બાંગ્લાદેશ સામે બીજી વન-ડેમાં ભારતીય મહિલા ટીમનો 108 રને વિજય

Spread the love

બાંગ્લાદેશની ટીમની ઈનિંગ્સ 120 રનમાં સમેટાઈ ગઈ, જેમિમાએ સૌથી વધુ 86 અને કેપ્ટન હરમનપ્રીતે 52 રન બનાવ્યા


ઢાકા
ભારત અને બાંગ્લાદેશની મહિલા ટીમ વચ્ચેની ત્રણ મેચની વનડે સિરીઝની બીજી મેચ ભારતે 108 રને જીતી લીધી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી વનડે મેચ ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાયેલી હતી.
બીજી વનડે મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ બેટિંગ કરતા 228 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 120 રનમાં સમેટાઈ ગઈ હતી અને ભારતે 108 રનથી મેચ જીતી લીધી હતી.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 228 રન બનાવ્યા હતા. જેમિમાએ સૌથી વધુ 86 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન હરમનપ્રીતે 52 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી સુલ્તાના અને નાહિદાએ બે-બે વિકેટ લીધી હતી. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 120 રન જ બનાવી શકી હતી. ફરગના હકે 47 અને રિતુ મોનીએ 27 રનનું યોગદાન આપ્યું હતું. આ બે સિવાય માત્ર મુર્શીદા ખાતૂન (12 રન) જ ડબલ ફિગરને સ્પર્શી શકી હતી.
બાંગ્લાદેશની ટીમ 229 રનનો પીછો કરતા એક સમયે ત્રણ વિકેટે 106 રન બનાવીને મેચમાં યથાવત રહી હતી. જો કે આ પછી 14 રનના સ્કોર પર ટીમની સાત વિકેટ પડી ગઈ હતી અને ભારતને મોટી સફળતા મળી હતી. ભારત તરફથી જેમિમા રોડ્રિગ્સે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. દેવિકા વૈદ્યને ત્રણ વિકેટ મળી હતી. આ મેચમાં જીત સાથે ભારતીય ટીમે ત્રણ મેચની સિરીઝમાં 1-1થી બરાબરી કરી લીધી છે અને છેલ્લી મેચમાં મળેલી શરમજનક હારનો બદલો લઈ લીધો છે.

Total Visiters :174 Total: 1503418

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *