
ભારતની મેક ઈન ઈન્ડિયા પહેલ દેશને વૈશ્વિક ઉત્પાદક અને વેપાર પાવરહાઉસમાં પરિવર્તીત કરી રહી છે, વધી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વધતા નિકાસ અને નવા ટ્રેડ એગ્રીમેન્ટ્સ તેને વેગ આપે છે.
ડિપી વર્લ્ડ ગ્રુપ ચેરમેન અને સીઈઓ, એચ.ઈ. સુલ્તાન એહમદ્ બીન સુલેયમ, ભારતને નજીકના બંદરોના ગંતવ્ય સ્થાન તરીકે અને ઉત્પાદનના વૈશ્વિક બજાર તરીકે સચોટ ગણાવે છેઆ દૃષ્ટીકોણને મજબૂત બનાવે છે.
કન્ઝ્યુમર બજારના ઉત્પાદનની વાત આવે ત્યારે, નજીકના બંદરોમાં ભારત જેટલું શ્રેષ્ઠ કોઈ નથી. માનનીય વડાપ્રધાનની પહેલ દુનિયા માટે મેક ઈન ઈન્ડિયા હકીક્તમાં કામ કરી રહી છે. દેશના રસ્તાઓ અને રેલવે વિસ્તરણ પામી રહ્યાં છે જે ક્ષમતા અને કાર્યક્ષમતા બંન્નમાં વધારાની સાક્ષી પુરે છે. આગળ જોતાં, પોર્ટ નજીક ઈન્ડસ્ટ્રીયલ પાર્ક અને ફ્રિ ટ્રેડ ઝોન એ ભારતના વેપારના વેગને જાળવી રાખવામાં ચાવીરૂપ બની રહેશે કેમ કે તે નવા બજારોને શોધે છે. તેમણે વર્લ્ડ ઈકોનોમીક ફોરમ, દાવોસ, સ્વિત્ઝર્લેન્ડ ખાતે મહાનુભાવોને સંબોધતા જણાવે છે.
ચેરમેનેભારતની ઈકોનોમીક બ્લુપ્રિન્ટની પેનલ પરભારતના રેલવે, માહિતી અને બ્રોડકાસ્ટીંગ, ઈલેક્ટ્રોનીક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના મંત્રી માનનીય શ્રી અશ્વિની વૈશ્નવની સાથે વાત કરી હતી.
ભારતનો વૈશ્વિક વેપાર હબ તરીકેનો ઉદભવ તેના વેપારી નિકાસમાં પ્રતિબીંબીત થાય છે, જે એપ્રીલ થી નવેમ્બર ૨૦૨૪સુધીમાં $૨૮૪.૩૧ બીલીયન સુધી પહોંચ્યો છે, જે ૨૦૨૩ના આ જ સમયગાળા દરમ્યાન $૨૭૮.૨૬ થી વધારે છે. ભારત દ્વારા ૧૪ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવામાં આવ્યા છે, જેમાં યુરોપીયન ફ્રી ટ્રેડ એસોસીયેશન સાથે અને યુએઈ સાથે વ્યાપક ઈકોનોમીક પાર્ટનરશીપ, જેને બંનેદેશોવચ્ચેદ્વિપક્ષીયવેપારમાંનોંધપાત્રવધારોકર્યો છે.
ડિપી વર્લ્ડની ભારતના લોજીસ્ટીક અને વેપાર વૃદ્ધિ પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબુત બનાવતા, સુલ્તાન એહેમદ્ બીન સુલેયામ જણાવે છે કે, ભારત ડિપી વર્લ્ડ માટે એક શ્રેષ્ઠ વ્યુહાત્મક મહત્વ ધરાવે છે. અમે સ્થાનિક અને વૈશ્વિક કનેક્ટીવીટીને વધારવા માટે દેશના લોજીસ્ટીક ઈકોસીસ્ટમમાં $૨.૫ બીલીયન નું રોકાણ કર્યું છે. દુનિયાભરમાં મજબૂત હાજરી સાથે, અમે અમારી વૈશ્વિક નિપૂણતા અને ક્ષમતાઓનો ભારતીય વ્યવસાયોને આફ્રિકા અને તેનાથી આગળના બજારોમાં અડચણરહિત પહોંચ પુરી પાડવા માટે ઉપયોગ કરી રહ્યાં છીએ.
ડિપી વર્લ્ડ ભારતના વેપાર અને લોજીસ્ટીક લેન્ડસ્કેપમાં ૧૯૯૭થી ચાવીરૂપ ભાગીદાર છે. આજે, તે પાંચ સ્ટેટ-ઓફ-આર્ટ કન્ટેનર ટર્મીનલ્સ માં કાર્યરત છે, જેના થકી એક્ઝીમ કન્ટેનરના ૨૫ ટકા
ટ્રેડનું સંચાલન કરે છે જે ૬ મીલીયન ટીઈયુએસની ક્ષમતા ધરાવે છે. કંપનીએ ત્રણ ફ્રી ટ્રેડ ઝોન બનાવ્યા છે જે ૪.૨ મીલીયન સ્કેવર ફીટ વેરહાઉસીંગની જગ્યામાં વિસ્તરીત છે અને તે સૌથી મોટા રેલ ફ્રેઈટ ઓપરેટર્સ માંથી એક છે, જેમાં ૫૦થી વધારે એક્ઝીમ અને ડોમેસ્ટીક રૂટ્સ પર કન્ટેનર ટ્રેન ચલાવે છે અને ૧૬૦૦૦થી વધુ પોતાના કન્ટેનર્સ ધરાવે છે.
ભારત વૈશ્વિક ટ્રેડ પાવરહાઉસ તરીકે પોતાની હાજરી મજબૂત બનાવે છે ત્યારે, ડિપી વર્લ્ડ તેની લોજીસ્ટીક્સ અને સપ્લાય ચેઈન ક્ષમતાઓને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે, અને તે વ્યવસાયો, નિકાસને વેગ આપીને સશક્ત બનાવે છે તથા અડચણરહિત કનેક્ટીવીટીની ખાતરી કરે છે સાથોસાથ વૈશ્વિક કોમર્સમાં ભારતની ભૂમિકા મજબૂત બનાવે છે.