હાયફન ફૂડ્સ, ગુજરાતના બટાકાનું વાવેતર કરતા ખેડૂતોને તેની અનોખી હાયફાર્મ પાઠશાળા પહેલ દ્વારા સશક્ત બનાવશે

Spread the love

– કંપની દ્વારા રિજનરેટિવ એગ્રીકલ્ચર પદ્ધતિ થકી ખેતીનું નિર્દેશન કરવા માટે મોડલ ફાર્મની સ્થાપના કરવામાં આવશે

– ઉત્તર ગુજરાતમાં બટાકાની ખેતી વાળા વિસ્તારમાં ૩૦ "હાયફાર્મ પાઠશાળાઓ" સ્થાપવામાં આવશે

અમદાવાદ/મહેસાણા(ગુજરાત)

હાયફન ફૂડ્સ, ફ્રોઝન ફ્રેંચ ફ્રાઈસ, બટાકાની વિશેષતાઓ અને ફ્લેક્સનું પ્રોસેસિંગ કરતી ભારતની સૌથી મોટી કંપનીએ આજે હાયફાર્મ પાઠશાળાની” જાહેરાત કરી છે, જે કંપની સાથે કોન્ટ્રાક્ટ દ્વારા સંકળાયેલા ફ્રેન્ચફ્રાય માટેના ખાસ બટાકા ઉગાડતા ખેડૂતોની પાક ઉત્પાદકતા વધારવા અને તેમને જાગૃત કરવા માટેની એક અનોખી પહેલ છે.

હાયફાર્મ પાઠશાળાનો પ્રાથમિક ઉદ્દેશ્ય પુનર્જીવિત કૃષિ પદ્ધતિનો વપરાશ વધારવાનો, ખેતીનો ખર્ચ ઘટાડવાનો અને ફ્રેચફ્રાય માટે ઉગાડવામાં આવતા ખાસ બટેટાની ઉપજમાં વધારો કરવાનો છે. હાયફાર્મ પાઠશાળા એક જ્ઞાન-કેન્દ્ર તરીકે કાર્ય કરશે, જે બટાકાના ખેડૂતોની પરંપરાગત આવડત અને આધુનિક ટેકનોલોજીનું સંકલન કરશે. હાયફાર્મ પાઠશાળા થકી બટાકાના નિષ્ણાતો, વૈશ્વિક સ્તરના નિષ્ણાતો તેમજ ટેક્નોલોજી અને ફ્રેન્ચ ફ્રાઈસ ઉદ્યોગમાં બટાકાના ખેડૂતોના અનુભવો થકી પાકની ઉત્પાદકતા વધારવાની શ્રેષ્ઠ પદ્ધતિ વિશેનું જ્ઞાન એકત્રિત કરવામાં આવશે.

હાયફાર્મના જનરલ મેનેજર (એગ્રિકલ્ચર) પુનિત લુથરાના માર્ગદર્શન હેઠળ, હાયફાર્મ પાઠશાળાના કુલ ૩૦ મોડલ ફાર્મ્સ ઉત્તર ગુજરાતના બટાકા ઉગાડતા વિસ્તારમાં સ્થાપિત કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે સાબરકાંઠા અને બનાસકાંઠાના વિસ્તાર સામેલ હશે. હાયફાર્મ બટાકાના કરાર હેઠળ ઉત્પાદકોને પાકની મોસમ દરમિયાન ત્રણ ઓન-સાઈટ સત્રોમાં પૂર્વ-વાવેતર, મધ્ય-સિઝન અને લણણીના સમયગાળા દરમિયાન તાલિમ આપવામાં આવશે. ઉપરાંત બટાકા ઉત્પાદકોને હાયફાર્મની મોબાઈલ એપ “Farmoji” થકી શ્રેણીબદ્ધ વર્ચ્યુઅલ તાલીમ સત્રમાં ભાગ લેવાનો

પણ મોકો મળશે, જ્યાં વિશ્વભરના બટાકા અને ખેતીના નિષ્ણાતો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી ગુજરાતી ભાષામાં હાયફાર્મના બટાકાના ખેડૂતો સાથે વાર્તાલાપ કરશે. તેમજ આ સત્ર દરમિયાન ન્યુટ્રિશન મેનેજમેન્ટ, વોટરમેનેજમેન્ટ અને ડિસીઝ મેનેજમેન્ટ જેવા વિષય વિશે પણ માર્ગદર્શન આપવામાં આવશે.

હાયફાર્મ દ્વારા તેમના બટાકાના ખેડૂતોને આધુનિક સાધનો અને માટીમાં રહેલા ભેજના સેન્સર તેમજ પાણીનો કાર્યક્ષમ ઉપયોગ અને કસ્ટમાઈઝ્ડ ફર્ટિગેશન માટે અનુમાનિત IoT ઉપકરણોનો ઉપયોગ કરવાની તાલિમ આપવામાં આવશે. જેની મદદથી ખેડૂતો કિંમત ઘટાડવા અને ઉપજમાં સુધારો કરવા સક્ષમ બનશે.

હાયફાર્મના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સૌંદરરાદજેને એસએ જણાવ્યું હતું કે, “અમારું માનવું છે કે બટાકાનો દરેક ખેડૂત કૃષિ વિજ્ઞાનમાં પ્રગતિ કરવા લાયક છે જેનાથી ખેતીનો ખર્ચ ઘટશે અને ઉપજમાં સુધારો થશે. ટેક્નોલોજીની મદદથી ખેડૂત તેમના હિતનો લાભ હાંસલ કરે એ બાબત સુનિશ્ચિત કરવા, અમે ખેડૂતને વિવિધ વિષય વિશે જ્ઞાન આપીએ એ જરૂરી છે. અમને વિશ્વાસ છે કે "હાયફાર્મ પાઠશાલા", ભારતમાં બટાકાના ખેડૂતોની વૃદ્ધિના ઉદ્દેશ્યને હાંસલ કરવામાં મદદરૂપ થશે તેમજ નિર્ણાયક ભૂમિકા ભજવશે.

આજની ઝડપથી બદલી રહેલી બટાકાની દુનિયામાં અને ઝડપથી વિકસતા ફ્રેન્ચ ફ્રાય ઉદ્યોગમાં પૂરતા જ્ઞાન થકી જ વૃદ્ધિ સુનિશ્ચિત થાય છે. હાયફાર્મ પાઠશાળાનો ઉદ્દેશ્ય બટાકાના ખેડૂતો અને આ જ્ઞાન વચ્ચેનું અંતર દૂર કરવાનો અને તેમના માટે વિકાસનો માર્ગ મોકળો કરવાનો છે.

હાયફન ફુડ્સના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ CEO, હરેશ કરમચંદાણી કહે છે, “બટાકાના ઉત્પાદકો અમારી સપ્લાય ચેઈનની કરોડરજ્જુ છે, અને અમે તેમને ક્લાઈમેટ ચેન્જ સહિત વિવિધ પડકારનો સામનો કરવા અને તેને દૂર કરવામાં મદદરૂપ થાય તેવી તકનીકોથી સજ્જ કરવા માટે પ્રતિબદ્ધ છે. અમારા ૬૫૦૦ હાયફાર્મ કોન્ટ્રાક્ટ ખેડૂતોના નેટવર્ક સાથે રિજનરેટિવ એગ્રીકલ્ચર પદ્ધતિ અપનાવી, અમે અમારા કાચા માલની ગુણવત્તા સુધારીશું અને તેના બદલામાં વિશ્વભરના લાખો ગ્રાહકોને શ્રેષ્ઠ ગુણવત્તાવાળા ઉત્પાદ મળી રહે એ બાબત સુનિશ્ચિત કરીશું. વૈશ્વિક માંગને પહોંચી વળવા માટે સ્થાનિક એકીકરણના અમારા પ્રયાસો નવા ખેડૂતોને ફ્રેન્ચફ્રાય ઉદ્યોગમાં પ્રવેશવા અને વૈશ્વિક

બજારમાં પ્રગતિ કરવા માટે મૂલ્યવાન તકો પૂરી પાડશે.

ભારતમાં જેમ જેમ બટાકા ક્ષેત્રમાં વૃદ્ધિ થઈ રહી છે તેમ, હાયફન એ રીતે બટાકાના ઉત્પાદનમાં વધારો કરવાના પ્રયાસ કરવા ઈચ્છે છે જેનાથી પર્યાવરણ પર હકારાત્મક અસર થાય.

Total Visiters :798 Total: 1500404

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *