એજન્સીઓના જણાવ્યા પ્રમાણે આ બંને ગેંગસ્ટર ભારતથી ભાગી ગયા છે અને વિદેશમાં ક્યાંક બેસીને બિશ્નોઈનું નેટવર્ક ચલાવી રહ્યા છે
નવી દિલ્હી
ભારતમાં અનેક મોટી હત્યાઓને અંજામ આપનાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામે એજન્સીઓ સકંજો કસ્યો છે. હવે ઈન્ટરપોલે લોરેન્સ બિશ્નોઈ ગેંગના વધુ બે સહયોગીઓ સામે રેડ નોટિસ ઈસ્યુ કરી છે જેઓ આ ગેંગને વિદેશથી ચલાવી રહ્યા છે. એજન્સીઓના જણાવ્યા પ્રમાણે આ બંને ગેંગસ્ટર ભારતથી ભાગી ગયા છે અને વિદેશમાં ક્યાંક બેસીને બિશ્નોઈનું નેટવર્ક ચલાવી રહ્યા છે. આ બંને વિરુદ્ધ ભારતમાં ઘણા પ્રકારના કેસ દાખલ છે જે બાદ પોલીસ તેમને શોધી રહી હતી.
વિક્રમજીત સિંહ ઉર્ફે વિક્રમ બરાડ દુબઈમાં છુપાયો હોવાની આશંકા છે. બીજી તરફ કપિલ સાંગવાનનું નામ તાજેતરમાં કિસાન મોરચાના નેતાની હત્યામાં સામે આવ્યું હતું. કહેવાય છે કે, તે બ્રિટનમાં છુપાયેલો છે. આ બંને દેશોમાં ભારતીય એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. બિશ્નોઈ અને તેની ગેંગ સામે ચાલી રહેલા મોટાભાગના કેસ હવે એનઆઈએને સોંપવામાં આવ્યા છે. એનઆઈએની તપાસમાં સામે આવ્યું છે કે બિશ્નોઈ અને તેની ગેંગના આઈએસઆઈ અને ખાલિસ્તાની કટ્ટરપંથીઓ સાથે સંપર્ક છે.
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ છેલ્લા ઘણા સમયથી જેલમાં છે પરંતુ તેમ છતાં તેનો ડર સતત વધી રહ્યો છે. તેનું સૌથી મોટું કારણ બિશ્નોઈના મિત્ર ગોલ્ડી બરાડ છે. જે બિશ્નોઈના ઈશારે વિદેશમાં બેઠેલા કોઈપણને મારી નાખે છે. આ ગેંગે પંજાબના પ્રખ્યાત ગાયક સિદ્ધુ મુસેવાલાની પણ હત્યા કરાવી હતી. તેથી જ એજન્સીઓનું સૌથી મોટું નિશાન અત્યારે ગોલ્ડી બરાડ છે.