નગ્ન ક્લિપિંગ્સની ધમકી આપી 1.11 કરોડ ખંખેરી લીધા

Spread the love

યુકે સ્થિત એક સોફ્ટવેર એન્જિનિયરને ફેક પ્રોફાઈલ ધરાવતી મહિલાએ મિત્રતા કરીને ફસાવ્યો


બેંગલુરુ
યુકે સ્થિત એક સોફ્ટવેર એન્જિનિયરને મેટ્રિમોનિયલ સાઈટ પર એક મહિલા સાથે મિત્રતા કરવાનું ભારે પડી ગયું હતું. મહિલાએ તેને વીડિયો કોલ પર નિઃવસ્ત્ર થવાની લાલચ આપી હતી અને બાદમાં 1.11 કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી. વ્હાઇટફિલ્ડ સીઈએન ક્રાઇમ પોલીસે મહિલાના ખાતામાં 84 લાખ રૂપિયા ફ્રીઝ કરવામાં સફળતા મેળવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, કેઆર પુરમનો રહેવાસી અને યુકેમાં કામ કરતો 41 વર્ષીય સની (નામ બદલ્યું છે) બેંગાલુરુ ટ્રેનિંગના હેતુથી આવ્યો હતો. તે લગ્ન કરવા માગતો હતો અને તેથી મેટ્રિમોનિયલ વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સાઈટ પર ફેક પ્રોફાઈલ ધરાવતી મહિલા સાથે તેની મિત્રતા થઈ હતી. થોડા દિવસ સુધી મેસેજ પર વાત કર્યા બાદ બંનેએ એકબીજાના ફોન નંબર શેર કર્યા હતા. મહિલાએ સની સાથે લગ્ન કરવામાં રસ દાખવ્યો હતો અને તેના પિતાના મૃત્યુ બાદ માતા સાથે રહેતી હોવાનું કહ્યું હતું. 2 જુલાઈએ મહિલાએ સનીને ફોન કર્યો હતો અને માતાની મેડિકલ ઈમરજન્સી માટે તેની પાસેથી 1500 રૂપિયા ઉધાર માગ્યા હતા.
4 જુલાઈએ આશરે 12 વાગ્યે મહિલાએ સનીને ફોન કર્યો હતો. તેની સાથે વાત કરવા દરમિયાન તેણે કથિત રીતે પોતાના કપડા કાઢી નાખ્યા હતા અને તેની જાણ બહાર કોલ રેકોર્ડ કર્યો હતો. બાદમાં તેણે આ વીડિયો ક્લિપ સનીને મોકલી હતી અને તેના માતા-પિતાને દેખાડી દેવાની ધમકી આપી હતી. સનીએ મહિલાએ આપેલા બે બેંક અકાઉન્ટ અને ચાર કોન્ટેક્ટ નંબર પર 1.14 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાનું શરૂ કર્યા બાદ મહિલાના અસલી નામનો ખુલાસો થયો હોવાનો સનીએ કહ્યું હતું. તે પૈસા માટે સતત બ્લેકમેઈલ કરી રહી હોવાથી સનીએ ફરિયાદ નોંધાવી હતી. ‘અમે ઈન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે અને આરોપીને પકડવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. તેણે લોકો પાસેથી પૈસા પડાવવાના હેતુથી જ ખોટા નામ સાથે પ્રોફાઈલ બનાવી હશે’, તેમ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (વ્હાઈટફીલ્ડ) એસ ગિરિશે કહ્યું હતું કે, ‘અમે ખાતામાંથી 84 લાખ રૂપિયા ફ્રીઝ કરવામાં સફળ રહ્યા છે. તેણે 30 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા છે. ઓનલાઈન કોઈ પણ વ્યક્તિ સાથે ડીલ કરતાં પહેલા લોકોએ સતર્ક રહેવાની જરૂર છે. કોઈ પણ સાથે વ્યક્તિગત મુલાકાત કરતાં પહેલા કોઈએ આવા ફોન ઉઠાવવા જોઈએ નહીં. કોલ કરનારી વ્યક્તિ અયોગ્ય વર્તન કરવાનું શરૂ કરે એટલે તરત જ ફોન કટ કરી દેવો જોઈએ’.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *