ઈન્દોર
ઉર્વીલ પટેલે, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ભારતીય દ્વારા સૌથી ઝડપી સદી અને વિશ્વની T20માં બીજી સૌથી ઝડપી સદી માત્ર 28 બોલમાં કોઈ પણ બેટ્સમેન દ્વારા ફટકારીને ઈતિહાસ રચવા સાથે BCCI ની સૈયદ મુશ્તાક અલી ટ્રોફી T20 મેચ આજે ગુજરાતે ત્રિપુરાને આઠ વિકેટે પરાજય આપ્યો હતો. મેચ એમરાલ્ડ હાઇટ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ ગ્રાઉન્ડ – ઇન્દોર ખાતે રમાઇ હતી.
ગુજરાતે ટૉસ જીતીને ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું હતું. ત્રિપુરાએ આઠ વિકેટે 155 રન બનાવ્યા હતા જેના જવાબમાં ગુજરાતે બે વિકેટના ભોગે 10.2 ઓવરમાં 156 રન બનાવી આઠ વિકેટે વિજય હાંસલ કર્યો હતો.
ટૂંકો સ્કોર
ત્રિપુરાઃ 20 ઓવરમાં 8 વિકેટે 155 રન ( શ્રીદમ પૌલ 49 બોલમાં 4 ચોગ્ગા, 4 છગ્ગા સાથે 57 રન, એસ શરથ 23 બોલમાં 2 ચોગ્ગા, 1 છગ્ગાની મદદથી 29 રન, નાગવાસવાલા 4 ઓવરમાં 35 રન આપીને 3 વિકેટ, ચિંતન ગાજા 3 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ).
ગુજરાતઃ 156 રન 10.2 ઓવરમાં 2 વિકેટે ( ઉર્વીલ પટેલ 35 બોલમાં 7 ચોગ્ગા, 12 છગ્ગા સાથે 113 n.o. રન,
આર્ય દેસાઈ 24 બોલમાં 4 ચોગ્ગા, 2 છગ્ગાની મદદથી 38 રન)
💯✨
પરિણામ :- ગુજરાત 8 વિકેટે જીત્યું.