આ વર્ષે અત્યાર સુધીમાં તીર્થયાત્રામાં મૃત્યુઆંક વધીને નવ થઈ ગયો

જમ્મુ
અમરનાથ યાત્રાને લઈને એક ચિંતાજનક અહેવાલ આવ્યા છે. આ યાત્રા દરમિયાન બે દિવસમાં છ લોકો મૃત્યુ પામી ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષે અત્યાર સુધીમાં તીર્થયાત્રામાં મૃત્યુઆંક વધીને નવ થઈ ગયો છે. જોકે આ મૃત્યુ કેમ થયા તેના વિશે સત્તાધીશોએ વધુ માહિતી આપી નથી.
મૃત્યુનું કારણ વધુ ઊંચાઈ અને ઓછા ઓક્સિજનને કારણે હાર્ટએટેક આવવાને સામાન્ય કારણોમાંનું એક માનવામાં આવી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 25 લોકો ઘાયલ થયા છે. જીવ ગુમાવનારાઓમાં આઠ મુસાફરો અને એક આઈટીબીપીનો જવાન સામેલ છે.
શ્રાવણ મહિનામાં ભોલેનાથના દર્શન કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આ માટે શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રાએ નીકળ્યા છે. શુક્રવારે પણ જમ્મુમાં તાત્કાલિક નોંધણી માટે સરસ્વતી ધામની બહાર લાંબી કતારો જોવા મળી હતી. દરરોજ હજારો ભક્તો આ કાર્ય કરી રહ્યા છે. શુક્રવારે શહેરના બેઝ કેમ્પમાં 3000 વધુ શ્રદ્ધાળુઓને ટોકન આપવામાં આવ્યા હતા.
જેમાંથી 2000 શ્રદ્ધાળુઓ પહેલગામથી અને 1000 ભક્તો બાલટાલના માર્ગે જશે. બીજી તરફ રામ મંદિરમાં 241 સાધુ-સંતોની તાત્કાલિક નોંધણી કરવામાં આવી હતી. જેમાંથી 197 પહેલગામથી અને 44 બાલટાલ માર્ગે જશે. 51 સાધુઓએ ગીતા ભવનમાં તરત જ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે.