હાર્દિકે વિજયી સિક્સર ફટકારી તિલક વર્માને ફિફ્ટીથી વંચિત રાખ્યો

Spread the love

તિલક વર્મા પાસે સતત બીજી ફિફ્ટી ફટકારવાની તક હતી, આવી હરકત પર સોશિયલ મીડિયા પર હાર્દિક ટ્રોલ થયો


બાર્બાડોસ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રોવિડન્સમાં રમાયેલી ત્રીજી ટી20 મેચમાં ભારતે વિન્ડીઝને 7 વિકેટે હરાવ્યું હતું. જો કે વેસ્ટ ઈન્ડિઝ હજુ પણ ટી20 સિરીઝમાં 2-1થી આગળ છે. આ મેચના હીરો સૂર્યકુમાર યાદવ (83) અને તિલક વર્મા (49 અણનમ) હતા. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 159/5 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે 13 બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. કેપ્ટન હાર્દિક પંડ્યાએ વિનિંગ છગ્ગો ફટકાર્યો હતો. હાર્દિક પંડ્યાનો આ છગ્ગો તેના માટે મુસીબત બની ગયો હતો. સોશ્યલ મીડિયા પર તેને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ જ્યારે આ વિનિંગ છગ્ગો ફટકાર્યો, ત્યારે તિલક વર્મા 49 રન પર નોટઆઉટ હતો. તિલક વર્મા પાસે સતત બીજી ફિફ્ટી ફટકારવાની તક હતી. તેણે વિન્ડીઝ સામેની પ્રથમ ટી20 મેચમાં 51 રન બનાવ્યા હતા. સોશ્યલ મીડિયા યુઝર્સે કેપ્ટન હાર્દિક પંડ્યાને બેશરમ અને સ્વાર્થી ગણાવ્યો હતો. ટ્વિટર પર #HardIkPandya #tilakVarma હેશટેગ સાથે ટ્રેન્ડ પણ થવાનું શરૂ થયું હતું. ઘણા ફેન્સે હાર્દિક પંડ્યાને મહેન્દ્ર સિંહ ધોનીની યાદ અપાવી હતી.
દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ 2014 ટી20 વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચમાં ધોનીએ વિરાટને મેચ સમાપ્ત કરવા માટે કહ્યું હતું. ત્યારે આ વીડિયો ખુબ ચર્ચામાં આવ્યો હતો. હવે સોશ્યલ મીડિયા પર તમામ ક્રિકેટ ફેન્સે હાર્દિક પંડ્યાને આ વીડિયોની યાદ અપાવી છે. લોકોએ કહ્યું કે ધોની બનવું દરેક વ્યક્તિની વાત નથી. ઘણા લોકોએ હાર્દિકને સ્વાર્થી પણ ગણાવ્યો હતો. ઘણા લોકોએ કહ્યું કે હાર્દિક પોતે ક્રેડિટ લેવામાં વ્યસ્ત છે.
ત્રીજી ટી20 મેચમાં હાર્દિક સંજુ સેમસન પહેલા બેટિંગ કરવા પણ પહોંચ્યો હતો. આ વખતે પણ તેને યુઝર્સ દ્વારા ટ્રોલ કરવામાં આવ્યો હતો. આ સિવાય ઈશાન કિશનને ટીમમાંથી બહાર રાખ્યા બાદ પણ લોકો ગુસ્સે થયા હતા. ઘણા યુઝર્સે કહ્યું કે શુભમન ગિલ ગુજરાત ટાઇટન્સમાં હાર્દિકની ટીમમાં છે તેથી તેને ટીમમાં સ્થાન આપવામાં આવ્યો છે. જ્યારે ઈશાન કિશનને બહાર બેસાડવામાં આવ્યો હતો. ઘણા યુઝર્સે હાર્દિકને ઘણા વાંધાજનક શબ્દો પણ કહ્યા હતા.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *