગાર 16દિવસોમાં ઇન્ડિયા હાઉસે 40,000થી વધુ મુલાકાતીઓનું સ્વાગત કર્યું, જેમાંથી લગભગ અડધા આંતરરાષ્ટ્રીય મહેમાનો હતા. ફ્રાન્સ ટેલિવિઝન પત્રકારે અહેવાલ આપ્યો કે જો કન્ટ્રી હાઉસ એક કેટેગરી હોત તો ઇન્ડિયા હાઉસ ગોલ્ડ જીત્યું હોત.
શિક્ષણ અને રમતગમત રાષ્ટ્રના ભાવિને ઘડવામાં સાથે સાથે આવે છે. હું હૃદયથી શિક્ષક છું અને બાળકો સાથે કામ કરવું એ મારા જીવનનો સૌથી સમૃદ્ધ અનુભવ બની રહ્યો છે. મારી પુત્રી ઈશાને એ રસ્તો અનુસરીને અને શિક્ષણના ક્ષેત્રમાં તેનો હેતુ શોધતી જોતાં હું લાગણીશીલ થઈ ગઈ છું અને તેનો આનંદ થયો. તે ભારતમાં શિક્ષણના પરિદૃશ્યને પુનઃવ્યાખ્યાયિત કરી રહી છે.
આ વર્ષે તેણે પ્રાથમિક અને અર્લી યર્સ એજ્યુકેશન માટે બે નવી સીમાચિન્હરૂપ સંસ્થાઓ શરૂ કરી છે – નીતા મુકેશ અંબાણી જુનિયર સ્કૂલ અને નીતા મુકેશ અંબાણી અર્લી યર કેમ્પસ.
અમારું વિઝન ભારતીય હૃદય અને આત્મા સાથે આંતરરાષ્ટ્રીય શાળાઓ સ્થાપવાનું છે. આ વિઝનને વાસ્તવિક બનાવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન ટૂંક સમયમાં શરૂ થનારા અમારા સ્કૂલ લીડરશિપ એન્ડ એડમિનિસ્ટ્રેશન પ્રોગ્રામ સાથે અમારી ફ્લેગશિપ ટીચર ટ્રેનિંગ પહેલને રજૂ કરવામાં ગર્વ છે.
અમારી શાળાઓ ઉપરાંત મને એ જણાવતા આનંદ થાય છે કે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અમારું લક્ષ્ય સમગ્ર ભારતમાં વંચિત સમુદાયોના 10મિલિયનથી વધુ બાળકો માટે વિશ્વ કક્ષાની પ્રારંભિક બાળપણ સંભાળ અને શિક્ષણ પૂરું પાડવાનું છે.
મુકેશ અને હું અમારા જીવનકાળમાં આપણા દેશના શાળાએ જતા 250મિલિયન બાળકો માટે ગુણવત્તાયુક્ત શિક્ષણને સક્ષમ બનાવવાના મિશન પર છીએ. વિશ્વમાં આજે યુવાનોની સૌથી વધુ સંખ્યા ભારતમાં છે, આપણી 50ટકાથી વધુ વસ્તી 30વર્ષથી ઓછી વયની છે. અમે આ પેઢીને એક નવા, પુનરુત્થાન પામેલા અને અણનમ ભારત – સાચા અર્થમાં વિકસિત ભારતનું પ્રેરક બળ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.
સ્વદેશ એ ભારતના વૈવિધ્યસભર સાંસ્કૃતિક વિરાસત અને સમૃદ્ધ કળાત્મક વારસાને અમારી શ્રદ્ધાંજલિ છે – આપણા દેશની વર્ષો જૂની કળા અને હસ્તકળાને જાળવવા અને પ્રોત્સાહન આપવાનો સામૂહિક પ્રયાસ છે.
ભારત 4000થી વધુ પરંપરાગત કળા અને હસ્તકળા તથા 70 લાખથી વધુ કારીગરોનું ઘર છે. તેઓ ખરેખર આપણા દેશનું ગૌરવ છે. અને તેમ છતાં કમનસીબે તેઓ મદદ, તકો અને આજીવિકાના અભાવને કારણે તેમાંના ઘણાએ તેમનો ગૌરવપૂર્ણ વારસો અને વિરાસત છોડી દીધા છે. આ માટે જ સ્વદેશની કલ્પના કરવામાં આવી હતી – અમારા પ્રતિભાશાળી કારીગરોને તેમની કુશળતા અને કારીગરી ભારતીય અને આંતરરાષ્ટ્રીય બંને સ્તરે વધતા જતા પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે.
અમારી કામગીરીનો અન્ય મુખ્ય ભાગ આપદા નિવારણમાં છે. અમારા માટે, કુદરતી આફતો અને હોનારતોના સમયમાં લોકોની મદદ કરવી એ અમારી મુખ્ય ફરજ છે.
તાજેતરમાં જ, વાયનાડમાં ભૂસ્ખલન કરૂણાંતિકા બાદ, રિલાયન્સ ફાઉન્ડેશનના સ્વયંસેવીઓ દોડી ગયા હતા અને રાહત તથા પુનર્વસનની કામગીરીમાં જોડાયા હતા. અમારી જમીન પરની ટીમોએ ત્વરિત જવાબ અને બચાવ કામગીરીમાં સાથ આપ્યો હતો, તેમજ જિલ્લાના લોકોની લાંબા-ગાળાની જરૂરિયાતો પૂરી કરવામાં મદદરૂપ થયા હતા, જેમકે:
- ખોરા,પાણી તથા આવશ્યક સુવિધા પૂરી પાડવી
- સેનિટેશન તથા સ્વચ્છતાની જાળવણી
- સાતત્યપૂર્ણ આજીવિકા માટે તાલીમ આપવી
- શિક્ષણ માટે સહાયતા પૂરી પાડવી
- રિલાયન્સ જિયો દ્વારા આધારભૂત ડિજિટલ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવી
તાલીમબદ્ધ કાઉન્સેલર્સ દ્વારા માનસિક-સામાજિક સહાયતા તેમજ સામુદાયિક ઉપચાર પૂરા પાડવા,ખાસકરીને બાળકો અને યુવા વર્ગને કારણ કે તેઓ ધીરેધીરે પોતાના જીવનનું પુનઃનિર્માણ કરે છે.