એલપીજી-પીએનજીના ભાવમાં ફેરફાર, આઈટી રિટર્ન નહીં ભરનારને પેનલ્ટી

Spread the love

ઓગસ્ટ મહિનામાં રક્ષાબંધન, મોહરમ અને ઘણા અન્ય તહેવારોના કારણે અલગ-અલગ રાજ્યોમાં બેન્ક કુલ 14 દિવસ બંધ રહેશે


નવી દિલ્હી
દરેક નવા મહિનાની શરૂઆત સાથે જ અમુક પરિવર્તન પણ થાય છે. ઓગસ્ટમાં પણ અમુક આવા જ પરિવર્તન થવાના છે, જેની આપણા ખિસ્સા અને માસિક બજેટ પર સીધી અસર પડશે. જુલાઈનો મહિનો પૂરો થવાનો છે. ચાર દિવસ બાદ ઓગસ્ટ મહિનો શરૂ થવાનો છે. 1 ઓગસ્ટથી રૂપિયા સંબંધિત કેટલાક નિયમોમાં પરિવર્તન થવાનું છે. જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડવાની છે.
સરકાર તરફથી દર મહિનાની શરૂઆતમાં એલપીજીના ભાવ નક્કી કરવામાં આવે છે. સરકારી ઓયલ કંપનીઓ એલપીજી સિલિન્ડરની સાથે-સાથે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં પણ પરિવર્તન કરી શકે છે. આ કંપનીઓ દર મહિનાની 1 અને 16 તારીખે એલપીજીની કિંમતમાં પરિવર્તન કરે છે. આ સિવાય પાઈપ્સ નેચરલ ગેસ (પીએનજી) અને કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી) ની કિંમતમાં પણ પરિવર્તન થઈ શકે છે.
આગામી મહિને ઘણા તહેવાર આવી રહ્યા છે. ઓગસ્ટ મહિનામાં બેન્કોમાં રજાઓ ખૂબ જ છે. રક્ષાબંધન, મોહરમ અને ઘણા અન્ય તહેવારોના કારણે અલગ-અલગ રાજ્યોમાં બેન્ક કુલ 14 દિવસ બંધ રહેશે. સાથે જ શનિવાર અને રવિવારની રજાઓ પણ સામેલ છે. તમે રિઝર્વ બેન્કની સત્તાવાર વેબસાઈટ પર જઈને બેન્ક રજાઓની યાદીને ચેક કરી શકે છે.
નાણાકીય વર્ષ 2022-23 માટે ઈનકમ ટેક્સ રિટર્ન દાખલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2023 છે. આ અંતિમ તારીખ તે ટેક્સપેયર્સ માટે છે જેમણે પોતાના એકાઉન્ટને ઓડિટ કરાવ્યુ નથી. જો તમે આ તારીખ સુધી આઈટીઆર ફાઈલ નહીં કરો તો તમારે દંડ ભરવો પડી શકે છે. ટેક્સપેયર્સે મોડેથી આઈટીઆર ફાઈલ કરવા પર 1,000 રૂપિયા અને 5,000 રૂપિયાનો દંડ આપવો પડી શકે છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *