ધનુષની પત્ની ઐશ્વર્યા ફરી લગ્ન કરએ એવી અફવા

Spread the love

ઐશ્વર્યા ચેન્નઈના એક રિસોર્ટમાં એક અન્ય હીરો સાથે જોવા મળતાં અફવા ચગી


ચેન્નાઈ
સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા રજનીકાંત હાલ તેની ફિલ્મ ‘લાલ સલામ’માં વ્યસ્ત છે. પરંતુ તાજેતરમાં તેના વિશે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે અભિનેતા ધનુષની પત્ની ફરીથી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે.
ઐશ્વર્યા વિશેના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે ચેન્નઈના એક રિસોર્ટમાં એક અન્ય હીરો સાથે જોવા મળી હતી. આ વિશે વાત કરતા કેટલાક સૂત્રોએ જણાવ્યું છે કે, આ તમામ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. આમાં કોઈ સત્ય નથી. સમાચારમાં જે કહેવામાં આવી રહ્યું છે તેવું કંઈ નથી. ઐશ્વર્યાએ બીજા લગ્ન નથી કરી રહી.
રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા અને ધનુષ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવ્યા બાદ આ કપલે વર્ષ 2022માં જાહેરાત કરી હતી કે તેઓ 18 વર્ષ સુધી સાથે રહ્યા બાદ અલગ થવા જઈ રહ્યા છે. જો કે તેઓએ હજુ સત્તાવાર રીતે છૂટાછેડા લીધા નથી. ઐશ્વર્યા અને ધનુષે વર્ષ 2004માં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને બે પુત્રોના માતા-પિતા છે. જેમના નામ યાત્રા અને લિંગા છે. ઐશ્વર્યા તેના બંને પુત્રો સાથે ઘણો સમય વિતાવે છે. જેની ફોટોસ તે સોશ્યલ મીડિયા પર પણ શેર કરી ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *