અમદાવાદ
મેન ઓફ ધ મેચ વિમલ સોલંકીના 52 બોલમાં શાનદાર 86 રનની મદદથી રેગિંગ બુલ્સે લાસ્ટ માઈલ ક્રિકેટ કાર્નિવલની પ્લેટ ફાઈનલમાં પીચ સ્મેશર્સ સામે 14 રને વિજય મેળવ્યો હતો. રેગિંગ બુલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં છ વિકેટે 179 રન બનવ્યા હતા જેના જવાબમાં પીચ સ્મેશર્સે 10 ઓવરમાં સાત વિકેટે 165 રન બનાવતા રેગિંગ બુલ્સનો 14 રને વિજય થયો હતો.
અગાઉ સ્પર્ધાના છઠ્ઠા દિવસે મેન ઓફ ધ મેચ સમર્થ વ્યાસ (29 બોલમાં અણનમ 66) અને ધ્રુવલ પટેલ (48 બોલમાં 53 રન)ની મદદથી પીચ સ્મેશર્સ અને ફાયર ક્લોટ્સની ટીમોએ લાસ્ટ માઈલ ક્રિકેટ કાર્નિવલની છઠ્ટા દિવસની બે મેચમાં વિજય મેળવ્યો હતો. જસ્ટ કોર્સેકા દ્વારા પ્રાયોજિત સ્પર્ધાની નવરંગપુરાના સરદાર પટેલ સ્ટેડિયમ પર રમાયેલી છઠ્ઠા દિવસની પ્રથમ મેચમાં રેગિંગ બુલ્સે ટોસ જીતીને બેટિંગ કરતા 20 ઓવરમાં પાંચ વિકેટે 207 રન બનાવ્યા હતા જેના જવાબમાં પીચ સ્મેશર્સે 20મી ઓવરના છેલ્લા બોલે સાત વિકેટે 208 રન બનાવી ત્રણ વિકેટે મેચ જીતી લીધી હતી.
બીજી મેચમાં ફાયર ક્લોટ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 17.4 ઓવરમાં 128 રન બનાવ્યા હતા જેના જવાબમાં બ્લેક ઈગલની ઈનિંગ્સ 13.5 ઓવરમાં 81 રનમાં સમેટાઈ જતાં ફાયર ક્લોટ્સનો 47 રને વિજય થયો હતો.
પ્લેટ ફાઈનલ
રેગિંગ બુલ્સઃ 20 ઓવરમાં છ વિકેટે 179 (વિમલ સોલંકી 52 બોલમાં સાત બાઉન્ડ્રી, છ સિક્સર સાથે 86, અનિલ પટેલ 24 બોલમાં ચાર બાઉન્ડ્રી સાથે 24, રિકીન ચૌહાણ 25 બોલમાં એક બાઉન્ડ્રી સાથે 24, વિનય સુથાર 42માં 2, વાસિમ બસીર 16માં 2 વિકેટ)
પીચ સ્મેશર્સઃ 20 ઓવરમાં સાત વિકેટે 165 (આકાશ ભાટ 43 બોલમાં સાત બાઉન્ડ્રી, ત્રણ સિક્સર સાથે 61, સનપ્રિત બગ્ગા 24 બોલમાં એક બાઉન્ડ્રી, એક સિક્સર સાથે 25, વાસિમ બસિર આઠ બોલમાં એક બાઉન્ડ્રી, 3 સિક્સર સાથે અણનમ 27, રિકીન ચૌહાણ 26માં 3, અંકિત રાઠોડ 30માં 2 વિકેટ).
મેન ઓફ ધ મેચઃ વિમલ સોલંકી 52 બોલમાં 86 રન.
છઠ્ઠો દિવસઃ પ્રથમ મેચ
રેગિંગ બુલ્સઃ 20 ઓવરમાં 5 વિકેટે 207 ( ભાવિક બદાની 30 બોલમાં પાંચ બાઉન્ડ્રી, છ સિક્સર સાથે 64, ઉર્વિશ મહેતા 30 બોલમાં પાંચ બાઉન્ડ્રી ત્રણ સિક્સર સાથે 50, અનિલ પટેલ 23 બોલમાં પાંચ બાઉન્ડ્રી, બે સિક્સર સાથે 39, વિમલ સોલંકી 19 બોલમાં એક બાઉન્ડ્રી, એક સિક્સર સાથે 21, નમન શાહ 38માં 2 વિકેટ).
પીચ સ્મેશર્સઃ 20 ઓવરમાં 7 વિકેટે 208 (સમર્થ વ્યાસ 29 બોલમાં આઠ બાઉન્ડ્રી, 4 સિક્સર સાથે 66,સનપ્રિત બગ્ગા 27 બોલમાં 4 બાઉન્ડ્રી, 2 સિક્સર સાથે 42, ઘનશ્યામ ઉપાધ્યાય 22 બોલમાં 1 બાઉન્ડ્રી, 4 સિક્સર સાથે 36, વિમલ સોલંકી 37માં 2, સુરજ ભદોરિયા 51માં 2 વિકેટ).
મેન ઓફ ધ મેચઃ સમર્થ વ્યાસ 29 બોલમાં 66 રન.
બીજી મેચ
ફાયર ક્લોટ્સઃ 17.4 ઓવરમાં 128 (ધ્રુવલ પટેલ 48 બોલમાં પાંચ બાઉન્ડ્રી એક સિક્સર સાથે 53, રચિત આહિર 14 બોલમાં એક બાઉન્ડ્રી, 3 સિક્સર સાથે 27, અલસાઝ ખાન 26માં 3, ધ્રુષયંત સોની 11માં 2, સ્મિત એસ. પટેલ 20માં 2 વિકેટ,)
બ્લેક ઈગલઃ 13.5 ઓવરમાં 81 (હર્ષ ઠક્કર 16માં 4, દિપક પાલ 10માં 3 વિકેટ)
મેન ઓફ ધ મેચ ધ્રુવલ પટેલ 48 બોલમાં 53 રન.