લંડન
ગુજરાતમાં જન્મેલા યાકૂબ પટેલને બ્રિટનમાં લેન્કશાયર કાઉન્ટીના શહેર પ્રેસ્ટનના નવા મેયર પસંદ કરવામાં આવ્યા છે. યાકુબ પહેલા એક કાઉન્સિલર અને સ્થાનિક સમુદાયના સક્રિય સભ્ય હતા. તેમનો જન્મ ગુજરાતના ભરૂચ જિલ્લામાં થયો હતો, 1976માં વડોદરા યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા બાદ તેઓ બ્રિટન જતા રહ્યા હતા.
યાકુબ પટેલે ઉત્તરી ઈંગ્લેન્ડના લેન્કશાયર કાઉન્ટીના એક શહેર પ્રેસ્ટનના નવા મેયર તરીકે પદભાર સંભાળ્યો છે, આ તે જ શહેર છે, જેમાં 14 મી સદીથી મેયરની પરંપરા ચાલી આવી રહી છે. મેયરનો પદભાર સંભાળ્યા બાદ યાકૂબે કહ્યુ કે મારો આ શહેર સાથે ગાઢ સંબંધ છે. મે 1979માં પ્રેસ્ટન કોર્પોરેશન સાથે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જે બાદ પહેલી વખત મને 1995માં શહેરના એવેનહમ વોર્ડ માટે લેબર પાર્ટીના કાઉન્સિલર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો અને તે પ્રેસ્ટન સિટી કાઉન્સિલના ઈતિહાસમાં પહેલા મુસ્લિમ કાઉન્સિલર બન્યા.
પ્રેસ્ટન સિટી કાઉન્સિલે કહ્યુ, યાકુબ હંમેશા સ્થાનિક સામુદાયિક સંગઠનો સાથે જોડાયેલા રહ્યા છે. તેમનુ ધ્યાન હંમેશા તે સમુદાયમાં સકારાત્મક પરિવર્તન લાવવા પર રહ્યુ છે જેમાં તે રહે છે. યાકુબનો જુસ્સો પોતાના પરિવાર અને સમુદાયની સેવા કરવામાં છે, જેનુ તેમણે પ્રતિનિધિત્વ કર્યુ.
યાકુબ બ્રિટનમાં પ્રેસ્ટન કોર્પોરેશનની સાથે લાંબા સમય સુધી જોડાયેલા રહ્યા. જુલાઈ 2009માં નિવૃત થયા પહેલા તેમણે એક મહેસૂલ નિરીક્ષક, પરિવહન નિરીક્ષક, સહાયક વડા, મુખ્ય નિરીક્ષક અને ઓપરેશન મેનેજર તરીકેની ભૂમિકાઓ સંભાળી. તેમણે પ્રેસ્ટન બસ, સિટી બસ ઓપરેટર સાથે પણ કામ કર્યુ, જેમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, આરોગ્ય અને સલામતીના પ્રતિનિધિ અને એસીટી યુનિયનના પ્રમુખની ભૂમિકાઓનો સમાવેશ થાય છે.
પ્રેસ્ટનના મેયર શહેરના ફર્સ્ટ સિટીઝન તરીકે કાર્ય કરે છે, જેનું તાત્પર્ય એ છે કે તેઓ શહેર તરફથી બોલે છે અને તેમની ઓળખનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેઓ નાગરિક અને ઔપચારિક કાર્યક્રમોમાં સ્થાનિક લોકોનું પ્રતિનિધિત્વ પણ કરે છે. પ્રેસ્ટન સિટી કાઉન્સિલર તરીકે આ સમુદાયોનું પ્રતિનિધિત્વ કરવા માટે એક ચૂંટાયેલી ભૂમિકાનું પ્રતીક છે અને એક વખત પસંદગી થયા બાદ એક વર્ષ માટે ડેપ્યુટી મેયર તરીકે સેવા કર્યા બાદ એક વર્ષ માટે મેયર તરીકે સેવા માટે કાઉન્સિલનો ભાગ હોય છે.
યાકુબ પટેલ 10 વર્ષની ઉંમરેથી રાજકારણમાં છે. તેમણે પહેલા તેમના દિવંગત પિતાના નક્શેકદમ પર ચાલવાનુ શરૂ કર્યુ. જેઓ ભારતમાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની નેતૃત્વ વાળી કોંગ્રેસ પાર્ટીના પ્રબળ સમર્થક અને સભ્ય હતા. બ્રિટનમાં યાકુબ પટેલે ગયા વર્ષે મે મહિનાથી પ્રેસ્ટનના ડેપ્યુટી મેયર તરીકે કાર્ય કર્યુ અને આ અઠવાડિયે તેમણે ત્યાં 2023-24 માટે મેયર તરીકે ઔપચારિક કાર્યભાર સંભાળ્યો.