
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માનમાં યુએસ પ્રેસિડેન્ટ દ્વારા વ્હાઈટ હાઉસ ખાતે આયોજિત સ્ટેટ ડિનરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી તથા રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર એન્ડ ચેરપર્સન નીતા અંબાણી પરંપરાગત ભારતીય પરિધાનમાં સજ્જ થઈને ઉપસ્થિત રહ્યા હતા. આ ખાસ પ્રસંગ માટે, નીતા અંબાણીએ રિલાયન્સ ફાઉન્ડેશનના ‘સ્વદેશ’માંથી આપણા સાંસ્કૃતિક વારસાનું અભિન્ન અંગ ગણાતી, ભારતીય કળા અને કારીગરીનું નિરૂપણ કરતી એક મનમોહક સિલ્ક સાડીની પસંદગી કરી હતી.