ચેતના મારૂની પહેલી નવલકથા વેસ્ટર્ન લેન બુકર પુરસ્કારની રેસમાં

Spread the love

વેસ્ટર્ન લેનને બુકર પુરસ્કાર 2023ના સંભવિત 13 વિજેતા પુસ્તકોની યાદીમાં સામેલ કરવામાં આવી


લંડન
બ્રિટનની રાજધાની લંડનમાં રહેતા ભારતીય મૂળના લેખિકા ચેતના મારુની પહેલી નવલકથા ‘વેસ્ટર્ન લેન’ને બુકર પુરસ્કાર 2023ના સંભવિત 13 વિજેતા પુસ્તકોની યાદીમાં સામેલ કરવામાં આવી છે. જેને મંગળવારે જાહેર કરવામાં આવી. કેન્યામાં જન્મેલી મારુની નવલકથા બ્રિટનમાં રહેતા ગુજરાતીઓના વાતાવરણ પર આધારિત છે.
બુકર પ્રાઇઝ જ્યુરીએ નવલકથામાં જટિલ માનવ લાગણીઓને અભિવ્યક્ત કરવા માટે વપરાતી સ્ક્વોશની રમતના શબ્દભંડોળની પ્રશંસા કરી છે. આ નવલકથા 11 વર્ષની છોકરી ગોપી અને તેના પરિવાર સાથેના સંબંધો પર આધારિત છે.
કેનેડાના નવલકથાકાર અને બે વખત બુકર પ્રાઈઝ માટે નોમિનેટ એસી એડુગ્યાનની અધ્યક્ષતાવાળા નિર્ણાયક મંડળે કહ્યુ, કુશળતાથી સ્ક્વોશની રમતના શબ્દભંડોળનો ઉપયોગ સંદર્ભ અને ઉપમા બંને માટે કરવામાં આવ્યો છે. વેસ્ટર્ન લેન દુ:ખથી ઝઝૂમી રહેલા એક પરિવાર વિશે એક ગાઢ વિચારોત્તેજક શરૂઆત છે, જેને સ્પષ્ટ ભાષાના માધ્યમથી વ્યક્ત કરવામાં આવી છે જે ‘બોલના સ્વચ્છ અને જોરથી ટકરાવાની ધ્વિની’ની જેમ ગૂંજે છે.
‘વેસ્ટર્ન લેન’ ચાર શરૂઆતી નવલકથામાંની એક છે, જે આ વર્ષની 13 સંભવિત યાદી ‘બુકર ડઝન’માં સામેલ છે. આ સિવાય જોનાથન એસ્કોફેરીની ‘ઈફ આઈ સર્વાઈવ યૂ’, સિયાન હ્યૂજેસની ‘પર્લ’ અને વિક્ટોરિયા લોયડ-બાર્લોની ‘ઓલ ધ લિટલ બર્ડ-હાર્ટ્સ’ પણ રેસમાં છે.
બુકર પુરસ્કાર 2023ના વિજેતાની જાહેરાત 26 નવેમ્બરે લંડનમાં આયોજિત એક સમારોહમાં કરવામાં આવશે અને વિજેતાને 50 હજાર પાઉન્ડ અને ‘આઈરિશ’ નામની ટ્રોફી આપવામાં આવશે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *