BCCI ની મહિલા U15 વન-ડે ટ્રોફી મેચ આજે ગુજરાત vs મિઝોરમ વચ્ચે RDCA ગ્રાઉન્ડ, રાયપુર ખાતે રમાઈ હતી. જેમાં ગુજરાતનો 10 વિકેટે વિજય થયો હતો.
મિઝોરમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા માત્ર 55 રન બનાવ્યા હતા જેના જવાબમાં ગુજરાતે 6.1 ઓવરમાં વિના વિકેટે 59 રન બનાવી મેચ 10 વિકેટે જીતી લીધી હતી.
ટૂંકો સ્કોરઃ
મિઝોરમઃ 31.1 ઓવરમાં 55 રન ઓલઆઉટ(પ્રાચી પરમાર 6.1 ઓવરમાં 9 રનમાં 2 વિકેટ, આયુષી કે પટેલે 7 ઓવરમાં 7 રન આપીને 4 વિકેટ ઝડપી હતી)
ગુજરાતઃ 6.1 ઓવરમાં વિના નુકશાને 59 રન ( ચાર્લી સોલંકી 29 બોલમાં 11 ચોગ્ગા, 1 છગ્ગા સાથે 54 રન)
પરિણામ :- ગુજરાત 10 વિકેટે જીત્યું